SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ જૈન તીર્થ સર્વસંગ્રહ નામ આર્યપુર હતું. સને ૬૩૪ને લેખ અહીંથી મળી આવે છે. સાતમ-આઠમી સદીમાં પશ્ચિમી ચૌલુક્યોની રાજધાનીનું આ શહેર હતું. - ગામથી નૈઋત્ય ખૂણામાં એક ખડકવાળી ટેકરી ઉપર જૈન ગુફા આવેલી છે. ગુફાની પડસાલ ૩ર૪૭ ફીટ લાંબીપહોળી છે. પડસાલમાં ચાર ચેરસ સ્તંભે છે. તેની છતમાં મઘર અને ફૂલે વગેરેની કેરણી કરેલી છે. ભીંતની ડાબી બાજુએ સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. તેમની આસપાસ નાગનાગિણીઓ પરિચર્યા અથે ઊભેલાં લેવાય છે. આ મૂર્તિના છેડે એક જિનમૂર્તિ છે અને બે સ્ત્રીઓ સેવા માટે ઊભેલી બતાવી છે. મૂર્તિની પાછળ ઝાડ છે અને તેની ડાળીઓમાં બે આકૃતિઓ બતાવી છે. - પડસાલમાંથી એક દ્વાર વાટે ઓરડામાં જવાય છે. બે સ્તંભેથી પ્રવેશદ્વાર બે વિભાગમાં વહેંચાઈ ગયું છે, ઓરડો ૧૫ ફીટ લાંબો અને ૧૭ ફીટ ૮ ઈંચ પહેળે છે, તેની છતની મધ્યમાં કમળ ઉપસાવેલું છે અને ખૂણાઓમાં બીજા ચાર કમળની કેરણી છે. કમળની આસપાસ મઘર, માછલાં, ફૂલે અને માનવીનાં માથાં વગેરે બતાવ્યું છે. ખંડના પાછલા ભાગમાં બે દ્વારપાલે પૈકી એકની સેવામાં એક ઠીંગણી સ્ત્રી બતાવ્યાં છે. અંદરનું મંદિર ૮૦ ફીટ સમરસ છે. મધ્યમાં એક તીર્થકરની મૂર્તિ બિરાજમાન છે. એારડાની ડાબી બાજુએ અને મંદિરની ભીંત ઉપર સિંહાસનમાં શ્રી મહાવીર પ્રભુ બિરાજમાન છે. પાછલી ભીંતના મધ્યભાગમાં અમરધારીઓ સાથે બાર આકૃતિઓ બતાવી છેઆમાંની. કેટલીક આકૃતિઓ હાથી ઉપર બેઠેલી છે. તેઓ પ્રભુના વંદન નિમિત્તે જઈ રહ્યા હોય એવો ભાવ દર્શાવેલો જણાય છે. અહીં બે શિલાલેખે છે, જેમાંને એક શક સં. ૨૦૭ અને બીજે સં. ૫૫૬ ને પુલકેશી બીજાના સમયને છે." વલ્લીની જૈન ગુફા કૃષ્ણા નદીના કાંઠે ઉંડાવલી ગામની પાસે ઐવલી નામે ગામ છે. ગામથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં એક ખડકવાળી ટેકરી છે. ત્યાંથી ઉત્તર-પૂર્વમાં એક જૈન ગુફા આવેલી છે. ગુફાની આગળનો ભાગ દક્ષિણપશ્ચિમ દિશામાં છે. ગુફાની એાસરીમાં ચાર થાંભલાઓ છે. ઓસરી ૩ર ફીટ લાંબી અને ૧૭ ફીટ પહોળી છે. એની છતમાં કુલ અને વેલેની કતરણ કરેલી છે. ઓરડામાં ડાબી બાજુએ સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિની જમણી બાજુએ એક પુરુષ અને સ્ત્રી સર્પફણાની નીચે ઊભેલાં છે. બીજી બાજુએ બે સ્ત્રીઓની આકૃતિ કોતરેલી છે. તેની પાછળ વૃક્ષની ડાળીઓ અને બે આકારે દર્શાવ્યા છે. પડસાલની લંબાઈ ૧૫ ફીટ, પહોળાઈ ૧૭ ફીટ ૮ ઈંચ, અને ઊંચાઈ ૭ ફીટ ૧૧ ઈચની છે. છતના મધ્ય ભાગમાં એક મેટું કમલ અદ્ધર લટકેલું હોય એવો દેખાવ કર્યો છે. બીજી ખૂણાઓમાં ૪ બીજા કમળની * આકૃતિઓ છે. મધ્યમાં માછલીઓ, ફૂલ અને માનવીનાં મસ્તકેનાં ચિહ્ન દર્શાવ્યાં છે. પડસાલની પાછળ જમણી તરફ હાથી ઉપર બેઠેલે એક દ્વારપાલ વસ્ત્રાભૂષણથી સજ્જ થયેલે દર્શાવે છે. તેને બે હાથમાં કમળને આકાર છે. ડાબી બાજુએ એ જ દ્વારપાલ એકે ઠીંગણી સ્ત્રી સાથે હાથમાં પૂજાની સામગ્રી સાથે બતાવ્યું છે. પડસાલમાંથી ત્રણ પગથિયાં ચડીને એક કારમાં પ્રવેશ કરતાં તીર્થંકર ભગવાનની મૂર્તિ બિરાજમાન જોવાય છે. પડસાલની જમણી તેમજ ડાબી બાજુએ બે ઓરડીએ બનાવેલી છે. તેમાંની એક ઓરડીની ત્રણ દીવાલમાં સુંદર કરણી કરેલી છે. મધ્યમાં શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. તેમની પાછળ કેટલાક ભક્તો અને પારીઓ ઊભા છે. પ્રભુની જમણી બાજુએ મસ્તક ઉપરના સપની ફણાવાળો એક માનવી પોતાના સેવક સાથે પૂજા કરતે વાય છે. એ માનવી પાછળ ૧૨ માણસની આકૃતિઓ જોવાય છે. એક ખૂણામાં હાથી ઉપર બેઠેલા ૩ ભક્તોની આકૃતિઓ છે. આ ઓરડીમાંના ચિત્રમાં ચીરા પડેલા છે 9. Cave temples of India, chapter : 2. 3. Archaeological survey of the Bombay Presidensy, P. 37, 38.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy