SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ જૈન તીર્થ સર્વસંગ્રહ આ રીતે જોઈએ તે તપ અને જ્ઞાનની આશ્ચર્યકારક ઘટનાઓએ અહીંની જનતા ઉપર ભારે અસર કરી હતી અને એ સમયથી આઘાટ જેન પ્રવૃત્તિનું કેદ્ર બની ગયું હતું. એ પછી જેનાચાર્યો અહીં અવારનવાર આવી ઉપદેશ આપતા અને ચતુર્માસ નિમિત્તે રહેતા હતા. એ સમયે અને પછીથી બંધાયેલાં પાંચ મંદિર અહીં આજે પણ વિદ્યમાન છે. (૧) બજારમાં આવેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર લગભગ બારમા સૈકામાં બંધાયેલું જણાય છે, એમાં પાષાણની ત્રણ પ્રતિમાઓ પ્રાચીન જણાય છે. તેના વિશે વિગતવાર શેધ કરવાની જરૂર છે. (૨) ગામ બહાર આવેલું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર પણ લગભગ ઉપર્યુક્ત મંદિરના સમયનું છે. તેમાં ત્રણ પાષાણની અને એક ધાતુની પ્રતિમા છે. એ સિવાય શ્રીજગચંદ્રસૂરિની એક આરસ પ્રતિમા પણ છે. (૩) ગામ બહાર બીજું શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી ઉપર્યુક્ત મંદિર જેટલું જ પ્રાચીન છે. તેમાં પાષાણની ૧૨ મૂર્તિઓ છે. (૪) લેલાલજની વાડીમાં આવેલું શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ઘર દેરાસર સં. ૧૯૯૪માં બંધાયું છે. તેમાં ૨ આરસની અને ૨ ધાતુની પ્રતિ- . માઓ છે. ઉપરાંત આરસના તૂટેલા ૨ પટ્ટો પણ છે. (૫) ગામ બહાર શ્રીસંખેશ્વર પાર્શ્વનાથનું શિખરબંધી મંદિર લગભગ બારમા સૈકા જેટલું પ્રાચીન છે. આ મંદિરમાં પાષાણની માત્ર એક પ્રતિમા છે. ૧૮૯. નાગદા (કોઠા નંબર:૩પ૯) - બેમલી સ્ટેશનથી ૬ માઈલ અને ઉદયપુરથી ઉત્તર દિશામાં ૧૪-૧૫ માઈલ દૂર એકલિંગજીની પહાડીમાં નાગદા તીર્થ આવેલું છે. એનું પ્રાચીન નામ નાગાહદ કે નાગદ્રહ હતું. હદ કે દ્રહને અર્થ તળાવ થાય છે તેથી આ નામના અહીંના કેઈ પ્રસિદ્ધ તળાવનું એ નામમાં સૂચન છે. પ્રાચીન વર્ણનથી જણાય છે કે એક કાળે મેવાડની પાટનગરી તરીકે નાગહદનું સૌભાગ્ય ઉજજવળ હતું. સેંકડે વર્ષો સધી એની જાહોજલાલી પુરજોશમાં હતી. ભેજરાજે માંડવગઢમાં જે “ભારતીભવન” નામનું વિશાળ વિદ્યાલય સ્થાપ્યું હતું તેના પ્રધાન અધ્યાપક. કર્ણાટકી આચાર્ય ભટ્ટ ગોવિંગ નામે હતા તેમને ભેજરાજે આ ગામ બક્ષીસમાં આપ્યું હતું, એ હકીકત દર્શાવતું દાનપત્ર હાલમાં જ મળી આવ્યું છે. જેના તીર્થ તરીકે એ પંકાયું હતું. ઈતિહાસથી જણાય છે કે, દિલ્હીના સુલતાન સમસદ્દીન અલ્તમશે મેવાડ પર ચડાઈ કરી ત્યારે એણે ભંયકર કાળને દુધષ આંચકે અનુભ. એ ઘસાયું, દુર્બળ બન્યું અને આજે એક વેરાન ગામડામાં પલટાઈ ગયું છે. હલકી કેમનાં ચાર પાંચ મકાને સિવાય બીજી વસ્તી નથી. માત્ર જૈનેએ એની તીર્થ તરીકેની નામના આજ સુધી જાળવી રાખી છે. આ તીર્થ કોણે વસાવ્યું અને પત્તો મળતું નથી. શ્રી મુનિસુંદરસૂરિ નાગાપુર તીર્થસ્તોત્રમાં સંપ્રતિરો અહીં મંદિર કરાવ્યાને ઉલેખ આ પ્રકારે કર્યો છે – "न संप्रति तं नृपतिं स्तवीति कः, सुखाकृता येन जगज्जनाः सदा। श्रीपार्श्व ! विश्वे हितशर्मदायक ! त्यत्तीर्थकल्पद्रुमरोपणादिह ॥ ॥ १ –જગતનાં ઈચ્છિત સુખને આપવાવાળા–હે પાર્શ્વનાથ પ્રભે ! આપના તર્ધરૂપી કલ્પવૃક્ષને રોપવાથી જેણે જગતનાં મનુષ્યને હમેશાં સુખી ર્યો છે, એવા સંપ્રતિ રાજાની કેણ સ્તવના ન કરે? ' આથી સિદ્ધ થાય છે કે, અહીં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર સંપ્રતિરાજે બંધાવ્યું હશે. વળી, એ જ આચાર્ય રચેલી “ગુર્નાવલી’માં નેપ્યું છે કે– " खोमाणभूभृत्कुलजस्ततोऽभूत्, समुद्रसूरिः स्ववशं गुरुर्यः । चकार नागदपार्श्वतीर्थ, विद्याम्बुधिदिग्वसनान् विजित्य ।। १२ -એમાણ રાજાના કુળમાં થયેલા શ્રીસમુદ્રસૂરિએ દિગંબરોને જીતીને નાગહદ પાર્શ્વનાથનું તીર્થ પિતાને સ્વાધીન કર્યું, ૧. “તેંત્ર સંગ્રહ” ભા. ૨, પૃ. ૧૫૮, પ્રકાશક શ્રીયશોવિજય ગ્રંથમાળા, ભાવનગર ૨. “ગુવોવલી” ક ૨૯, પૃ. ૪.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy