SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીથ સ સંગ્રહુ ૪૪૬ છે અને ભાવથી યાત્રા કરે છે. અહી પોષ દશમીએ માટે મેળા ભરાય છે અને તેમાં જૈન-જૈનેતર હજાર માણુસે આવે છે. અહીંની યાત્રા આસે મહિનાથી ફાગણ સુદે ૧૫ સુધીની ગણાય છે. તે પછી ભીલામાની પુષ્કળતાને લીધે પાણી બગડી જાય છે અને મેલેરિયાના ઉપદ્રવ વધી પડે છે જેથી યાત્રાળુઓ માકીના કાળમાં યાત્રાએ આવતા નથી. સવારે ત્રણ-ચાર વાગ્યે યાત્રાળુએ પહાડ ઉપર ચડવાની તૈયારી કરે છે અને સાંજે ચારથી છ વાગ્યા સુધીમાં પાછા મધુવન આવે છે. કેાઈ યાત્રી ઉપર રહી શકતા નથી. લેમિયાજીના મ ંદિરથી પહાડ ઉપર ચડવા માટે સાંકડી પણુ સુંદર સડક બાંધેલી છે. છ માઈલ ઉપર ચઢવા પછી જુદી જુદી ટેકરીએ ઉપર જતાં છ માઈલના રસ્તે થાય છે અને ઊતરતાં છ માઈલ; એમ મળીને ૧૮ માઈલના પથ થાય છે. : ' એ માઈલ ઉપર - ગંધ નાળુ ’ અને ત્યાંથી અર્ધો માઈલ દૂર ‘ સીતાનાળુ ' આવે છે. અહીંથી અઢી માઈલ દૂર પહાડની ૨૮ ટૂંકા પૈકી પ્રથમ શ્રીગૌતમસ્વામીની ટૂંક આવે છે. તેમાં ચાવીશ તીર્થંકર ભગવાનની ચરણપાદુકાએ સ્થાપન કરેલી છે. એ પછી બીજી ટૂંક શ્રીકુંથુનાથની, ત્રીજી શ્રીચંદ્રાનનની, ચેાથી શ્રીનેમિનાથની, પાંચમી શ્રીઅરનાથની, છઠ્ઠી શ્રીમલ્લિનાથની, સાતમી શ્રીશ્રેયાંસનાથની, આઠમી શ્રીસુવિધિનાથની, નવમી શ્રીપદ્મપ્રભુસ્વામીની, દશમી શ્રીમુનિત્રતસ્વામીની, અગિયારમી શ્રીચંદ્રપ્રભુની, ખારમી શ્રીઆદિનાથની, તેરમી શ્રીશીતળનાથની, ચૌદમી શ્રીઅન ંતનાથની, પંદરમી શ્રીસ ભવનાથની, સોળમી શ્રીવાસુપૂત્યસ્વામીની, સત્તરમી શ્રીઅભિનંદનસ્વામીની ટૂંકા–દેરીઓ છે. આ બધી દેરીમાં ચરણપાદુકાએ પધરાવેલી છે. < અઢારમી ટૂંક મુખ્ય છે. શિખરખથી મોટું કેટયુક્ત વિશાળ મદિર છે. તેની પાસે કુંડ હાવાથી તેને જળમંદિર ’ પણ કહે છે. આ મંદિર જગતશેઠ શ્રીખ઼ુશાલચંદે બંધાવેલું છે. તેને ‘ઘરમટ'નુ મંદિર પણ કહે છે. આખાયે પહાડ ઉપર સ્મૃતિ એ માત્ર આ મંદિરમાં જ છે. તેમાં મૂળનાયક સહસ્રા શ્રીપાર્શ્વનાથ ભગવાનની શ્યામલ મૂર્તિ બિરાજમાન છે. મૂળનાયકની અને ખાજીએ શ્યામ અને શ્વેત મેટી મૂર્તિઓ છે. આરસની એક છત્રી નીચે સહસક્ક્ષ્ણા પાર્શ્વનાથની મૂર્તિ ખિરાજમાન છે. અહી નજીકમાં નાની શ્વેતાંબર જૈન ધર્મશાળા છે ને પાણીના એક કુંડ છે. એ પછી એગણીશમી ટૂંક શુભ ગણુવરની છે. દેરી જીણુ થવાથી અહીંથી પગલાં ઉત્થાપન કરી જળમદિરમાં સ્થાપન કર્યાં છે. વીશમી શ્રીધર્મ નાથની, એકવીશમી શ્રીસુમતિનાયની, ખાવીશમી શ્રીશાંતિનાથની, ત્રેવીશમી થ્રોમહાવીરસ્વામીની, ચેાવીશમી શ્રીસુપાર્શ્વનાથનો, પચીશમો શ્રીવિમળનાથની, છવીશમી શ્રીઅજિતનાથની, સત્તાવીશમી શ્રીનેમિનાથની અને અઠ્ઠાવીશમી શ્રીપાર્શ્વનાથ ભગવાનની ટૂંકા છે. છેલ્લી ટૂંક શ્રીપાર્શ્વનાથ ભગવાનની નિર્વાણભૂમિ મનાય છે. આ ટૂંક ખૂબ ઊંચી છે. એશી પગથિયાં ચડા પછી એ ટ્રેકને દરવાજો આવે છે. સુંદર શિખરબંધી મંદિર બાંધેલું છે. આને ‘મેઘાડંબર ટૂંક' પણ કહે છે. ગિરિરાજ ઉપર શ્રીચદ્રપ્રભુની ટ્રૅક અને આ મેઘાડંબર ટૂંક સામસામે પૂર્વ-પશ્ચિમમાં ઊંંચાચાં ઊંચાં શિખરો પર આવેલી છે. તેમાંયે આ મેઘાડ ંખર ટ્રેકનું શિખર સૌથી ઊંચું છે. અહીંથી ઊતરતાં સરકારી ડાકખગલે આવે છે. આ સ્થળે બે માર્ગો ક્ટાય છે. એક રસ્તા મધુવન તરફ જાય છે અને ખીજે નિમિયાઘાટના ઝાકમંગલા પાસે થઇને સીધે ઈસરી તરફ જાય છે. બીજા રસ્તે લેામિયા સિવાય જવું ોખમભર્યું છે. ૧. જલમદિરમાં રહેલી મૂર્તિ એના શિલાલેખે; તે પૈકી મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનને લેખ:— 46 ॥ संवत् १८२२ वर्षे वैशाख सुदि १३ गुरौ सा । खुसालचंदेन श्रीपार्श्वविवं कारापितं । प्र । सकलसूरिभिः ॥ ";
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy