SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ મગરા : ૪૩૯ સં. ૧૭૧ માં અંચલગચ્છીય આચાર્યોના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી હતી. તેમજ સં. ચંદ્રપાલે સં. ૧૯૬૭માં શ્રીવિવેકહર્ષ ઉપાધ્યાયના ઉપદેશથી એક મંદિર બંધાવ્યું હતું. આ બંને મંદિરે આજે મોજુદ નથી. નદી પાર બે મંદિરે જીર્ણ થયેલાં હતાં તેની બધી મૂર્તિઓ શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં લાવવામાં આવી છે. એ જ જીર્ણ મંદિરે ઉક્ત શ્રેષ્ઠીઓએ બંધાવેલાં મંદિરે હેવાની સંભાવના છે. - આજે અહીં ૧૧ જિનમંદિર મોજુદ છે. ૩૦૦ જેટલા જૈન શ્રાવકની વસ્તી, ૩ ઉપાશ્રયે અને ૨ જેના -ધર્મશાળાઓ છે. ૧. રેશન મહોલ્લામાંના શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના વિશાળ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૩૯ માં થઈ અને ઉદાર શ્રેષ્ઠી શ્રીમાનસિંહે (માનું કલ્યાણે) એ ઉત્સવ પ્રસંગે અઢળક ધન વાપર્યું હતું. મૂળનાયક ઉપર, શ્રીમાનસિંહે આ મૂર્તિ ભરાવ્યા અને શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. પાસેના વિશાળ વાળા સભામંડપમાં શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રીચૌમુખજી તથા શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. ગોખલાએમાં બીજી પ્રતિમાઓ બિરાજમાન છે. વચમાં ઊંચી બેઠક પર બિરાજમાન શ્રીશીતલનાથ ભગવાનની શ્યામવર્ણી મૂર્તિ ચક્ષુ-ટલાં વિનાની શ્વેતાંબરાચાર્ય પ્રતિષ્ઠિત છે. તેના ઉપર ચકું ચડાવાતાં નથી. આ મૂર્તિ એક મસ્જિદમાંથી મળી આવી હતી. બહારના ભાગમાં શ્રીહીરવિજયસૂરિ દાદાની મૂર્તિ છે. સં. ૧૩૮૯ ના લેખવાળી પંચતીથીની પ્રતિમા આ મંદિરમાં મૌજુદ છે. વળી, સં. ૧૬૭૧ને મેટે શિખાલેખ, જેમાં શ્રેષ્ઠી કુંરપાલ અને સોનપાલની ધામિક ખ્યાતિ આલેખી છે તે આ મંદિરમાં છે? ૨. તેની પાસે જ શ્રી સીમંધરસ્વામીનું મંદિર છે, જે શ્રેણી હીરાચંદ નિહાલચંદે બંધાવ્યું હતું. તેમાં મૂળનાયક સીમંધરસ્વામી નહિ પણ શ્રીચંદ્રાનન પ્રભુ હેવાનું કહે છે. રોશન મહેલ્લામાં શ્રીહીરવિજયસૂરિ મહારાજના સમયને એક જૂને ઉપાશ્રય છે. આ ઉપાશ્રય વિશે એમ કહેવાય છે કે અકબર બાદશાહે પ્રસન્ન થઈ પિતાના કબજામાં આવેલું એક પ્રાચીન ગ્રંથભંડાર સુરીશ્વરને સમર્પણ કર્યો હતો જે આ ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું હતું. ૩. નાકમંડીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું વિશાળ મંદિર પથ્થરની બાંધણીવાળું છે. તેની ભમતીમાં પણ પ્રતિમાઓ બિરાજમાન છે. ૪. હીંગમંડીમાં શ્રીનેમનાથ ભગવાનનું નાનું મંદિર છે. છે. મોતીકટરામાં શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં ઉપરના ભાગમાં શ્રી આદીશ્વર પ્રભુ બિરાજમાન છે. બહારના ભાગમાં શ્રી સીમંધર પ્રભુ અને શ્રીઅભિનંદન જિન પ્રતિષ્ઠિત છે. મોતી કટરામાં શ્રીવાસુપૂજ્ય ભગવાનના મંદિરમાં દાદાનાં પગલાં છે. શતી કટરામાં શ્રીકેથરિયાનાથ ભગવાનના મંદિરમાં વચ્ચે નીલમની નાની પણ સુંદર પ્રતિમા છે. બહારના શોખલાઓમાં પણ પ્રતિમાઓ છે. પાછળના બગીચામાં દાદાજી અને રણધીરવિજયજીની પાદુકાઓ છે. ૮. મતી કટરામાં શ્રીસૂરપ્રભુ ભગવાનનું મંદિર છે. તેમાં શ્રીજિનકુશલસૂરિની ચરણપાદુકાઓ પણ છે. ૯ બેલનગંજમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી સુંદર મંદિર છે. મૂળનાયકની મનહર મૂર્તિ ફણાવાળી છે. બાજુમાં હીરવિજયસૂરિ, શ્રીરત્નપ્રભસૂરિ અને શ્રીવિજયધર્મસૂરિની મૂર્તિઓ છે. પાસે વિશાળ ધર્મશાળા અને તેની બાજુમાં શ્રીવિજયધર્મલક્ષમી જ્ઞાનમંદિર છે. તેમાં ૨૨૦૦૦ પુસ્તકને સારે સંગ છે અને ૮૦૦૦ જેટલાં હસ્તલિખિત પુસ્તકની પિંથીઓ છે. મંદિર, ધર્મશાળા અને જ્ઞાનમંદિર શ્રીલક્ષમીચંદજી રે શ્રીવિજયધમસૂરીશ્વરજીના ઉપદેશથી બંધાવ્યાં છે. ૫. જૈન લેખ સંગ્રહ ' ભા. ૨–ત્રીપૂરચંદ નાહર. લેખાંકઃ ૧૪૪ર. ૬. એજનઃ લેખાંકઃ ૧૫૫.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy