SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ જૈન તીર્થ સર્વસંગ્રહ કાર્ય નિમિત્તે અહીં આવીને સ્થિર થયા હશે. “ખરતરગચ્છ પટ્ટાવલીના એક ઉલ્લેખથી જણાય છે કે, તેરમા સૈકામાં અહીં જેનેની વસ્તી સારા પ્રમાણમાં હતી. કાંગડાનાં બીજાં અવશેને જોતાં કહી શકાય એમ છે કે કાંગડા જેના મહાતીર્થરૂપે પ્રસિદ્ધ હતું પરંતુ આ હકીકતને સ્પષ્ટરૂપે ક્યાંઈ ઉલ્લેખ મળતું નથી. સં. ૧૪૮૪માં શ્રી જયસાગર ઉપાધ્યાયે રચેલી “વિજ્ઞપ્તિ ત્રિવેણી થી આ નગરની મહત્તાને ખ્યાલ આવે છે. એમાં ફરીદપુરથી નીકળેલ જેન સંઘ વચ્ચેનાં કેટલાંયે સ્થાનમાં થતે કાંગડા પહોંચે છે અને ત્યાંથી બીજે રસ્તે થઈ બાકીની પંચતીથી કરતે ફરીદપુર આવે છે. એ જાતમાહિતીને અહેવાલ શ્રીજયસાગર ઉપાધ્યાયે ને છે, એમાંથી જણાય છે કે એ વખતે (સં. ૧૪૮૪)માં કાંગડામાં ૪ જિનમંદિરો વિદ્યમાન હતાં તે પછી એટલે સં. ૧૪૭ માં રચાયેલી “નગરકેટ ચેત્યપરિપાટી” માંથી અહીં ૫ જિનમંદિરે આ. પ્રકારે હેવાનું જણાય છે – આલિગવસહી(૧) વદિઈ એ મણિમય બિંબ ચકવીસઘન્ન મુહરત ધન્ન દિણ ધન્ન વરસ ધન્ન માસ. ૮ રાયવિહારહ વીર (૨) જિણ નિમ્પલ કંચણ કાય: નિશ્મિય દેવલ અઇ વિમલ રૂપચંદ સિરિરાય. ૯ સિરિયમાલ ધિરિય ભવણિ પૂજ જિણવર પાસ(૩); આદિનાથ ચઉથઇ(૪) ભવણિ પણમિય પૃશ્યિ આસ. ૧૦ ધવલઉ ઊચાઉ પંચમી એ ખરતરતણ પ્રાસાદ સેલસમી સિરીસંતિ જિણ(૫) દીઈ હુઇ આણંદ. ૧૧. વિજ્ઞપ્તિ ત્રિવેણીમાં ૪ જિનમંદિરે ઉલ્લેખ છે અને પાંચમું મંદિર શ્રીમાલ ધિરિયા કારિત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઉપર્યુક્ત “તીર્થમાળા થી જણાય છે. “વિજ્ઞપ્તિ ત્રિવેણી માં ગોપાચલપુરમાં ધિરાજકારિત શ્રી શાંતિનાથ. મંદિરને ઉલેખ છે અને “ચૈત્યપરિપાટીમાં ઉલ્લેખેલા ધિરિયા સંભવત: એક જ વ્યક્તિ જણાય છે. નગરકેટમાં સાધુ ક્ષીમસિંહ કારિત ખરતરવિધિ ચૈત્યમાં શ્રી શાંતિનાથની પ્રતિષ્ઠા જિનેશ્વરસૂરિએ કરી હતી એ ઉલ્લેખ “વિજ્ઞપ્તિ ત્રિવેણમાં છે પરંતુ તેને સંવત આ નથી, પરંતુ “ખરતરગચ્છ ગુર્નાવલી” (અપ્રસિદ્ધ)માં એ વિશે આ પ્રકારે ઉલ્લેખ કર્યો છે "सं० १३०९ श्रीप्रह्लांदनपुरे मार्गशीर्ष सुदि १२ समाधिशेखर-गुणशेखर-देवशेखर-साधुभक्त-वीरवल्लभमुनीनां तथा मुक्तिसुन्दरी साध्वी दीक्षा । तस्मिन्नेव वर्षे माघ सुदि १० श्रीशांतिनाथ-अजितनाथ-धर्मनाथ-वासुपूज्य-मुनिसुव्रत-सीमन्धरस्वामिपद्मनाथप्रतिमायाः प्रतिष्ठा कारिता च सा० विमलचन्द्रहीरादिसमुदायेन ! तथाहि साधुविमलचन्द्रेण श्रीशांतिनाथो नगरकोटप्रासादस्थो महाव्यव्ययेन प्रतिष्ठापितः, अजितनाथो बलसाधारणेन, धर्मनाथो विमलचन्द्रपुत्रक्षेमसिंहेन ॥" અર્થાત–ઉક્ત શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા ક્ષેમસિંહના પિતા શ્રેણી વિમલચંદ્ર ખૂબ દ્રવ્યવ્યયથી સં. ૧૩૦૯ ના મહા સુદિ ૧૦ ના દિવસે (મલાદનપુરમાં) શ્રીજિનેશ્વરસૂરિના હાથે કરાવી હતી. શ્રીયસાગર ઉપાધ્યાય પછી આ મંદિરે ક્યાં સુધી વિદ્યમાન હતાં એ જાણવાને કશું સાધન નથી પરંતુ બીજી તીર્થમાળાઓ અને સ્તવનાથી જણાય છે કે, સં. ૧૬૩૪ અથવા તે પછી કંઈક સમય સુધી સાધુઓ યાત્રા નિમિત્તે અહીં આવતા. સં. ૧૬૮૩ ની આસપાસમાં મંદિરોને નાશ થયે હશે.” હાલમાં અહીં જેનેનું એક ઘર વિદ્યમાન નથી. તક્ષશિલા , પંજાબમાં રાવલપીંડીથી ૨૦ માઈલ દૂર તક્ષશિલા નામનું સ્ટેશન છે. પ્રાચીન કાળે આ નગર સમૃદ્ધિશાળી હતું.. બ્રાહ્મણ, બોદ્ધ અને જૈન સાહિત્યમાંથી આ નગરનું વર્ણન મળી આવે છે. મહાભારત” (આદિ પર્વ અધ્યાયઃ ૩, શ્લેકઃ ૨૦-૧૭૨)માં જણાવ્યું છે કે, જનમેજય રાજાએ આ સ્થળે નાગયજ્ઞ કરીને તક્ષક નાગને પરાજિત કર્યો હતે. તક્ષશિલાના વિશાળ વિશ્વવિદ્યાલયને ઉલ્લેખ બૌદ્ધ ગ્રંથમાંથી મળે છે ત્યારે જૈન સાહિત્યમાં તક્ષશિલાને સંબંધ ભગવાન ઋષભદેવના સમય સુધી પહોંચે છે. ૫ “જેન સત્યપ્રકાશ” : વર્ષ : ૧૧, અંક : ૧.. : .
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy