SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ. ૩૧૪ ગભારામાં શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ ૩૨ ઈંચની છે અને તેના ઉપર સંપ્રતિ કાળનાં ચિહ્નો હોવાનું કહેવાય છે. ડાબી બાજુમાં શ્રી આદિનાથ ભગવાન બિરાજમાન છે. શ્રીઆદિનાથ ભગવાનની બે પ્રતિમાઓ બદામી રંગની ૧૩-૧૩ ઇંચની છે. આ ત્રણે શ્રી આદિનાથ પ્રભુની મૂતિઓ. એક જ સમયે બનેલી અને પ્રતિષ્ઠિત થયેલી જણાય છે. એક પ્રતિમા ઉપર નીચે મુજબ લેખ જોવાય છે – " संवत् १३१० वर्षे माघ सुदि ५ सोमांदने प्राग्वाटज्ञातीय मंत्री गोसल तस्य चि० मंत्री गंगदेव तस्य पत्नी गांगदेवी तस्याः पुत्र मंत्री पदम तस्य भार्या गोमतिदेवी तत्य पुत्र मं० संभाजीना प्रतिष्टितं ॥" આ શિલાલેખો ઉપરથી આ મૂર્તિઓ, અહીંનાં મંદિર અને અહીંના જૈન સંઘની તત્કાલીન સ્થિતિને ખ્યાલ. આવે છે અને અહીંનાં મંદિરની પૂર્વકાલીન પરંપરાનું આમાંથી સૂચન મળે છે. આવાં અનેક જૈન તીર્થો ભૂગર્ભમાં ભળી ગયાં છે જેને પત્તે મેળવવો મુશ્કેલ છે. આ તીર્થની માફક અલિરાજપુર, ભથવાડ તેમજ નેમાડ રાજ્યના વડદલા, સેરવા, ક્યારા, માલવઈ, મેલગામ, કુકડિયા, મેટી પિલ, કાલીવેલ, છોટી હતવી (ચાંદગઢ કૃળિયા) વગેરે ગામમાં જિનાલયે અને મકાનનાં અનેક વિશાળ ખંડિચે પડયાં છે જેને જોતાં એની. પ્રાચીન આબાદીનું અનુમાન થઈ શકે છે. માલવઈના જિનાલયને મંડપ અને નવચોકી તૂટેલી હાલતમાં પડેલાં છે. માત્ર શિખર જીર્ણ હાલતમાં બાકી રહ્યું છે, તેમાંની કેરણી–ધોરણ જોતાં દેલવાડાનાં જિનાલયે અને ઊંચાઈમાં, તારંગાના જિનાલયથી જરાયે ઓછાં ઊતરે એમ નથી એવું જણાઈ આવે છે. સેળમી શતાબ્દી પછીના કોઈ ભયંકર વિપ્લવમાં આ મંદિરે જમીનદોસ્ત બન્યાં છે અને વસ્તી પણ ઘટવા, માંડી છે એમ ઐતિહાસિક દષ્ટિએ જણાય છે. ૧૭૦, રતલામ (કઠા નંબર : ૩૩૧-૩૧૪ર) રતલામ રાજ્યની રાજધાનીનું મુખ્ય નગર રતલામ છે. સ્ટેશનથી ૧ માઈલ દૂર વસેલું આ નગર રત્નપરી,. રત્નલલામપુરી અને ધર્મપુરી નામે પણ ઓળખાય છે. આ નામમાં જ અહીંના ધર્મશીલ જૈનેને સંકેત નિર્દિષ્ટ હોય એમ જણાય છે. જૈન શ્વેતાંબરેનાં ૪૩૩ ઘરમાં લગભગ ૧૨૦૦ જેનેની અહીં વસ્તી છે. ૪ ઉપાશ્રય, ૨ જૈન ધર્મશાળા અને ૨ પુસ્તક ભંડારે વિદ્યમાન છે. અહીં આવેલાં ૧૨ જૈન મંદિરો આ પ્રકારે છે – ,. ૧, કસ્ટમ ઓફિસની સામે ગુજરાતી મંદિરના નામે ઓળખાતું શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર શિખરબંધી છે.. ગુજરાતીઓએ બંધાવેલું આ મંદિર પચરંગી લાદી અને રંગીન કામથી સુશોભિત લાગે છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની શ્યામવર્ણી મૂર્તિ ૧ હાથ પ્રમાણની છે. બીજા ગભારામાં શ્રીગોડી પાર્શ્વનાથ આદિ ભગવાનની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. આ સિવાય સમેતશિખર અને નેમિનાથ ભગવાનની જાનના વરઘોડાના ૨ પટ્ટો પણ સ્થાપન કરેલા છે. ઉપર્યુક્ત મંદિરના ડાબા હાથ તરફ ગુજરાતીઓની ધર્મશાળા છે. ૨. શેઠના બજારમાં યતિ ખૂબચંદજીએ બંધાવેલું ઘર દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રીચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ છ ઈંચની છે અને સં. ૧૭૦૧ માં તેની અંજનશલાકા કરેલી છે. મંદિરમાં વિ. સં. ૧૯૦૧ ને લેખ વિદ્યમાન છે. ૩. મહેતાજીના વાસમાં કબીરજીના મંદિરથી ઓળખાતું શિખરબંધી મંદિર છે. તેમાં મૂળનાયક શ્રીસુમતિનાથ ભગ વાનની ૧ હાથ ઊંચી તવણી પ્રતિમા છે. મંદિરમાં શ્રીગૌતમસ્વામી, શ્રીવિજયાનંદસૂરિ અને શ્રીવીરવિજયજી મહારાજની આરસમતિઓ પ્રતિષ્ઠિત છે. મંદિરમાં સં. ૧૭૦૮ ને લેખ વિદ્યમાન છે. ૧. વિસ્તાર માટે જુઓઃ “મેરી તેમાયાત્રા” લે. આ. શ્રીવિયેતીન્દ્રસૂરિ
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy