SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૩c૪ જૈન તીર્થ સર્વસંગ્રહ જેને ઔપદેશિક અને કાવ્યસાહિત્ય ઉપરાંત આગમિક સિદ્ધાંતને દાર્શનિક રૂપ દેવામાં દક્ષિણ ભારતને ફાળે મહત્વનું છે. સ્વામી સમંતભદ્ર, અકલંક અને વિદ્યાનંદ જેવા દાર્શનિકે એ જેનદર્શનને અજેય બનાવવા માટે પિતાની પ્રતિભાને પ્રજવલિત કરી અનેકાંતવાદ જેવા સર્વદર્શનસમન્વયી સ્વતંત્ર દર્શનની ગૌરવપૂર્ણ મહત્તા વધારવાનું કાર્ય કર્યું હતું, જેના પરિણામે અનેક વિદ્વાને, રાજવીએ જેનધર્મ પ્રત્યે આકર્ષાયા અને ઓપદેશિક સાહિત્યથી જૈનધર્મ લેકધર્મ બની શક્યો. જૈન સાહિત્યની હકીકતે પુરવાર કરે છે કે, લગભગ પહેલા-બીજા સૈકાથી લઈને આઠમા સકા સુધી જૈનધર્મ એ દક્ષિણ ભારતમાં પ્રબળ શક્તિશાળી અને સર્વોપરિ હતે. પરાક્રમી મોટા રાજાઓના રાજવંશીઓને તે કુળધર્મ જ નહિ પરંતુ સાધારણ લેકમાં તે પ્રચલિત ધર્મ હતો. આ ક્રિયાશીલ ધર્મ સામે ઘણુ પ્રહાર થયા છતાં તે વિજયી બની રહ્યો. વિક્રમની શરૂઆતમાં મહારાષ્ટ્રની રાજધાનીના નગર પ્રતિષ્ઠાન (પૈઠણ)માં સાતવાહન નામે જેનધમી રાજા હતે. એના સમયમાં આર્ય કાલરિ ઉજૈનથી વિહાર કરી પર્યુષણ પર્વ ઉજવવા નિમિત્તે આવ્યા હતા. ઈંદ્ર મહોત્સવ અને પર્યુષણ પર્વ પાંચમના એક જ દિવસે આવતા હોવાથી સાતવાહન રાજાની વિનતિથી શ્રીકાલિકાચા પર્યુષણનું પર્વ ચોથના દિવસે ઉજવવાનું ઠરાવ્યું જે આજદિન સુધી ચોથના દિવસે જ મનાય છે. અહીં શ્રીમુનિસુવ્રતસ્વામીની જીવંતસ્વામી મૂર્તિ હતી. અહીં શ્રાવણ સુદિ પ્રતિપદાના દિવસે શ્રમણપૂજા નામને માટે ઉત્સવ પણ ઉજવાતે હતે. પ્રતિષ્ઠાન વિદ્યાનું પણ મોટું કેન્દ્ર હતું. મહારાષ્ટ્રી પ્રાકૃતને ઉપગ શ્વેતાંબર ગ્રંથમાં કરવામાં આવ્યો છે તે ઉપરથી અને “દ” સૂત્રેની ટીકામાં મહારાષ્ટ્રના અનેક રીતરિવાજોનું વર્ણન જોતાં આ પ્રદેશમાં જેન સાધુઓની બહુલતાનું સૂચન મળે છે. શ્રીપાદલિપ્તસૂરિએ (ત્રીજા સૈકાની આસપાસ) પ્રતિષ્ઠાનના રાજાને રાજસભામાં અનેકવાર ઉપદેશ કર્યો હતે. મતલબ કે, સંપ્રતિએ આ પ્રદેશમાં જેનધર્મને પ્રચાર કર્યો એ પછી મહારાષ્ટ્ર જૈનધર્મનું કેદ્રધામ બની ગયો હતો. જ્યોતિષી ભદ્રબાહુ અને વરાહમિહિર જે શક સં. ૪ર૭માં વિદ્યમાન હતા, તે બંને ભાઈઓએ પ્રતિષ્ઠાનમાં જ જૈન દીક્ષા લીધી હતી, જેમાંના ભદ્રબાહુસ્વામીએ આ પ્રદેશમાં જૈનધર્મને પ્રચાર કરવામાં પિતાની વિદ્વત્તાને ભારે વેગ આપે હતે. . મહારાષ્ટ્રની પૂર્વ-દક્ષિણમાં આવેલ તેલુગુ ભાષાને સમગ્ર પ્રદેશ અધ અથવા તેલંગણ કહેવાય છે. આ પ્રદેશમાં જૈનધર્મ મૌર્યકાલ પહેલાંથી હોય એવું શેષગિરિરાવ ધારે છે પરંતુ મોર્ય સંપ્રતિએ અને તે પછી ખારવેલે આ પ્રદેશમાં જેનધર્મને પાયે ઉત્તરોત્તર દઢ કર્યો જે લગભગ સાતમા સૈકામાં આવેલા ચીની યાત્રી હુએનત્સાંગ સુધી બરાબર સ્થિર હતું. તેણે જેનેનાં ઘણાં મંદિર અને માટે નિહાળ્યા હોવાની હકીક્ત પિતાના પ્રવાસવર્ણનમાં નેધી છે. “આંધ કર્ણાટક જૈનધર્મ” નામક પુસ્તકમાં જે અવશેની અનેક વાતે છે. એક અંગ્રેજ એંજિનિયરે એક જૈન કેંદ્રસ્થાન ગોદાવરી નદીના કાંઠા પર જેનગાંવ નામક ગામમાં લેવાનું શોધી કાઢ્યું છે. જેનગાંવમાંથી અનેક જૈન છે. ત્યાંથી ૭ માઈલ દૂર રામગુંડમમાં એક સુંદર મંદિરનું દ્વાર છે તે જૈન લાગે છે, તેની સામેનું સીતારામ મંદિર પણ જેન હેવાનું જણાય છે. ધાન્યટકનું અમરેશ્વર મંદિર જેન કે બૌદ્ધ મંદિર હતું. વરંગલના કકટિય ગણપતિએ જેને પર જુલમ ગુજાર્યો તે સમયે આ પરિવર્તન થયું હશે. દક્ષિણમાં જેનેના કળાયુક્ત મંદિરોનો નાશ મુસલમાનેએ નહિ પણ મોટે ભાગે હિંદુઓના કેઈ સંપ્રદાયના હાથે થયે છે. પ્રદેશમાં રાજમહેંદ્રીના રાજરાજ નરેન્દ્રના સને ૧૦૨૨માં ગાદીએ આવ્યા પછી જૈનધર્મને વધારે ક્ષતિ પહોંચી. મેસુર જે કર્ણાટકનું ખરું હદય છે ત્યાં બીજા સૈકાથી બારમા સૈકા સુધીના ૧૦૦૦ વર્ષ સુધી જેનધર્મની ચાલ ઈતિહાસ પરંપરા આબાદ રહી છે. કર્ણાટકમાં છ રાજવંશે થયા. ગંગ, કદંબ, રાષ્ટ્રકૂટ, ચૌલુક્ય, કલચૂરી અને હેયસાલ. સિંહનદી નામના જૈનાચાર્યની કૃપાથી માધવ ગુનોવર્માએ કર્ણાટકમાં ગંગ રાજ્યની સ્થાપના ઈ. સ. ના બીજા સૈકામાં કરી. આ ગંગવંશીઓએ લગભગ અગિયારમા સૈકા સુધી મૈસુરના મોટા ભાગ ઉપર અને તેની પાસે આવેલા પ્રદેશ ઉપર રાજ્ય કર્યું. એ રાજાઓના શિલાલેખે પશ્ચિમમાં કુર્ગથી લઈને પૂર્વમાં ઉત્તર આર્કીટ સુધી અને દક્ષિણમાં મિસુરની છેક દક્ષિણ સીમાથી લઈને ઉત્તરમાં બેલગામ જિલ્લા સુધીના પ્રદેશમાંથી મળી આવે છે. ગંગવંશના માધવ, દિદિગ, કિરિય માધવ, રાજા મારસિંહ (બી), રામ () વગેરે જેન રાજાઓ ૩. “પ્રભાવક ચરિત” ભાષાંત્ર-“પ્રબંપર્યાલચન”. પૃ૦ ૩૪. ,
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy