SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ કરર જૈન તીર્થ સરસપ્રહ. અહિચ્છત્રા – પ્રાચીન ગ્રંથમાં અહિક્ષેત્ર, અધિક્ષેત્ર અથવા અહિચ્છત્રાનું નામ ઉલેખાયેલું જોવાય છે. જેના પ્રાચીન સૂત્રગ્રંથે – જ્ઞાતાધર્મકથા,” “આવશ્યનિયુક્ત” આદિ ગ્રંથમાં અહિચ્છત્રાને તીર્થસ્થાન તરીકે ઓળખાવ્યું છે. “આવશ્યકનિર્યુક્તિ માં - તેને આ પ્રકારે ઉલ્લેખ કરે છે – " गजाग्रपदे दशार्णकूटवर्तिनि तथा तक्षशिलायां धर्मचक्रे तथा अहिच्छत्रायां पार्श्वनाथस्य धरणेन्द्रमहिमास्थाने ॥" ધરણેન્દ્ર શ્રી પાર્શ્વનાથ ભગવાનને મહિમા કર્યો હતે એવું “અહિચ્છત્રા” નામક તીર્થ. અહિચ્છત્રાને અર્થ નાગફણા અથવા નાગના ફણાની છત્રી એ થાય છે. “વિવિધ તીર્થકલ્પ'માં શ્રીજિનપ્રભસૂરિ આ સાર્થક નામને મર્મ ખુલ્લે કરતાં કહે છે :– શ્રી પાર્શ્વનાથ ભગવાન છવાસ્થપણુમાં વિહાર કરતા સંખવઈ (શંખાવટી) નગરીમાં પધાર્યા અને ત્યાં કાઉસગ ધ્યાને ઊભા રહ્યા ત્યારે કમઠ નામના અસુરે ઉપસર્ગ કરવા અવિચિછન ધારાથી વષો કરી. જ્યારે ભગવાનને નાસિકા સુધી પાણી આવી પહોંચ્યું ત્યારે ધરણેન્દ્ર નામના નાગરાજે આવીને પિતાની ફણા ઉપર ભગવાનને ઉપાડી લીધા. ત્યારથી આ નગરીનું નામ અહિચ્છત્રા પડ્યું.” આ અહિચ્છત્રા તીર્થ ક્યાં આવ્યું? શોધખોળ કરનાર વિદ્વાનોએ પ્રાચીનકાળમાં અહિચ્છત્રા નામનાં એક કરતાં વધારે સ્થળે હતાં એવું નક્કી કર્યું છે. “વિવિધતીર્થક૯૫”માં જણાવ્યા પ્રમાણે કુર-જાંગલ દેશમાં અહિચ્છત્રપુર છે જેને જોધપુર રાજ્યના ઉત્તરવિભાગમાં આવેલું હાલનું ‘નાગોર” હેવાનું પં. ગૌરીશંકર ઓઝા જણાવે છે. એ સિવાય સિંધમાં એક અહિચ્છત્રપુર હતું અને પ્રાચીનકાળના ઉત્તર પાંચાલની રાજધાનીનું નગર અહિચ્છત્રા હતું. આ પુરાતન તીર્થ અહિચ્છત્ર નગર આજે બરેલી જિલ્લામાં આવેલા એઓનલા નામના ગામથી ઉત્તરમાં ૮ માઈલ દૂર રામનગર શહેર છે, ત્યાંથી દક્ષિણમાં ૩ માઈલના ઘેરાવામાં કેટલાંક ખંડિયેરે પડ્યાં છે. આ ખંડિયેરવાળી જગા પ્રાચીન અહિચ્છત્રા તરીકે પુરાતત્ત્વવેત્તાઓએ ઓળખી કાઢી છે. મહાભારતમાં અહિચ્છત્રાને ઉલ્લેખ છે. તેમાં જણાવ્યા મુજબ જૂના પાંચાલ દેશના બે ભાગ થતાં ગંગાના દક્ષિણ કાંઠા ઉપર ચર્મણવતી નદી સુધીને પ્રદેશ, જેનું મુખ્ય શહેર “કાંપિલ્ય” હતું તે દ્રુપદને મળે અને ઉત્તર પાંચાલને અહિચ્છત્ર દેશ અને તેની રાજધાનીનું નગર અહિચ્છત્રાપુરી દ્રોણાચાર્યને મળ્યાં. મહાભારતની જેમ પ્રાચીન બ્રાહ્મણ સાહિત્યમાં તેમજ બૌદ્ધ સાહિત્યમાં પણ અહિરછત્રાને ગૌરવભર્યો ઉલ્લેખ મળી આવે છે. એ ગ્રંથની હકીકતે જોતાં ઈ. સ. પૂર્વે ૪૦૦ વર્ષથી તે ઈ. સ. ના ૬૦૦-૭૦૦ વર્ષ સુધી અહિચ્છત્રા નગરી આબાદ હતી, એમ જણાય છે. આ દેશના વતનીઓ અહિં છત્ર કહેવાતા હતા. અહીંના વતનીઓની રહેણીકરણી પવિત્ર હતી એમ “ કામસૂત્ર'ના રચયિતા વાસ્યાયને નેણું છે. “ગાથાસત્તસઈમાં પણ આ નગરીને ઉલ્લેખ કરે છે. ઈ. સ. ની બીજી શતાબ્દીના પધમાં ભારત પ્રવાસે આવેલા ખગોળવેત્તા ટેલેમીએ જેને Adisadra (અડસઠ્ઠા) નામે ઓળખાયું છે તે જ આ પ્રાચીન નગરી અહિચ્છત્રા છે. અહીંથી એક બ્રાહ્મીલિપિને લેખ મળી આવે છે તેમાં અહિચ્છત્રાને ગ્રીક શબ્દમાં ઓડિસડર” નામ આપ્યું છે. અહીંથી મળી આવેલી જૈન મૂર્તિઓ ઉપર કનિષ્ક સંવત્ ૪૦, હવિષ્ક સં. ૪૦ અને ૭૪ ના ઉલ્લેખ મળે છે, એ ઉપરથી જણાય છે કે, ઈ. સ. પૂર્વે અહીંના જૈન તીર્થને મહિમા જળહળ હતે. . મહારાજા હરિગુપ્તને એક સુવર્ણ સિકો અહીંથી મળી આવ્યું છે. એક તરફ મારા પિતા અને બીજી તરફ ફૂલવાળા કળશનું ચિહ્ન આપેલું છે. હરિગુપ્ત આ અહિચ્છત્રા પ્રદેશના ગુપ્તવંશી રાજા હતા અને પાછળથી તેમણે . ૧. જનાગરી ગ્રાચાીિ પત્રિા ” -ભા.-૨, પૃ. ૩૨૯. 2. Epigrafia Indica, vol. 3, P. 253.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy