SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૩s જેન તીર્થ સર્વસંગ્રહ મહારાષ્ટ્રનું સોપારા પ્રાચીન કાળમાં જેનધર્મનું કેંદ્ર હતું. જૈન શમના શૂરિક ગચ્છની ઉત્પત્તિ આ નગરના નામ ઉપરથી અસ્તિત્વમાં આવી હતી. અહીં અનેક આચાર્યો આવ્યાનાં અને કેટલાયે જૈન મંદિરે વિદ્યમાન હવાનાં પ્રમાણે મળે છે. આચાર્ય વજુસેન, આર્ય સમુદ્ર, અને આર્ય મંગુએ અહીં વિહાર કર્યો હતો. સપારાથી ૨ માઈલ. દૂર આવેલા નાળા ગામમાં એક જૈન મંદિર છે તેમાં ઘણી પ્રાચીન મૂર્તિઓ જેવામાં આવે છે. ચૌદમી સદીના. શ્રીજિનપ્રભસૂરિએ સોપારામાં શ્રી ઋષભદેવનું મંદિર હોવાનું જણાવ્યું છે. સોપારામાંથી મળી આવેલી કેટલીયે મૂર્તિઓ. નાળા અને અગાશીના મંદિરમાં સુરક્ષિત છે. આ મૂર્તિઓમાં એક સ્ફટિકની મૂર્તિ પણ છે. કાળ અને સંઘ અહીંનાં જૈન મંદિર અને જેનેની વસ્તીને હાનિ પહોંચાડી પણ અંતરાલે પડેલાં કેટલાયે મંદિરે સુરક્ષિત છે અને બીજા પ્રાંતે કરતાં દિગંબર જૈનેની સંખ્યા આ પ્રદેશમાં હજી અધિક પ્રમાણમાં કાયમ છે; એની વિસ્તૃત માહિતી “મદ્રાસ મસુર પ્રાંતકે જૈન સ્મારક”માં આપેલી છે. શ્વેતાંબર જૈન મંદિરો આ પ્રદેશમાં અત્યારે છે તે તે ગુજરાત-મારવાડથી વેપાર નિમિત્તે ગયેલા જેનેએ બંધાવેલાં પાછલા કાળનાં છે. પ્રાચીનકાળમાં તાંબર મંદિર , વૈષ્ણવે કે દિગંબરોએ અપનાવી લીધાં હોય એમ જણાય છે. અમે દક્ષિણના પ્રદેશમાં રહેલી કેટલીક જૈન ગુફાઓને આમાં પરિચય આપે છે. એ ગુફાઓ શ્વેતાંબર અને દિગંબર બંને પ્રકારના સાધુઓ ઉપયોગમાં લેતા હતા. કેટલીક ગુફાઓમાંથી મળી આવતા લેખે તે આ પ્રદેશમાં. દિગંબરની પ્રધાનતાના કારણને જ આભારી છે. એક ગુફામાંથી મળેલા પાંચમા સૈકાના મૃગેશવર્માને શિલાલેખ એ વાતનું સમર્થન કરે છે, જેમાં શ્વેતાંબર, દિગંબર અને આહત મંદિરને માટે કાલબંગ ગામની ઉપજને ભાગ વહેંચી આપવામાં આવ્યા હતા. આર્ય કાલસૂરિએ મહારાષ્ટ્રની એક ગુફામાં નિવાસ કર્યાને ઉલેખ પણ એ વાતને બીજે. પુરાવે છે. વળી, અહીં ઐતિહાસિક દૃષ્ટિએ એ ખુલાસે કરે જરૂરી છે કે, મૂર્તિઓ નગ્ન લેવા માત્રથી તે દિગંબર સંપ્રદાયની છે એમ માની લેવા જેવું નઘી, કેમકે શ્વેતાંબરો નગ્ન અને અનગ્ન બને મૂર્તિઓને માનતા આવ્યા છે, જેનું પ્રમાણ મથુરાના કંકાળી ટીલામાંથી નીકળેલી મૂર્તિઓ અને શિલાલેખથી પુરવાર થાય છે. એ નગ્ન મૂર્તિઓ ઉપર. શ્વેતાંબરાચાર્યોએ પ્રતિષ્ઠા કર્યાને લેખ પ્રાપ્ત થયા છે. આ પ્રદેશમાંથી જે પ્રાચીન મૂર્તિઓ પ્રાપ્ત થયેલી છે તેને મૂર્તિવિધાન શાસ્ત્રની દૃષ્ટિએ જોવાની જરૂરત છે. વળી, સિત્તાનવાસલ, અન્નાવાલ, ગુડીવાડા, કુલપાક તીર્થ, ઈલેરા, મદ્રાસ મ્યુઝિયમ, હૈદ્રાબાદ મ્યુઝિયમ, બેઝવાડા મ્યુઝિયમ, વગેરે સ્થળોમાં રહેલી જૈન મૂર્તિઓ અને શિલ્પને કળા અને ઈતિહાસની તુલનાત્મક દ્રષ્ટિએ અભ્યાસ કરવામાં આવે તે શ્વેતાંબર જૈનેના ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેરી શકાય એવી સામગ્રી વિદ્વાનોને જણાઈ આવશે. સિંહલદીપમાં પણ જૈનધર્મને પ્રચાર થયે હેય એમ બદ્ધોના “મહાવંશ કાવ્ય”થી જણાય છે. એ કાવ્યને ર્તા મહાનાભ ઈ. સ. ના પાંચમા સૈકામાં થઈ ગયું. તેણે પિતાના સમયમાં રાજા પડકાભવની રાજધાની અનુરાધપુરમાં નિગ્રંથ સાધુઓનાં દેવાલ અને ઉપાશ્રયે હેવાની હકીકત નેધી છે. એ ઉપરથી એટલું તે માનવું જ ઘટે કે સિંહલકીપમાં ઈ. સ. ના પાંચમા સૈકા પૂર્વે જૈનધર્મો પ્રવેશ કર્યો હતે જે પાંચમા સૈકા સુધીમાં ખૂબ વિકાસ પામી: ચૂક્યો હતે. ૧૨ ૧૧. શ્રી. રણછોડ્યાલ ઘ. જ્ઞાનીઃ “સુવાસ – પારાના પ્રાચીન અવશેષોની શોધ ૧૯૫–ચૈત્ર માસને અંક 92. M. S. Ramswami Ingar-South Indian Jainism, P. 32
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy