SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ જૈન તીર્થ સર્વસંગ્રહ હતા. એ ગંધહતિએ “આચારાંગ–વિવરણ વિ. સં. ૨૦૦ વીત્યા પછી લખ્યું એમ હિમવદાચાર્યવૃત “ઘેરાવલી જણાવે છે. આ વિદ્યાને વાચકડુંગવ શ્રીઉમાસ્વાતિને “તત્વાર્થ–ભાષ્ય” ઉપર “ગંધહસ્તિ” નામે ૮૦૦૦૦ પ્રમાણે મહાભાષ્ય અને અગિયાર અંગે ઉપર વ્યાખ્યાઓ રચી હેવાનું પણ જણાય છે. • એ પછીને ઈતિહાસ અહીંના રાજકીય ઇતિહાસ સાથે ગૂંથાયે છે. કલશ્રી નરેશે આ પ્રદેશ ઉપર રાત્ય કરતા હતા. તેમની રાજધાની ત્રિપુરીમાં હતી, જેને ચેદી દેશ પણ કહેવામાં આવતું. તેઓ મોટે ભાગે જૈન ધર્મને પિષક હતા; એનું પ્રમાણ એ છે કે, તેઓ જૈનધમી રાષ્ટ્રફટ રાજાઓની સાથે ઘનિષ્ટ સંબંધમાં આવ્યા હતા. આ રાજવંશમાં વિવાહ સંબંધ પણ હતા. ઈ. સ. ની સાતમી શતાબ્દીમાં શંકરગણ નામક રાજા, જે જૈનધર્મને અનુયાયી હતે, તેણે કુલ્પાકનું મંદિર બંધાવી, તેમાં માણિજ્ય સ્વામીની મૂર્તિને પ્રતિષ્ઠિત કરાવી, એટલું જ નહિ, તેણે એ તીર્થની રક્ષા માટે ૧૨ ગામ ભેટ કર્યા હતાં. કલશ્રી કાળને શિલાલેખ બહુરીબંદ આદિ કેટલાંક સ્થાનની જેમ મૂર્તિઓને છોડીને મળી આવતા નથી. ત્રિપુરીમાંથી કેટલાયે જૈન અવશેષે મળી આવ્યાં છે. એક શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિ, જેમાં યક્ષિણી અંબિકા દેવી પણ છે, તે લેખ સાથેની મળી આવી છે. તે લેખમાં જણાવ્યું છે કે-“માનાદિત્યની પત્ની સેમ તમને જ પ્રણામ કરે છે.' - બારમી શતાબ્દીમાં સિરપુરમાં અંતરિક્ષ પાર્શ્વનાથની સ્થાપના માલધારી શ્રી અભયદેવસૂરિ હસ્તક થયેલી છે. એ પછી જેને સાધુઓ અને જૈન સંઘે આ અંતરિક્ષ, ભાદક, કુપાક વગેરે તીર્થોની યાત્રાએ આવતા હતા; એમ જણાય છે. શ્રીજિનપ્રભસૂરિ(ચૌદમ સકે)એ આ તીર્થોને સ્વયં નિહાળી તે તીર્થોને ઈતિહાસ “વિવિધ તીર્થક૫માં આલેખે છે. એ પછીના યાત્રીઓમાં જૈન સાધુઓએ રચેલી તીર્થમાળાઓમાં આ પ્રદેશનું જાતમાહિતીનું વર્ણન મળે છે. વળી, બારમા સિકાના સુંદર નમૂનારૂપ ભગવાન મહાવીરની પ્રતિમા પણ આ પ્રદેશમાંથી મળી આવેલી છે. સિવાય અહીંના ખેરમાઈમાં રહેલી પ્રતિમાઓના ઢગલાઓમાં કેટલીયે જૈન પ્રતિમાઓના અવશે હાથ લાગ્યાં છે. આવાં અનેક અવશે જ્યાં ત્યાં આ પ્રદેશમાં પડેલાં છે. કેટલાયે મંદિર જેનેતએ પચાવી પાડ્યાં છે. ડે હીરાલાલના મત પ્રમાણે કરા મઠની કારીગરી ૯-૧૦ મી શતાબ્દીની જણાય છે. પુરાતત્વો અને જૈન મંદિર બતાવે છે. ૭ અરેઠા, બિલહરી અને બડગામમાં આવાં મંદિરના અવશેની ખેર નથી. એક માત્ર આરંગનું પ્રાચીન જૈન મંદિર બચી શક્યું છે તે એટલા માટે કે તેમાં જેન મૂતિ રહી જવા પામી છે. નહિતર એનું પણ ક્યારનુંયે રૂપાંતર થઈ ગયું હત. ત્રિપુરી, બિલહરી, ડુંગરગઢ, કામઠા, બાલાઘાટ, આમગાંવ, અને બડગાંવ આદિ કેટલાંક સ્થાનોમાં કેટલાક સ્તંભે ઉપર સ્વસ્તિક, નન્હાવ, મીનયુગલ અને કુંભકલશ વગેરે ચિહને જોવામાં આવે છે અને જિનમૂતિઓ પણ મળી આવે છે. નિસંદેહ આ અવશે જૈન મંદિર સાથે સંબંધ ધરાવે છે આ બધાં પ્રમાણથી જણાય છે કે અહીં જેન મંદિરે પ્રચુર પ્રમાણમાં અવશ્ય હતાં જે દક્ષિણ ભારતની માફક અજેને હાથ પડ્યાં છે. હનુમાનતાલના જૈન મંદિરમાં મૂર્તિવિધાન શાસ્ત્રની દષ્ટિએ અનોખી કેટલીક મૂર્તિઓ સુરક્ષિત છે. ભાદક અને અંતરિક્ષ તીર્થોમાંના મૂળનાયકની મૂર્તિઓ અધ પદ્માસનસ્થ અને પ્રાચીન છે; જેને ઈતિહાસ તે તે સ્થળે આવે છે. ૫. હિમદાચાર્ય કૃત “વિસાવલી” પૃ. ૯ ૬ “ધર્મયુગ' તા. ૧૬૯-૫૧ ૭. “મંડલામખપૃ૦ ૭૯ ૮. “જ્ઞાનોદય' માસિકમાં મુનિ શ્રીકાન્તિસાગરજીનો લેખ–“યે ઉપેક્ષિત અવ' વર્ષ : ૩, અંક: ૧૨. :
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy