SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૯ ' ઉપરાંત સરસ્વતીની મૂર્તિઓ જેનું જૈન પરંપરામાં મહત્વનું સ્થાન છે અને જે તીર્થકરની વાણીનું મૂર્તરૂપ છે, તેની બે મૂર્તિઓ લખનઉ સંગ્રહાલયમાં સુરક્ષિત છે. તેને ક્રમાંક જે. ૨૪ અને જે. ૩૫ છે. આ મૂર્તિઓ ઈ. સ.ના પ્રારંભની છે. આ સિવાય અહીંના કંકાલી ટીલામાંથી બે મંદિરોના અવશેષે પણ મળી આવ્યા છે. વળી, ૮૦ મૂર્તિઓ, ૧૨૦ સ્તંભે અને બીજા કેરભર્યા તેરણો વગેરેનાં કેટલાયે શિલ્પ અને શિલાલેખો મળી આવ્યા છે. આ ઉપરાંત બીજા દેવદેવીઓની મૂર્તિઓ, તંભે, તરણે, કુંભીઓ વગેરેની વિવિધ સામગ્રી મળેલી જોવાય છે. આ બધાના વર્ણનને અહીં સ્થાન નથી. ઉપર્યુક્ત નમૂનારૂપે આલેખેલી વિગતે અહીંના વેતાંબર જેનેની ભૂતકાલીન સમૃદ્ધિની ઝાંખી કરાવવા માટે પૂરતી ગણાય. - આજે અહીં શ્રાવકનાં ૮-૧૦ ઘર વિદ્યમાન છે. દિગંબરોની વસ્તી વધારે છે. ' ઘીયામંડીમાં એક પ્રાચીન શ્વેતાંબર મંદિર છે. તેને જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા સં. ૧૯૮૪ માં મુનિરાજ શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી) એ કરાવ્યો છે. વળી, રાશીનું મંદિર જ આગના સ્મરણરૂપે ઊભું થયેલું તે આજે દિગંબરેના હસ્તક છે. તેમાં ઉપાડ વિવેકહર્ષગણિએ પ્રતિષ્ઠિત કરેલી મૂતિઓ, પાદુકા–સૂપ વગેરે હતા, મળનાયક ઉપર લેખ પણ હતો. એ બધા ઉપર સાંપ્રદાયિક દષ્ટિએ હાથ ભૂસ્યા છે એ ખરેખર, શોચનીય છે. આ મંદિરના પાછળના ભાગમાં દિગંબરોએ નવીન મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. અહીં શ્વેતાંબર ધર્મશાળા થવાની જરૂર છે અહીંથી મળી આવેલી કેટલીક મૂર્તિઓ, આયાગપટ્ટો અને સ્તૂપ ઉપરના લે છે અને તેનું વર્ણન આ પ્રકારે છે– ૧. મથુરામાંથી મળેલા એક લેખવાળા કેતરકામની વચ્ચે એક સ્તૂપ છે. તેની આજુબાજુએ કઠેરો છે. તેને એક દ્વાર છે અને સ્તુપ ઉપર જ કતરેલી બે કઠેરાની હારે છે. એક મધ્યમાં ગોળાકારે અને બીજી જરા ઊંચે છે. રૂપની બંને બાજુએ એકેક નાચતી સ્ત્રી અને એ સ્ત્રીઓની પેલી પાર એકેક સ્તંભ છે. જમણી બાજુના સ્તંભને સિંહ છે અને ડાબી બાજુના સ્તંભ ઉપર “ધર્મચક્ર કેલું છે. ઊંચે સાધુઓ સ્તૂપ તરફ દોડી આવતા હોય એવા કિન્નરોની આકૃતિઓ છે. કિન્નરોને રૂંવાટાવાળું શરીર અને મનુષ્ય જેવું મુખ છે. સાધુઓ નગ્ન છે. બે કઠેરાની હેરોની વચ્ચે જે છ લીટીને લેખ છે, તેની લિપિ ઈ. સ. પૂર્વે ૫૦ ની હોય તેમ લાગે છે. તે લેખ આ પ્રકારે છે____(१) नमो अरहतो वधमानस दंदाये गणिका(२)ये. लेण शोभिकाये धितु शमणसनिकाये (३) नादाये गणिकाये वासये आरहता देवकुले (४) आयगसभा प्रपा शिलापटा प्रतिस्ठापितं निगमा(५)ना अरहतायतने सह मातरे भगिनिये धितरे पुत्रेण (६) सबिन च परिजनेन अरहतपुजाये ।।" –અર્વત વર્ધમાનને નમસ્કાર. ગણિકા દંડાની પુત્રી ગણિકા નંદાએ વેપારીઓના આહંત દેવાલયમાં શ્રમણ સમૂહને રહેવા માટે તથા અર્વતની પૂજા માટે એક નાનું આહત-દેવાલય, આચાર્યો માટે બેઠકે, એક (પાણી) વાવ, અને એક શિલાપટ્ટ (દેવાલયનું પુણ્ય) માતા, બહેન, પુત્રી અને સગાંઓ સાથે (ભેગવવાને) કરાવ્યાં. આ સ્તુપ આકારમાં તથા દેખાવમાં આજસુધી મળી આવેલા બૌદ્ધ સ્તૂપને એટલે બધું મળી આવે છે કે જે આ જૈન લેખ ન હતા તે તેને બૌદ્ધ સ્તૂપ તરીકે જ ગણવામાં આવ્યું હોત. * ૨. કશાન સંવત્ ના લેખવાળી મથુરાના કંકાલી ટીલામાંથી મળેલી મૂર્તિ આજે લખનૌ મ્યુઝિયમમાં છે. પર્ણસનસ્થ આ મૂર્તિનું મસ્તક ખંડિત છે. મૂર્તિની જમણી બાજુએ બે પુરુષે હાથ જોડીને ઊભા છે અને ડાબી બાજુએ એક સ્ત્રી ઊભેલી છે. તેના ઉપર લેખ અપભ્રણ સંત ભાષામાં આ પ. " सिद्धं सं० ९ हे० ३ दि० १० ग्रहमित्रस्य धितु शीवशिरिस्य वधु एकडलस्य कोट्टियातो गणातो आर्यतरिकस्य कुटुम्बिनिये નિજારો તો વૈરાતો શાવતો નિર્તના પાયે તિ- ” .. . . . :
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy