SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ રગિર ૪૫૫ I બી. બી. લાઈટ રેલ્વે લાઈનનું રાજગિર છેલ્વે સ્ટેશન છે. અહીં જેનેની વસ્તી નથી. સ્ટેશનથી થોડે દૂર શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. તેની નજીકમાં કોટબંધી ૨ જેન મંદિર છે. એકમાં શ્રી મુનિસુવ્રતસ્વામી અને બીજામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. બંને દેરાસરે એક જ ગણાય છે. કવિ જ્યકીર્તિએ ગામમાં ૩ મંદિર હોવાનું જણાવ્યું છે. જ્યારે બીજા કવિઓએ અહીં એક જ મંદિર હોવાને ઉલ્લેખ કર્યો છે. વરતુતઃ એક જ વિશાળ મંદિરમાં બનેલાં ત્રણ મંદિરે જ એક રૂપે ઉલ્લેખ કરેલે જણાય છે. આ મંદિરને છેલ્લે જીર્ણોદ્ધાર હુગલીનિવાસી ગાંધી માણેકચંદજીએ સં. ૧૮૧૯ માં કરાવ્યું છે. . આ મંદિરમાં પ્રવેશ કરતાં એક દેરીમાં શ્રીજિનદત્તસૂરિ દાદાની અને શ્રીજિનભદ્રસૂરિની પ્રાચીન ચરણપાદુકાઓ પ્રતિષ્ઠિત છે. જિનાલયમાં જમણી તરફ શ્રીમુનિસુવ્રતસ્વામી અને ડાબી બાજુએ શ્રીપાર્શ્વનાથ પ્રભુ છે ત્યારે ઉપરના માળે શ્રી આદિનાથ પ્રભુનાં મંદિર છે. આ મંદિરમાં પાષાણ અને ધાતુની પ્રાચીન પ્રતિમાઓ ઘણું છે. કેટલીક પ્રતિમાઓને પરિચય આ પ્રમાણે છે: ૧. શ્રીમનિસુવ્રતસ્વામીની સપરિકર પ્રતિમા શ્યામ પાષાણની બનેલી છે. પ્રભુના મસ્તક ઉપર બંને તરફ ગજરૂઢ દેવગઢ અભિષેક કરી રહ્યું હોય એ દેખાવ રજૂ કર્યો છે. પ્રભુની બંને તરફ હાથમાં ચામરધારી ઇદ્રો ઊભેલા બતાવ્યા છે. અને એ કાઉસગિયા પ્રતિમાઓ પણું ઉતીર્ણ કરેલી છે. મસ્તક ઉપર ત્રણ- છત્રો અને પાછલા ભાગમાં પાંખડીઓવાળું ભામંડળ દર્શાવ્યું છે. પ્રભુના સિંહાસનમાં બંને તરફ સિંહની આકૃતિએ કરેલી છે. તેની નીચે શિલાલેખ લગભગ ઘસાઈ ચૂક્યો છે; છતાં તેમાં લિનહિ એવા શબ્દ વાંચી શકાય છે. અનુમાનતઃ આ મૂર્તિ સં. ૧૫૦૪ માં પ્રતિષ્ઠિત થયેલી છે. ૨. શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા અત્યંત પ્રાચીન અને સુંદર છે. પદ્માસનસ્થ પ્રભુના ખભા ઉપર મસ્તકની કેશલતા વિખરાયેલો પડી છે અને પબાસનના બંને છેડા ઉપર કરેલા વૃષભથી આ મૂર્તિ શ્રી આદિનાથની હોવાનું નિશ્ચિત થાય છે. વૃષભની વચ્ચે ચાર હાથવાળી એક દેવી સશસ્ત્ર બેઠેલી છે અને તેની પાસે એક ભક્ત પ્રભુની પૂજા માટે માળા ધારણ કરીને ઉત્સુક વદને બેઠેલે બતાવ્યો છે. પ્રભુની બંને બાજુએ મોટા ચામરધારી ઇદ્રો અને મસ્તકની અને બાજુએ અંતરિક્ષમાંથી અવતરણ કરી રહેલા દેવ પુષ્પમાળા સાથે આવતા દર્શાવ્યા છે. મસ્તકની પાછળ ભામંડળ વિદ્યમાન છે. મસ્તક ઉપરનું છત્રત્રય ખંડિત થયેલું છે. પગાસન નીચે પ્રાચીન લિપિમાં આ મૂર્તિના નિર્માતાને લેખ છે. લેખમાં વધશ્નવં લ ક્ષ્ય ” આટલા અક્ષરો કતરેલા છે. અક્ષરે ઉપરથી આ મૂર્તિ હજાર વર્ષ પહેલાંની જણાય છે. આ મૂર્તિની રચના એના ઢંગમાં નિરાળી છે. ૩. શીશાંતિનાથ પ્રભુની મૂર્તિ પદ્માસનસ્થ છે. સિહાસનમાં બંને તરફ હરણ અને મધ્યમાં એક ભક્ત સ્ત્રી ધ્યાનમગ્ન અવસ્થામાં હાથ જોડીને બેઠેલી છે. સં. ૧૫૦૪ માં આ મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી છે. ૪. બીજા માળે ૧૧ ગણધરોની ચરણપાદુકાઓ અને શ્યામ પાષાણની શ્રી આદિનાથ પ્રભુની નાની પંચતીથી પ્રતિમા છે. મૂળનાયકની બંને બાજુએ બે પદ્માસનસ્થ મૂર્તિઓ પૈકી એક શ્રીચંદ્રપ્રભુ અને બીજી શ્રીસંભવનાથ છે જ્યારે એ જ રીતે એ કાઉસગિયા મતિઓમાં એક શ્રી નેમિનાથ અને બીજા શ્રી મહાવીર સ્વામી ભગવાન છે. આ મૂર્તિઓની નીચે ચામરધારી ઇદ્રો અને બીજા દેવો બતાવ્યા છે, ઉપરના છત્રની પાસે એક ગુજારૂઢ વ્યક્તિની આકૃતિ છે. પબાસનમાં એ સિંહ અને ચાકી ઉપર યક્ષ, યક્ષિણી અને વૃષભ લંછન બતાવ્યાં છે, નીચે આ પ્રકારે લેખ વિદ્યમાન છે – “ જર (વ) ૨૨૧ વૈત (મા) યુરિ ૨૩ તુર ને વ્રતિમા [૪]વિત (રા) ” આ મંદિરમાં બીજી કેટલીયે પાષાણ અને ધાતુની મૂર્તિઓ છે. જેમાં કેટલીક તે પ્રાચીન અને અતિસુંદર છે. પ. એક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર અને પ્રાચીન પંચતીથી ઉપર આ પ્રકારે લેખ ઉત્કીર્ણ છે - " "संवत् ११९३ श्रीखडकूपीयसंताने श्रीशांत्याचार्यगछे भ्रांदू लोहर धर्मार्थ जाल्हकेन द्वितीय चैत्र शुक्लपंचम्यां कारितयं ॥"
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy