SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૩ ગોરીપુર. હતી. સં. ૧૭૪૭ માં શ્રીસોભાગ્યવિજયજી, સં. ૧૭૫૭ માં ઉપાધ્યાય શ્રીમેઘવિજય ણુ અને સ. ૧૮૦૫ માં ૫. શ્રીકુશળવિજય ગણિ વગેરેએ શૌરીપુરની યાત્રાઓ કર્યોની હકીકત તી માળાએ અને ઐતિહાસિક કાવ્યે પૂરી પાડે છે. આ પ્રમાણેાથી સમજાય છે કે શ્રીહીરવિજયસૂરિએ આ તીની પ્રતિષ્ઠા કરી યાત્રાના માર્ગ ખુલ્લે કર્યો ત્યારથી આ તીર્થની યાત્રા આજસુધી ચાલુ રહી છે. શ્રીહીરવિજયસૂરિએ અહીંના ઘણા રજપૂતાને પ્રતિમાધ કર્યા હતા અને તેમને જૈનધર્મીથી પરિચિત કર્યાં હતા, ત્યારથી યાત્રાળુઓને સગવડ રહેતી હતી. ', પુરાતત્ત્વની દૃષ્ટિએ શૌરીપુરનાં વ્ સાવશેષામાંથી અનેક વસ્તુએ મળી આવી છે. ` સર કનિંઘામે દર્શાવેલા ૭ ટેકરાએ આજે પણ ગઢવી (ગઢી)ના નામે એળખાય છે. તેમાંના એ ટીલાએ (ટેકરાએ) જેને ‘ પુરાણખેડા ( પ્રદ્યુમ્ન ખેડા)' અને ખીન્ત ‘ઔધખેડા (અનિરુદ્ધ ખેડા)' કહે છે તેમાં અનેક મંદિરો, મકાને, અને તેની મેાટી મેટી ઈંટો વગેરે જોઈ શકાય છે. અહીંની જૂની ધાર પર એક ઊંચી કરાય છે તેને લેાકેા કંસકરાડ” કહે છે. આ બધાં નામેાના આજે અપભ્રંશ થઈ ગયા છે પરંતુ વસ્તુત: એ બધાં સ્થળાનાં નામેા મહાભારત કાળની યાદ અપાવે છે. પુરાણુ ખેડા સાતેક હિંદુમંદિરોના ઝુમખાથી ઢંકાયું છે જ્યારે ઓ ધખેડામાં પાંચેક ચેારસ ઘૂમટવાળાં જૈનમદિરો ખડિયેરરૂપે જોવાય છે.” આ ખડેરો શૌરીપુરની પ્રાચીનકાલીન ભન્ય જાહેાજલાલીનાં સ્મારક છે. એમાં શંકા નથી. સર કનિંઘહામના કંથન પ્રમાણે આ ખંડિયેરોવાળી ભૂમિ ઉપર જૈન તેમજ અહિર પ્રજાએ લગભગ ૪૦૦ વર્ષ સુધી વસવાટ કરીને તેનું નામ ખટેશ્વર પાડયું હતું. તેમણે અહીં ૧૭૦ જેટલાં મદિરો જોયાં હતાં, જેમાં ૯ મંદિરો તે મેટાં હતાં. આ પૈકીનાં કેટલાંક મંઢિરો ઊભાં છે. તેરમા સૈકામાં અહીં શિવમ ંદિર ધાયાનું પ્રમાણ મળે છે; પરંતુ એ પહેલાં જૈનનુ આ મુખ્ય સ્થળ હતું. યમુનાના ઘાટે સ્થપાયેલાં નવાં શિવાલયાની વચ્ચે એક પ્રાચીન જૈનમ ંદિર અને જૈન ઘાટ પણ છે. સર કનિંઘહામે અહીથી અનેક પુરાણી વસ્તુએ, જેમાં મૂર્તિ એ, શિલાલેખા, તામ્રસિક્કા, પ્રસ્તરખંડા વગેરેનાં •ભગ્નાવશેષાના સંગ્રહ કર્યાં હતા અને સને ૧૮૭૦માં કાર્લાઇલે અહીંથી એકઠી કરેલી બીજી અનેક પ્રાચીન વસ્તુએ કેટલાંયે ગાડામાં ભરીને આગરા મોકલી આપી હતી. એ વસ્તુઓમાં સ. ૧૦૮૪(૯૪)ના લેખવાળી શ્રીઋષભદેવ ભગ-વાનની પ્રતિમા, ભીંત પરના જૈન શિલાલેખા અને ખીજી વિવિધ શિલ્પમૂતિ એ છે, જેના વિશે ઇતિહાસ ગવેષકાએ પ્રકાશ પાડવાની જરૂરત છે. એમાંથી જ જૈન ઇતિહાસનાં પૂરતાં પ્રમાણેા મળી રહેશે. અહીંના જૈન દેવાલયની વ્યવસ્થા યતિ ઋષભદાસના શિષ્ય ધન્નામલજી શ્વેતાંબર યતિ મહાત્મા કરતા હતા, એથી જ એ મંદિર યતિમંદિર નામે જાણીતું હતું. મ ંદિરના કંપાઉંડની સામેના ચેતરો પણ તિજીના નામે ઓળખાય છે. એ પતિની ગાદીએ આવેલા શિષ્યે દિગંબર જૈનેાના પ્રભાવમાં આવી જઈ મંદિરની વ્યવસ્થાને બહાને શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિને બદલે તેમાં શ્રીઅજિતનાથ ભગવાનની દિગબરીય મૂર્તિને સ્થાપન કરી દીધી. સરકારી ગેઝેટીયરના નકશામાં શ્રીનેમિનાથ ભગવાનનું નામ ઉલ્લેખાયું છે અને પ્રાચીન ઇતિહાસનાં અનેક પ્રમાણેા હોવા છતાં અને દિગંબરો શૌરીપુરને નેમિનાથ ભગવાનની જન્મભૂમિ માનતા ન હોવા છતાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તી માલિકીના ઝગડા ઉપસ્થિત થયે. છેવટે એના ચૂકાદા શ્વેતાંગરોના લાભમાં આવ્યું છે. તી માળાકારે આ તીર્થ ભૂમિ વિશે સાચું કહ્યું છે: “ હેા સેરિપુર રળિયામણા હે, જન્મ્યા નેમિજિણ; હેા યમુના તટનીને તટે હે, પૂજ્યાં હાઇ આણંદ્ર છ પહાડી પરનાં પાંચ જૈન મદિરા પૈકી ચાર મ ંદિર ખાલી પડચાં છે. એકમાં શ્રીનેમિનાથ ભગવાનનાં પગલાં હતાં. સ. ૧૯૬૦ માં ગ્વાલિયરનવાસી શેઠ નથમલ ગુવેચ્છાએ અહીંના આલીશાન મંદિરના છીંહાર કરાવવાનું શરૂ કર્યું. ત્યારે આગરાના જૈન સંઘે તેના વહીવટ સંભાળ્યેા. સ. ૧૯૮૧ માં તેના જીર્ણોદ્ધારનું કામ પૂરું થતાં એક મૂર્તિની મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી અને શ્રીજયંતવિજયજી મહારાજે પ્રતિષ્ઠા કરી છે. કલકત્તાવાળા શેઠ હનુમાનસિંહ લક્ષ્મીચ ંદજીએ એક નવી જૈન ધર્માંશાળા અંધાવી છે, જેથી યાત્રાળુઓને સગવડ રહે છે. * ૪. Archaeological survey of India (New series) Vol, P. 68.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy