SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીથ રાસ બ્રહ ૩૮ વ પર્યંત ઉપર વજ્રસ્વામીનું નિર્વાણુ વિ. સ. ૧૧૪ માં થયું, એથી એ પર્વત પણ તીર્થરૂપે પ્રસિદ્ધિ પામ્યા, ‘મહાભારતમાં ”માં રાવત અને ‘રામાયણ માં કુંજરાવતગિરિના ઉલ્લેખ છે. ૧૮૧. અમીઝરા (કાઠા નંબર : ૩૩૨૭) મહુ સ્ટેશનથી ૫૦ માઈલ દૂર ગ્વાલિયર રાજ્યના જિલ્લાનું અમીઝરા નામે કસ્બાતી શહેર છે. અગાઉ અહી રાઢાડાનું રાજ્ય હતું ત્યારે એ કુંઢનપુર નામે એળખાતું રાજધાનીનું નગર હતું. રાઠેડાના સમયના કિલ્લો આજે ખંડિયેર હાલતમાં વિદ્યમાન છે. જ્યારે અગ્રેજોએ અહીં છાવણી નાખી ત્યારે અહીંના રાંઢાય રાજાએ તેને ખાળી નાખી આથી અગ્રેજોએ એ રાજાના આખાયે કુટુંબને મારી નાખ્યું અને કુંદનપુરને મેહાલ બનાવી મૂક્યું. એ પછી આ શહેર સિંધિયા નરેશના મજામાં આવતાં ફરીથી આખાદ થયું અને તેનું મૂળ નામ અમીઝરા કાયમ રાખવામાં આવ્યું. આ નામ અહીંના જૈન મ ંદિરમાં રહેલી અમીઝરા પાર્શ્વનાથની મૂર્તિના નામ ઉપરથી પાડવામાં આવેલું છે. આજે અહી ૧૨ જૈન શ્વેતાંબરાની વસ્તી છે. ૧ ઉપાશ્રય અને ૧ જૈન મંદિર વિદ્યમાન છે. શહેરની મધ્યમાં આવેલા આ શિખરબંધી મંદિરમાં મૂળનાયક અમીઝરા પાર્શ્વનાથની શ્વેતવણી` ૩ હાથની ઊંચી પ્રતિમા છે. તેના ઉપર આ પ્રકારે લેખ :-- " संवत् १५४८ माघकृष्णे तृतीयातियो भौमवासर श्रीपार्श्वनाथविवं प्रतिष्ठितं प्रतिष्ठाकर्ता श्रीविजय सोमसूरिभिः (रि: ) श्रीकुंदन - पुरंनगरे श्रीरस्तु ॥ 35 આ મંદિરમાં એક ભોંયરુ છે તે ૩૬ હાથ ચારસ પ્રમાણુનું છે. મંદિરમાં પાષાણુની કુલ ૬ અને ધાતુની ૨ મૂર્તિઓ વિદ્યમાન છે આ સ્થળ તીરૂપ ગણાય છે. ૧૮૨. ભેાપાવર ( કાઠા નંબર : ૩૩૨૮ ) મેઘનગર સ્ટેશનથી વાહનમાગે` ૪૦ માઈલ દૂર રાજગઢ છે અને ત્યાંથી દક્ષિણુ દિશામાં ૫ માઈલ દૂર ભેપાવર નામનું જૈન તીર્થ ધામ મધ્યભારતમાં આવેલું છે. મહી નદીના કાંઠા ઉપર જ આ ગામ વસ્યું છે. આ ભેાપાવરને કેટલાક પ્રાચીન કાળનું ‘ભેાજકટ નગર’ માને છે પણ એ સાચુ નથી. મુનિરાજ શ્રીજ મૂવિજયજી પેાતાના ‘ભેાજકટ’ શીક લેખમાં ‘ લેાજકટ'નું સ્થાન નિશ્ચિત કરતાં આ પ્રમાણે જણાવે છે:' એટલું નક્કી જ છે કે લેાજકટ વિદd પાટનગર હાવાથી વિદર્ભ દેશ કે જે અત્યારે વરાડના નામથી એળખાય છે તેમાં જ ભેજકટનુ સ્થાન હોવું જોઇએ.... માળવામાં રાજગઢની દક્ષિણે પાંચ માઇલ દૂર આવેલા ‘ભોપાવર’ તીને કિવા કચ્છમાં આવેલા ભુજ પ્રદેશને ભેજકટ માનવામાં આવે તેને કશે અર્થ નથી કેમકે તે વિદર્ભની મહાર છે ... વરાડમાં ઉમરાવતીથી પશ્ચિમે આર્ટ માઈલ દૂર ભાતકુલી નામે ( લગભગ ૨૦/૪૦ પૂર્વ રેખાંશ ઉપર) એક પ્રાચોન ગામ છે. અહીં પ્રાચીન કિલે પણ છે. વરાડના લેકે આ ગામને જ ‘ ભેજકટ’ માને છે. અહીં રુકિમનું એક મંદિર પણ છે. તેથી પણ આ માન્યતાને પુષ્ટિ મળે છે. વળી, કુંડિનપુરથી પણ આ ગામ લગભગ ૩૭ માઇલ કરતાં વધારે દૂર નથી. એટલે રુકિમ કૃષ્ણ સાથે લડવા માટે કુંડિનપુરથી 1. “ જૈન સત્ય પ્રકારા” વર્ષ : ૧૫: અંકઃ ૧૦. ૨. ઍજન : વર્ષ: ૧૫: અંક ઃ ૬–૭–૮,
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy