SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ હસ્તિનાપુર ૯ઉપર્યુક્ત પ્રતિમાની જમણી બાજુએ શ્રી ઋષભદેવ ભગવાનની જટાજૂટ સાથેની પ્રતિમા છે. પલાંઠીની નીચે મધ્યમાં ધર્મચક્ર અને તેની બંને બાજુએ એકેક અળદની આકૃતિઓ છે. ૧૦. મૂળનાયકની સાથે એક અર્ધ ખંડિત શિલ્પ છે. તેની પલાંઠીની નીચે બે હાથ જોડીને બેઠેલી એક સ્ત્રી તથા ચાર હાથવાળી યક્ષિણીની આકૃતિ કતરેલી છે. બંને બાજુએ એકેક વૃષભની આકૃતિ પણ છે, જે આ શિલ્પ ભગવાન ઋષભદેવનું હોવાની ખાતરી કરાવે છે. આ શિલ્પની નીચે આ પ્રકારે લેખ છે:–“દેવધર્ઘ ર જૂ II” નીચેના ભેચરાના શિલ્પી: ૧૧. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની સુંદર મૂર્તિ ઉસ્થિત પદ્માસનસ્થ છે, પરંતુ આ મૂર્તિના મુખને મેટે ભાગ નાશ પામ્યા છે મૂર્તિની પલાંઠીની મધ્યમાં લાંછનની જગાએ ઊંચે હાથ રાખીને ઊભેલા વાર આકૃતિ જણાય છે. કેમકે કૃષ્ણની પાસે જ વાસુદેવનું ચિનચક પણ કરેલું છે. તેમની બંને બાજુએ એકેક શંખનો આકતિ છે. બંને શંખની બાજુમાં એકેક સિહ કતરેલો છે. આ મૂર્તિ નીચે પ્રાચીન લિપિંને લેખ છે પણ તદ્દન ઘસાઈ ગયેલ છે. મૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓને આ મૂર્તિ નવી માહિતી આપે છે. ૧૨-૧૩. બે ગોખલાઓમાં કાર્યોત્સર્ગસ્થ એકેક પ્રતિમા બિરાજમાન છે. ૧૪. એક કાર્યોત્સર્ગસ્થ જિનમૂર્તિ છે. ૧૫. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પદ્માસનસ્થ એક મૂર્તિ છે. ૧૬. શ્રીપભદેવ પ્રભુની નાની પદ્માસનસ્થ જિનમૂર્તિ છે. અહીંના ખંડિયેરની ઈટોનું સાદું બાંધકામ આપણને પ્રાચીન સમયના જિનમંદિરની રચનાને અકાય પુરાવો આપે છે કે પ્રાચીન સમયનાં મંદિરે તદ્દન સાદાં અને વીતરાગભાવ ઉપજાવે તેવાં બાંધવામાં આવતાં. ૪. એક શિખરબંધી જિનાલયમાં પન્ના-શાલિભદ્રની મૂર્તિઓ વિદ્યમાન છે. આ મૂર્તિ નીચે આ પ્રકારે લેખ કોતરેલો છે " (१) ॥ सं० १५२४ वर्षे आपाढ सुदि १३ श्रीजि(२)नचंद्रसूरीणामादेशेन श्रीकमलसं(३)यमोपाध्यायैः धन्नासालिभद्रस्य મૂર્તિ (૪) ઘ૦ સાવ ” આ સિવાય બીજી વિસ્તારથી હકીકત શ્રીયુત ભંવરલાલજી નાહટા કૃત “રાજગૃહ' નામક પુસ્તકમાં આલેખેલી છે. - ૨૫૫. હસ્તિનાપુર (કોઠા નંબર: ૪ર૭૫) ઉત્તરપ્રદેશના મેરઠ શહેરથી રર માઈલ દૂર હસ્તિનાપુર નામે ગામ છે પરંતુ અતિપ્રાચીન કાળમાં આ એક વિશાળ નગર હતું, જેના ઉલેખે જૈન, વૈદિક અને બ્રાહ્મણ ગ્રંથમાંથી મળી આવે છે. ' - જૈન ગ્રંથ અનુસાર આર્ય સંસ્કૃતિના: ઉષ:કાળમાં થયેલા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના મોટા પુત્ર ભરત ચક્રવતી નામે થયા, જેમના નામથી આ આર્યાવર્ત “ભારત” નામે પ્રસિદ્ધિ પામે; તેમ શ્રીષભદેવના ૨૧ મા પુત્ર - હરિતકમારના નામે હસ્તિનાપુર નગર વસાવવામાં આવ્યું. બોદ્ધોની જાતક કથાઓમાં કુરુદેશની રાજધાનીનું નગર ઇંદ્રપ્રસ્થ ( દિહી) હતું, જે યમુનાના કિનારે વસેલું હતું એમ જણાવ્યું છે, જ્યારે જૈન ગ્રંથ અનુસાર જાય છે કે, કર જનપદની રાજધાનીનું શહેર આ હસ્તિનાપુર હતું.' ', ' ' . . . . . .''; ' ' . ' ' . ' , ' ','' : જૈનાચાર્ય શ્રીનંદિપણે બનાવેલા “અજિતશાંતિ” નામક સ્તવનમાં “શુક્રાઈવર-તિથreco” ગાથામાં આ
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy