SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ જૈન તીર્થ સર્વસંગ્રહ આ સિવાય અહીં જુદી જુદી ટેકરીઓ ઉપર અને નીચે જમીન ઉપર અનેક મંદિરો તૂટીફૂટી અવસ્થામાં પડ્યાં છે. જેન અને હિંદુ શિલ્પના ઉત્તમ કેટીના નકશીભર્યા નમૂના અને કેટલાકમાં તે શિલાલેખ પણ જોવાય છે. એકલિંગજી આ ગામથી ના માઈલ દૂર “એકલિંગજી” નામે હિંદુઓનું તીર્થધામ છે. મેવાડના મહારાણાઓ આ તીર્થનું બહુમાન કરે છે. એમાં લિંગ નથી પરંતુ ચતુર્મુખ મહાદેવજીની મૂર્તિ છે. આવી મૂર્તિઓ જવલ્લે જ મળે છે. એની પ્રતિષ્ઠા રાયમલ રાણાએ કરાવી છે. એ વિશે સે શ્લેકવાળી પ્રશસ્તિ પણ મંદિરના દક્ષિણ દિશાના દ્વાર ઉપર છે. આ મંદિરની શિલ્પકળા અને સ્થાપત્ય જોતાં અસલ એ જૈન મંદિર હોય એમ જણાય છે. કેટલીક દેરીઓની બારસાખ ઉપર તીર્થકરેની મંગળમૂર્તિ વિદ્યમાન છે. શ્રીમાન ગૌરીશંકર ઓઝા લખે છે કે- “ગામમાં તૂટેલાં મંદિર છે જે પહેલાંનાં જૈન મંદિરે હોય.’ આસપાસનાં તૂટેલાં મંદિરની શોધખોળ કરવામાં આવે તે નાગદા, એકલિંગજી, દેવકુલપાટક વગેરે ગામના સ્થાનિક ઈતિહાસની શંખલા ક્રમવાર મળી આવે. ૧૯૦, રાજનગર " (કઠા નંબર : ૩૫૮૪-૩૫૮૫) કાંકરોલી સ્ટેશનથી ર માઈલ દૂર રાજનગર નામે ગામ છે. મહારાણું રાજસિંહે આ ગામ પિતાના નામે વસાવી. “રાજસાગર નામનું ૪ માઈલ લાંબુ અને ૨ માઈલ પહોળું વિશાળ સરોવર બંધાવ્યું છે. આ તળાવની જબરજસ્ત પાળ બંધાવતાં રાજસિંહે એક કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો એમ કહેવાય છે. આ ગામમાં શ્રી આદીશ્વર ભગવાનનું ૧ મંદિર અને ૧ ઉપાશ્રય છે. આ રાજનગરથી ૧ માઈલ દૂર એક નાની પહાડી છે. એ પહાડી ઉપર બીજું ચૌમુખજીનું વિશાળ જૈન મંદિર છે, જે “દયાળશાહુના કિલ્લાના નામે ઓળખાય છે. દયાળશાહ નામના એશિવાલ ગૃહસ્થ આ મંદિ જેની પાછળ એક કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો એવી હકીકત નીચેના કવિત્તમાં આજ સુધી જળવાઈ રહી છે: નવી નવ લાખકી, ફોડ રૂપિરે કામ રણે બંધાયો રાજસિંહ, રાજનગર હૈ ગામ. વહી રાણા રાજસિંહ, વહી સાહ દયાળ; વણે બંધાયે દેહરે, વણે બંધાઈ પાળ.” આ મંદિર નવ માળનું ગગનચુંબી બંધાવ્યું હતું. એની ધજાની છાયા ૧૨ માઈલ સુધી ઊડતી હતી. એમ કહેવાય છે. પાછળથી ઓરંગજેબે આ કેઈ રાજશાહી કિલે છે એમ ધારીને મંદિર તેડી નાખ્યું. આજે તે માત્ર એક માળ કાયમ રહ્યો છે ને બીજે માળ ન બન્યું છે. તેમાં મૂળનાયક ચોમુખી અષભદેવ ભગવાન બિરાજમાન છે. મેવાડની પંચતીથીમાં આ તીર્થની ગણના છે. મંદિરમાં જે મૂર્તિ બિરાજમાન છે તે બધી ઉપર એક જાતના લેખે છે, એ લેખ ઉપરથી જણાય છે કેસં. ૧૭૩રના વૈશાખ સુદિ૭ને ગુરૂવારે મહારાણ રાજસિંહના રાજ્યમાં સંઘવી દયાળદાસે ચતુર્મુખપ્રાસાદ બંધાવ્યો અને તેની વિજયગીય શ્રીવિનયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.” આ લેખમાં દયાળશાહના પૂર્વજોની બે-ત્રણ પેઢીનો ઉલ્લેખ પણ છે. દયાળશાહ કયાંના વતની હતા તે જાણવામાં આવ્યું નથી. પણ શિલાલેખ ઉપરથી જણાય છે કે તેઓ સંઘવી ગોત્રના સરૂપર્યા એશવાલ હતા. તેમના પૂર્વ સીદિયા હતા, જેમણે જેનધર્મ અંગીકાર કર્યો હતો. એ પછી તેઓ. શવાલ જેન તરીકે ઓળખાયા. તેના પુત્ર ગજૂ અને તેના પુત્ર રાજૂને ચાર પુત્રો હતા. એ પૈકી દયાળશાહ સૌથી નાના હતા. દયાળશાહે આવું અદ્ભુત મંદિર બંધાવ્યું એની પાછળ એક વિચિત્ર ઘટનાએ ભાગ ભજવ્યો છે, જેને ટૂંકમાં અહીં નિર્દેશ કરો ઉપયુક્ત ગણાય.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy