SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ચિતોડ ' . .' ૩૪૧ છે. સં. ૧૫૮૭ માં શત્રુંજયને સેળભે ઉદ્ધાર કરાવનાર બહાદુર બછાવતોના વંશજ મંત્રીશ્વર કર્મચંદ્ર ચિતોડમાં રહેતા હતા. રાણા પ્રતાપના ભંડારી દાનવીર ભામાશાહને મહેલ અહીં જ હતે. સ. ૧૫૬૯ માં પં. શ્રી જયહેમરચિત અને સં. ૧૫૭૩ માં શ્રીહર્ષપ્રદના શિષ્ય ગચંદીએ રચેલી “તીર્થમાલાથી - જણાય છે કે, સોળમી શતાબ્દીમાં અહીં ૩૨ જિન મંદિર હતાં, જેમાં તપા, ખરતર, અંચલ, નાણુવાલ, ચિત્રવાલ, પૂર્ણિમા, મલધારી વગેરે ગાનાં અલગ અલગ જિન શેલી રહ્યાં હતાં. સેળમા સૈકાની આ “તીર્થમાલામાં મંદિરની નેંધ આ પ્રકારે તારવી શકાય છે. " ૧ શ્રીપ્રેયાંસનાથ મંદિર, ૨ શ્રી ઈશ્વર શ્રેણીએ બંધાવેલું શ્રીઆદિનાથ મંદિર, ૩ શ્રીમચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર, ૪ ચોમુખ ચંદ્રપ્રભ જિન મંદિર, ૫ શ્રી આદિનાથ મંદિર, ૬ શ્રેણી આકાએ બંધાવેલું શ્રી પાર્શ્વનાથ મંદિર, ૭ શ્રીસુમતિનાથ મંદિર, ૮ શ્રીવીરવિહાર ચિત્ય ૬૦ પગથિયાંવાળું, જેના વિશે શ્રીચારિત્રરત્નગણિએ “ચિત્રકૂટીય મહાવીરપ્રાસાદ પ્રશસ્તિ' રચી છે. જે યલ એશિયાટિક સોસાયટીના જર્નલમાં સર ભાંડારકરે સને ૧૯૦૮ માં પ્રગટ કરી છે. તેમાં આ મંદિરના નિર્માતા ઈડરનિવાસી શેઠ ગુણરાજનું વિસ્તૃત વર્ણન કર્યું છે. “સેમસૌભાગ્ય કાવ્ય” અનુસાર આ મંદિર ગુણરાજના પુત્ર બાલાએ બંધાવેલું હતું " श्रीचित्रकूटनाम्नि द्रङ्गे रङ्गेण तुङ्गजिनचै यम् । दुर्गस्योपरि परिवृतमभितः श्रीदेवकुलिकाभिः ॥ श्रीगुणराजस्य सुतः सुतनुः सुकृती कृती च वालाहः । कारितवान् श्रीकीर्तिस्तम्भतटे श्रीमतां मुकुटः ||" " (–સર્ગ : ૯, શ્લેક : ૭૦, ૭૧) પ્રશસ્તિ અનુસાર આ મંદિરની દક્ષિણ દિશામાં બંધાયેલું મંદિર પિોરવાડ કુમારપાલ શેઠે બંધાવ્યું અને ઉત્તર દિશાનું મંદિર શેઠ તેજપાલના પુત્ર ભામાએ બંધાવ્યું છે. ૯ દોશી રતનાએ બંધાવેલું શ્રી પાર્શ્વ જિનમંદિર અને તેની સાથે શેઠ કર્મસીએ બંધાવેલું શ્રીસુપાશ્વ જિનમંદિર, ૧૦ સાત મજલાવાળા જેન કીર્તિસ્તંભ, ૧૧ શ્રી પુનાસુતરચિત પાર્થ જિનમંદિર, જેનું નિર્માણ જિનદાસ શાહે કરાવ્યું હતું. મધ્ય ભારત કે જેને સમારકમાં ઉલ્લેખ છે કે, અહીંના શ્યામ પાર્શ્વનાથનું મંદિર સં. ૧૩૩૫ માં રાવલ તેજસિહની ધર્મપત્ની જેતલદેવીએ કરાવ્યું અને તેના પુત્ર રાવલ કુમારસિહે એ માટે ભૂમિ અર્પણ કરી. ૧૨ શ્રીચંદ્રપ્રભસ્વામીનું મંદિર, ૧૩ શ્રી આદિનાથનું મંદિર, ૧૪ શ્રીમલધારગચ્છીય શ્રીચંદ્રપ્રભ જિનમંદિર, ૧૬ શ્રી શાંતિનાથનું ખરતરવસહી મંદિર,. ૧૭ સાત ફણાવાળા શ્રી પાર્શ્વનાથ મંદિર. જેમાં સત્તરિસયપદ્ર અને શત્રુંજય તેમજ ગિરનારના પટ્ટો છે. ૧૮ નરહરડિયા ધનરાજે બંધાવેલું શ્રીસંમતિ જિનમંદિર, ૧૯ ડાગા જિનદત્તે બંધાવેલું શાંતિ જિનમંદિર, ૨૦ શ્રી શાંતિનાથનું લેલાવસહી મંદિર, ૨૧ નાગરીકારિત શ્રીમનિસવ્રત મંદિર, ર૨ અંચલગચ્છીય શ્રીશીતલ જિનમંદિર, ૨૩ નાણાવાલગચ્છીય શ્રીમુનિસુવ્રત જિનમંદિર, ૨૪ પઠ્ઠીવાલગચ્છીય શ્રી સીમંધર જિનમંદિર, ૨૫ ચિત્રવાલગચ્છીય શ્રી પાર્શ્વ જિનમંદિર, ૨૬ પૂર્ણિમાગચ્છીય શ્રીસુમતિ જિનમંદિર, ૨૭ માલવીઓનું ચૌમુખી આદિ જનમંદિર, જેમાં શત્રુંજય, ગિરનાર અને અષ્ટાપદની રચના છે. ૨૮ શ્રીમનિસત્રત જિનમંદિર, તેની સામે ગુફામાં કીર્તિધર, સુકેશલ મુનિ, ત્રણ મુખેથી વહેતે જલકુંડ, નજીકમાં કભા રાણાનો કીર્તિસ્તંભ, કુંભેશ્વર વગેરે છે. ૨૯ શ્રીવેલા શેઠે બંધાવેલું શ્રી શાંતિ જિનમંદિર, ૩૦ શ્રી અજિતજિનનું સરણાવસહી, ૩૧ શ્રેણી ડુંગરે બંધાવેલું શ્રી શાંતિ જિનમંદિર અને ૩૨ શ્રીસંભવ જિનમંદિર બંધાયેલાં છે. આ રીતે વિક્રમની પાંચમી શતાબ્દીથી લઈને સોળમી શતાબ્દી સુધી અહીંના જેનોએ વિસ્તારેલી કીતિવેલને શોરવશાળી ઈતિહાસ જૈનેના કેંદ્રધામ સ્વરૂપ જણાઈ આવે છે. અલબત્ત, વિક્રમની ચોદમી શતાબ્દીમાં આક્રમણથી કઇક ક્ષતિ પહોંચી હતી. પંદરમી સદીમાં તે જેનેએ એ જાહોજલાલી પાછી મેળવી લીધી પણ એ તે હલવાતા દીવાનો છેલ્લે ચમકારે જ હોય એમ જણાય છે. છેવટે સમ્રાટ અકબરના સમયમાં એટલે સત્તરમી સદીમાં ચિતડે પિતાને પ્રાચીન ગૌરવ ખાયું, ફરી પાછું હાથ ન આવ્યું; માત્ર એની યશસ્વી કારકીર્દિ ગવાતી રહી. ઉપર્યુક્ત ૩૨ મંદિરમાંથી અત્યારે માત્ર ગણ્યાગાંઠયાં મંદિરો જ બચી રહ્યાં છે. બાકીનાં નષ્ટ થઈ ચૂકયાં છે. ઓગણીસમી સદીમાં બે ત્રણ મંદિરે બીજાં બન્યાં છે. એક પ્રાચીન જિન મંદિરમાં તે દેવીની મૂર્તિ પૂજાઈ રહી છે. . ગઢની નીચે નગરમાં પાછલા સમયમાં કેટલાંક જિનમંદિર બન્યાં છે, તેમાં ત્રણ વિદ્યમાન છે. (૧) ટંકશાળની પાસે શ્રી આદિનાથ ભગવાનનું ઘૂમટબંધી, (૨) છીપાના મહોલ્લામાં ત્રીજે માળે શ્રીપદ્રપ્રભજિનનું અને (૩) જૂના બજાર
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy