SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ત્યાં સ્થાપેલા શિવલિંગમાંથી એ રાજાની સમક્ષ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી અને એ જૈન તીર્થને ઉદ્ધાર કરાવ્યું. શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ'માં રાજાએ આ મંદિરને કેટલાંક ગામે આપ્યાં ને તેનું શાસનપત્ર લખી આપ્યાની હકીક્ત આ રીતે આપી છે – . " ततश्च गोह्रदमण्डले च सांबद्राप्रभृतिग्रामाणामेकोनविंशति, चित्रकूटमण्डले बसाडप्रभृतिप्रामार्णा चतुरशीति, तथा धुटारसी.प्रभृतिप्रामाणां चतुर्विशति, मोहडवासकमण्डले ईसरोडाप्रभृतिग्रामाणां पटपञ्चाशतं श्रीकुटुंगेश्वर-ऋषभदेवाय शासनेन स्वनिःश्रेयसार्थमदात् ।। ततः शासनपट्टिकां : श्रीमदुज्जयिन्यां: संवत् १ चैत्र सुदी १, गुरौ, भाटदेशोयमहाक्षपटलिकपरमार्हतश्वेताम्बरोपासकब्राह्मणगौतमसुतથિયન રાનાવત છે કે –એ પછી રાજાએ પોતાના કલ્યાણ માટે કુડુંગેશ્વર 2ષભદેવને શાનદ્વારા ગોહદમંડલમાં સાંબા આદિ ૯૧ ગામે, ચિત્રકૂટમંડલમાં વસાડ આદિ ૮૪ ગામે, ઘુંટારસી આદિ ર૪ ગામે અને મેહડવાસકમંડલમાં ઈસરેડા આદિ ૫૬ ગામે સમર્પણ કર્યા. પછી રાજાએ શાસનપટ્ટિકા, ઉજજૈનમાં ચૈત્ર શુકલા પ્રદિપદા સંવત્ ૧ ગુરુવારના. દિવસે ભાટદેશનિવાસી મહાક્ષપટલિક પરમશ્રાવક, શ્વેતાંબર મતના અનુયાયી બ્રાહ્મણ ગૌતમપુત્ર કાત્યાયન દ્વારા લખાવી. ' ' આ ઉપરથી નક્કી થાય છે કે પહેલી સદીમાં આ એક શ્વેતાંબર જેનું મુખ્ય તીર્થધામ હતું. પુરાણમાં જણાવેલ “કુટુંબેશ્વર મહાદેવનું મંદિર આજે પણ ગંધવતી ઘાટના સિંહપુરી નામે પ્રસિદ્ધ સ્થળમાં છે. તે શિખરયુક્ત નાનું એક ઓરડાનું મંદિર છે. તેમાં દરવાજાથી લઈને સામેની ભીંત સુધી એક પંક્તિમાં ત્રણ લિંગ. સ્થાપન કરેલાં છે. ડાબી દીવાલની ઉપર ખૂણામાં એક સાડા પાંચ ફીટ ઊંચે અને દોઢ ફૂટ પહોળે શિલાપટ્ટ ચડેલે છે, જેના પર ઉત્કીર્ણ નાની નાની ? ઓ ચેરાસીની સંખ્યામાં નથી અને એ મહાદેવની પણ નથી. ઉપરથી નીચે સુધી ગણતાં એ મૂર્તિઓની ૨૦-૨૧ પંક્તિઓ છે. શિલાપટ્ટને નીચેને કિનારે જીર્ણ થઈ ગયું છે. સૌથી નીચેની પંક્તિ અથવા લેખ વગેરે વિદ્યમાન છે જેઈએ. ઉપરની ૯ અને નીચેથી ઉપરની પંક્તિઓમાં – નાની મૂર્તિઓ. વિરાજમાન છે, મધ્યની બે પંક્તિઓમાં માત્ર ૩-૪ મૂર્તિઓ છે, જેનાથી ઘેરાયેલી એક મોટી મૂર્તિ શિલાપટ્ટના કે સ્થળમાં વિરાજે છે. આ મૂર્તિના માથે એક પાંચસાત કણાવાળા સર્પની આકૃતિઓ જોવાય છે. આ રીતે મૂર્તિઓની સંખ્યા ૧૭૫ અથવા ૨૧ પંક્તિઓ હોય તો ૧૮૪ ગણાય. બધી પદ્માસનાસીન અને શિલ્પશાસ્ત્રના નિયમ મુજબ સિદ્ધ અથવા તીર્થકરની મૂર્તિઓ છે. મધ્યમાં રહેલો મેટી મૂર્તિ તીર્થકર શ્રી સુપાર્શ્વ અથવા શ્રી પાર્શ્વનાથની જણાય છે. - આવા શિલાપટ્ટો જૈન મંદિરમાં આજે પણ મળી આવે છે. આ શિલાપટ્ટને અવંતિસુકમાલ મુનિના સમાધિરતૂપને અવશેષ માનવામાં બીજી હરકત નથી. વસ્તુતઃ ઈસ્વી. પૂર્વે કઈ સમયમાં ગંધવતીની પાસે વર્તમાન સિંહપુરીમાં અવંતિસુકુમલ મુનિનું સ્મારક મંદિર વિદ્યમાન હતું, જેમાં અવંતિસુકુમાલ મુનિને સ્તૂપ અને તેમાં શ્રી પાર્શ્વનાથની એક પ્રતિમા સ્થાપના કરી હતી. આસપાસ સ્મશાન ભૂમિ અને જંગલ હોવાથી જેનેએ મૂર્તિની પૂજાસેવાની ઉપેક્ષા કરી. સ્તૂપ ખંડિત થયે અને મંદિર, ઉજ્જડ પડી રહ્યું. તેમાં હિંદુઓએ સ્મશાનના અધિષ્ઠાતાના ઉપલક્ષમાં એક લિગ સ્થાપન કર્યું. તીર્થંકર પ્રતિમા લત. થઈ ગઈ. મંદિર હિંદમંદિર બન્યું. સ્થાનના આધારે તે કુડંગીસર અથવા કુડગેશ્વર અથવા ગહન જંગલના ઈશ્વર એ નામે પ્રચલિત થયું. આ કુડગેશ્વર મહાદેવના મંદિરમાં કઈ એક ઉદાર વિચારવાળા વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરનાર વિકમ કે ગુપ્ત સમ્રાટના સમયમાં અને તેમની ઉપસ્થિતિમાં શ્રીસિદ્ધસેન દિવાકરનું આગમન અને પ્રાચીન પાર્શ્વનાથની પ્રતિમાને પ્રાદુર્ભાવ–ચમત્કારિક રીતે કે પ્રાકૃતિક રીતે થયે. ઉક્ત પ્રતિમા કુટુંબેશ્વર પાર્શ્વનાથના નામે પુનઃ પ્રતિષ્ઠિત થઈને જૈન તીર્થનું કેદ્ર બની, જેની ઉપાસના માટે કેટલાંક ગામ આપવામાં આવ્યાં. એ પછી ઉક્ત મંદિર હિંદુઓના. હાથમાં ચાલ્યું ગયું. શ્રીમાનતુંગસૂરિએ ઉજજેનીને વૃદ્ધ ભેજને “ભક્તામરતેત્રની રચના દ્વારા ચમત્કૃત કર્યો હતે. વૃદ્ધ ભેજને સમય વિક્રમને સાતમે સકે મનાય છે. : ૨. “વિધિકૌમુદી' પૃ. ૧૬૫. . ,
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy