SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ જનતીર્થ સર્વસંગ્રહ પુલકેશી પહેલાએ અલક્ત નગરમાં જેન મંદિર બંધાવ્યું. આ પુલકેશીએ અશ્વમેધ પણ કર્યો હતો અને જૈન મંદિરને દાનપત્ર પણ આપ્યું હતું. એ પછી કીર્તિવમાં પ્રથમના રાજ્યમાં પણ જૈનધર્મને તે જ રાલ્યાશ્રય ચાલુ રહ્યો. પુલકેશીઓ પછી પલ્લો બળવાન થયા. તેમણે વાતાપી ઉપર, અધિકાર કરી કરી લઈ લીધું. એ રાજાઓના સમયમાં જેનધર્મને વધારે બળ મળ્યું એ સ્પષ્ટ છે. જેના પલ્લવ રાજાઓના લેખો મુખ્યત્વે પ્રાકૃતભાષામાં લખાયેલા મળે છે. એ પૈકી એકમાં શિવછંદ (શિવકુમાર)ને ઉલ્લેખ છે ને તેમાં લિમ્ શબ્દથી શરૂઆત કરેલી છે જે તેના જેનત્વનું સૂચન કરે છે. પલ્લવસમ્રાટ મહેન્દ્રવર્મને નિર્માણ કરેલું સિત્તાનવાસવનું જૈન ગુફામંદિર એ વાતનું પ્રમાણ આપે છે. ચાલુક્યોના માંડલિકે પૈકી મેટા એવા ત્રણ કંકણના શિવહરે, હલસીને કદંબ અને મેસુરના હોય સાલ જૈન રાજા હતા. આ રાજાઓ કટોકટીના સમયે પણ જૈનધર્મને આશ્રય આપતા બંધ પડયા હતા. સૌત્તિ (બેલગામ પ્રાંત)ને એક જૈન મંદિરને તેમણે દાનપત્ર આપ્યું હતું. તૈલપના પૌત્ર જયસિંહ ત્રીજાએ જેનેના કેંદ્રધામ પલિકેરેમાં પિતાની રાજધાની કરી હતી. કહે છે કે તેની રાણે મુગ્ગલદેવી વીરવ હતી, તેને કારણે તે વીરશૈવ છે. પછી તેણે જેને પર જુલમ કર્યાની હકીકત “બસવપુરાણ” અને “ચન્નળસવ પુરાણમાં જણાવી છે. આમ છતાં થોડા વખત પછી જેનેએ રાજ્યાશ્રય મેળવી પિતાની ધાર્મિક સત્તા ફરી જમાવી દીધી હોય એમ સેમેશ્વર પ્રથમ– ત્રેયમલ્લે ઈંદ્રકીતિ નામના જૈનાચાર્યને આપેલી બક્ષિસ ઉપરથી જણાય છે. એ પછી ચોલુક્યો ઉપર ચડાઈ કરનાર, ચૌલ રાજાએ શૈવ સંપ્રદાયને વધારવાનો પ્રયત્ન કર્યો. તેણે પુલિગેરે અને લઉમેશ્વરનાં જૈન મંદિરને નાશ કર્યો, પરંતુ સેમેશ્વર બીજાને એક માંડલિકે એ મંદિરને સમરાવ્યાં. એ પછી કલચુરી વંશના સેનાપતિ વિજલરાય, જે ચુસ્ત જેન હતા, તે ચૌલુક્ય સત્તા છીનવી લઈ રાજા થયે ત્યારે તેના મંત્રી બસ જેનધર્મ સામે ભયંકર પ્રપંચજાળ ગઢવી દીધી, પરિણામે વીરશૈવ ધર્મના પ્રબળ જુવારથી જૈનધર્મને પ્રભાવ ઓસરવા માંડયો. કલચૂરી વંશના રાજાઓ મુખ્યત્વે જૈનધર્મી હતા. તેઓ કલ્યાણમાં અને ત્રિપુરીમાં રાજ્ય કરતા હતા. કલશ્રી વંશને આદિપુરુષ બેધરાજ અવશ્ય જેનધમી હતા. એ વંશના શંકરગણ રાજાએ તે સાતમા સૈકામાં કુલ્પાક તીર્થનું જૈન મંદિર બંધાવી, તેમાં પ્રમાણિજ્યવામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. એ વંશને વિજજલરાય (ઈ. સ. ૧૧૫૬૧૧૬૭) જેને નિર્દેશ અગાઉ કર્યો છે, તે જૈનધર્મી હતું. તેને મંત્રી બસવ નામે હતે. તેણે પોતાના પ્રચંડબળથી અનેક લેને પિતે સ્થાપેલા લિંગાયત ધર્મના અનુયાયીઓ બનાવ્યા. આ લિંગાયતએ જેનો ઉપર અસહ્ય જુલમ ગુજાર્યો. તેમના જાનમાલને નાશ કર્યો. તેમનાં મંદિર તોડી નાખ્યાં અથવા પિતાના ધર્મમાં ફેરવી દીધાં. આચાર્ય એકાંત રામઍ જેનેનાં ૭૦૦ મંદિરની મૂર્તિઓને નાશ કરી તેમાં શિવલિંગની સ્થાપના કરી દીધી. - આ લિંગાયતધર્મ જેને વીરવ કહે છે, તે તેલુગુ દેશમાં ચૌદમાથી અઢારમા સૈકા સુધી રાજધર્મ બળે. એક શિલાલેખ ઉપરથી જjય છે કે, ઠેઠ સત્તરમા સૈકામાં પણ જેને ઉપર તેમણે બળજબરીથી પિતાના ધર્મની અસર પાડવાનો પ્રયત્ન કર્યો હતો. એ હકીકત એવી છે કે, ઈ. સ. ૧૬૩૮માં એક માંધ લિંગાયતે હલેબીડમાંના જેનોની એક બસ્તિ (મંદિરના ) તંભ ઉપર શિવલિંગ કર્યું. જેનેએ એ સામે વાંધે લીધે ને છેવટે સંધિ થઈ તેમાં એ શરત મુકવામાં આવી કે જેનોએ પોતાના મંદિરમાં શવ ક્રિયાકાંડને અનુસરી પ્રથમ ભસ્મ અને તાંબૂલ લાવવાં અને ત્યાર પછી પોતાના ધર્મની ક્રિયા કરવી . મદુરાના પાંડવવંશના રાજાઓએ જૈનધર્મને આશ્રય આપ્યું હતું એટલું જ નહિ; જેનધર્મના આચારવિચાર પણ તેમણે કેટલેક અંશે સ્વીકાર્યા હતા. મદુરામાં જેનધમ અગ્રસ્થાને હતે. પાંડવ રાજાઓમાં સુંદર નામે રાજા (૧૧ માં સકે) જેન હતો. તેણે ચાલ કન્યા રાજા રાજેન્દ્રની બહેન સાથે લગ્ન કર્યું અને એ રાણીના પ્રભાવથી સંદરે શિવધર્મ સ્વીકાર્યો. સુંદર એ દુરાગ્રહી શેવ નિવડયો કે તેની પ્રજામાં જેઓ શિવ બન્યા નહિ તેમના ઉપર વિવેકશન્ય બનીને જુલમ ગુજાર્યો. જે લેકેએ. જૈનધર્મ ત્ય નહિ એવા આઠેક હજાર પ્રજાજનેને તેણે શૂળીએ ચડાવ્યા. આ હકીકતનું ચિત્ર ઉત્તર આર્કોટમાં આવેલા તિવત્ર દેવાલયની ભીંતમાં પણ ઉત્કીર્ણ છે. 5. Rice: Mysore and Koorga, P. 208
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy