SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જૈન તીર્થ સર્વસંગ્રહ આ આકૃતિમાં ઉત્કીર્ણ ઘટના વિશે જેન ગ્રંથમાં વર્ણન છે કે- “શ્રી પાર્શ્વનાથ ભગવાન એક વખત વિચરતા તાપ સામે આવ્યા હતા અને ત્યાં કૂવાની પાસે વડના ઝાડ નીચે રાત્રિએ પ્રતિમા ધારણુ કરીને રહ્યા હતા; આ. અવસરે દુઇ મેઘમાલી દેવે આવીને શ્રી પાર્શ્વનાથ ભગવાનને સિંહ, વીંછી વગેરે વિકુવીને ઉપસર્ગ કર્યા છતાં અડગ જેઈને મેઘ વિકુવને કલ્પાંત કાળને મેઘની જેમ વૃષ્ટિ કરવા માંડી. આથી ક્ષણવારમાં જ ભગવાનની નાસિકાના અગ્રભાગ સુધી પાણી આવી પહોંચ્યું. આ જ વખતે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું અને પટરાણીઓ સાથે આવીને ધરણેન્દ્ર ભગવાનને ફણાથી આચ્છાદિત કર્યા. ત્યાર પછી ધરણેન્દ્ર અવધિજ્ઞાનથી મેઘમાળીને ઉપદ્રવ કરતે જાણીને તેની તર્જ કરવાથી મેઘમાળી પણ ભગવાનને નમીને શરણે થયે અને પિતાના સ્થાને ચાલે ગયે.” આ ઘટના જ ઉપર્યુક્ત આકૃતિમાં ઉત્કીર્ણ થયેલી છે. મહેન-જો-દારોમાંથી મળી આવેલી સામગ્રી ઈ. સ. પૂર્વે સવા પાંચ હજાર વર્ષની મનાય છે પરંતુ આ આકૃતિ કયા સમયની હશે તે હજી જાણવામાં આવ્યું નથી. * ૨૧૪, હાલા (કે નંબર : ૩૯૦૮) : કરાંચીથી હાલા આવવા માટે દંડ આદમ નામના સ્ટેશને ગાડી બદલવી પડે છે. ટડા આદમથી ૧૬ માઈલ દૂર હાલા નામનું સ્ટેશન છે. સ્ટેશનથી વા માઈલ દૂર ગામ છે, અહીં ત્રણ મહેલામાં થઈને બધા શ્વેતાંબર મૂર્તિપૂજક ભાઈઓ રહે છે. તેમાં બીજા ક્રેઈની વસ્તી નથી તેમની લગભગ ૨૫૦ માણસેની વસ્તી છે. મહેલાના રસ્તાઓ વગેરે જગાની માલિકી અહીંના શ્રીસંઘની છે. તેની સાફસુફીનું કામ પણ જેને પિતાના ખરચે જ કરાવે છે. એટલે આ ત્રણ મહલ્લામાં મ્યુનિસિપાલીટીને કેઈ જાતને હકક નથી. જાણે ત્રણ મહિલાઓનું એક નાનું સરખું જેને ગામ હાલામાં વસાવ્યું હોય એવી કલ્પના એને જોતાં થઈ આવે છે. આ જૈન મહોલ્લામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ધાબાબંધી જેન મંદિર આવેલું છે. મંદિરની બધી પ્રતિમાઓ જ છે; કેમકે આ પ્રદેશમાં મુસલમાનેનું જોર હોવાથી પ્રસંગે તોફાન થાય તો એ મૂર્તિએને તરત ખસેડી શકાય, એ દૃષ્ટિએ પ્રતિમાઓને સ્થિર કરેલી નથી. આ મંદિરમાં સં. ૧૩૭૯ની સાલનું ધાતુનું સમવસરણ છે અને સં. ૧૩૮૦ની સાલની અંબિકાદેવીની મનહર ધાતુમૂર્તિ છે. જેની મૂર્તિવિધાનની દષ્ટિએ અંબિકાદેવીની મૂર્તિ નમૂનારૂપ અને ફેટા લેવાલાયક છે. એ બંને પરના લેખે ક્રમશઃ આ પ્રકારે છેJ (१) "सं० १३७९ मार्ग व० ९ आ । जिनचंद्रसूरिशिष्यैः श्रीजिनकुशलसूरिभिः श्रीसमवसरण (ग) प्रतिष्ठितं कारितं सा० वीजडसुतेन सा० पातासुश्रावकेण ॥” - (२) " ॥९०॥ सं० १३८० कार्तिक सु० १४ श्रीजिनचन्द्रसूरेशिष्यैः श्रोजिनकुशलसूरिभिः श्रीविका प्रतिष्ठिता ।।" અહીં એક પુસ્તકભંડાર પણ છે. ૨૧૫. ઉમરકેટ (કોઠા નંબર : ૩૯૦૯) છેર સ્ટેશનથી મોટરરસ્તે ૧૨ માઈલ દૂર ઉમરકેટ ગામ છે. સમ્રાટ અકબરને જન્મ આ ગામમાં જ થ. હતે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેની ૪૦ માણસોની વસ્તી છે. બજારમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું ઘરદેરાસર છે. હાલમાં કેટલીક પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે તેથી એક મોટું જૈન મંદિર બંધાવવાની શ્રીસંઘ ધારણા રાખે છે એમ સાંભળ્યું છે. ૨. “કલ્પ-સુબેધિકા’ સત્ર : ૧૫૮. : ૩. વિસ્તાર માટે જુઓઃ “જૈન સત્ય પ્રકાશ' વર્ષ : ૧૫, અંક: ૪.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy