SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જૈન તીર્થ સર્વસંગ્રહ પ્રેરણાથી માણિક્યસ્વામીનું પ્રાચીન બિંબ શોધી કાઢ્યું. એ મૂર્તિના ન્હવણજળથી મરકીને શાંત કરી. તે પછી મૂર્તિ માટે કુલ્પાક જેવું પવિત્ર સ્થળ નક્કી થતાં એ પરમહંત એવા શંકર રાજાએ સં. ૬૮૦ માં ભવ્ય મંદિર બંધાવી, તેના નિભાવ ખર્ચ માટે બાર ગામનું શાસન લખી આપ્યું.” શકરગણુ રાજાને ઉપર નિર્દિષ્ટ સમય પણ ઇતિહાસ સાથે બંધબેસતે છે. એટલે આ હકીકતમાં સંદેહને અવકાશ નથી. આ શંકરગણ તાંબરાચાર્યોને ઉપાસક હતું, જે છે આ તીર્થની સ્થાપના કરી. કેમકે આ તીર્થની મહત્તાનાં જે વર્ણને શ્રીજિનપ્રભસૂરિ અને તે પછીના વિદ્વાન વેતાંબરાચાર્યોએ અને યાત્રીઓએ કર્યા છે તે એ પ્રાચીન પરંપરાને ખ્યાલ આપે છે. વળી, આ શંકરગણ તેમજ કોંકણુના સીલ્હરે, હલસીના કદંબે, અને મહિસરના હાયસાલે જે ચૌલુક્ય વંશના જેન રાજવીઓ તરીકે ખ્યાત હતા, તેમને ઉલ્લેખ દિગંબર શિલાલેખોમાં નહીવત્ આવે છે, તેથી જ તેઓ શ્વેતાંબર જૈન પરંપરાના અનુયાયીઓ હવાનું પુરવાર થાય છે. એ પછી તે જેને તરફના તેજોદ્દેષના કારણે કલચુરીવંશના શૈવધમી રાજાઓએ ભયંકર અત્યાચાર કર્યા. દાખલા ઈતિહાસમાંથી મળી આવે છે. એ સમયે આ તીર્થ એમના હુમલાઓમાંથી બચી શક્યું નહોતું. બારમી સદીમાં લિંગાયત ધમે ભારે જોર પકડયું, જેમાં વિજલ નામના જૈન રાજવીના મંત્રી વસવરાયે એમાં મેટા ભાગ ભજ. ઈતિહાસ કહે છે કે, વિજજલરાયને કપટથી કૂવામાં નાખીને મારી નાખવામાં આવ્યું અને વસવ તેમજ તેના ભાણેજ ચન્નવસવે વિજલના મરણને વિજ્યોત્સવ મનાવી લિંગાયત ધર્મને પુનરુદ્ધાર કર્યો. એ સ્પષ્ટ છે કે તેમણે કલ્યાણીમાંથી જૈનધર્મને નામશેષ કરી મૂક્યો. લકવાયકા એવી છે કે વસવરાયે કુાકના જૈન મંદિરમાંથી મૂર્તિઓને ફેંકી દઈ તે જ મંદિરમાં શિવલિંગની સ્થાપના કરી. એ મંદિરને સોમનાથનું મંદિર” કહેવામાં આવે છે, જે આજે પણ વિદ્યમાન છે. જેનેએ નજીકમાં નવું જૈન મંદિર તૈયાર કરાવી તેમાં માણિક્યસ્વામીની પુનઃ પ્રતિષ્ઠા કરી, એ જ જૈન મંદિર ઉપર્યુક્ત સેમનાથ મંદિરથી ૨૦૦ ફીટ દૂર ઊભું છે. મતલબ કે, લગભગ સાતમા-આઠમા સૈકા પછી બારમા સૈકા સુધી આ તીર્થને મોટા ખરાબાઓમાંથી પસાર થવું પડયું અને લગભગ તેરમી સદીમાં આ પ્રાચીન તીર્થ નવા સ્વાંગમાં ઊભું થયું. સં. ૧૩૩૩, સં. ૧૪૬૫, સં. ૧૪૭૫, સં. ૧૪૭૯; સં. ૧૪૮૧, સં. ૧૪૮૩, સં. ૧૪૮૭, સં. ૧૬૬૫, સં. ૧૭૬૭ અને સં. ૧૯૬૬ સુધીના લેખ અહીંની મૂર્તિઓ ઉપરથી મળી આવે છે જે પ્રગટ થયેલા છે. * આ લેખો ઉપરથી પ્રગટ થાય છે કે જુદા જુદા આચાર્યોએ ઉપર્યુક્ત સાલમાં આ તીર્થના ઉદ્ધાર માટે પ્રયત્ન. કર્યા અને મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી. આ પવિત્ર તીર્થને છેલ્લો ઉદ્ધાર યતિવર્ય શ્રી શાંતિવિજયજીએ સં. ૧૯૬૫-૬૬ માં કરાવ્યું છે. આજે આ મંદિર કુલ્યાક ગામના મેટર રસ્તા ઉપર ૪૦૦ ફીટ લાંબા-પહોળા કેટમાં ધર્મશાળાની મધ્યમાં આવેલું છે. આ પૂર્વાભિમુખ મંદિરની ઊંચાઈ જમીનની સપાટીથી તે શિખર સુધી ૬૮ ફીટની છે. પ્રાચીન શિખરને સમરાવવામાં આવ્યું છે અને શ્રીમાણિયસ્વામીના ગભારાની બંને બાજુના ગભારામાં સીધે પ્રવેશ કરી શકાય એ માટે નવાં પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યાં છે. એક ગભારામાંથી બીજા ગભારામાં પ્રવેશી શકાય એવી અંદરથી જ બારીઓ મૂકવામાં આવી છે. મૂળનાયકની ગાદીમાં નીચે મુજબના લેખ છે -- " स्वस्ति श्रीमत्पदांभोजभेजुषां सम्मुखी सदा । तस्मै देवाधिदेवाय श्रीआदिप्रभवे नमः ॥ संवत १७६७ वर्षे चैत्र शुद्धदशमी पुष्यार्कदिने विजयमुहूर्ते श्रीमाणिक्यस्वामिनाम्नः आदीश्वरभगवतो बिबरत्नं प्रतिष्ठितं । दिल्लीश्वर पातशाह श्रीओरंगजेब आलमगीर पुत्र पातशाह श्रीवहादरशाह विजयराज्ये सुब्बादार नवाब महमदयुसुफखानवहादरसहाय्यात् ૧. ‘વિવિધ તીર્થકલ્પ'માં “શ્રીમાણિકદેવક૯૫'. . ૨. જૈન સત્યપ્રકાશ” વર્ષ: ૬, અંક: ૧૨ મો અને “તીર્થક્ષેત્ર પાક”—લેખકઃ યતિવર્ય બાલચંદ્રાચાર્ય
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy