SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈન તીર્થ સર્વસંગ્રહ શેષને સ્વર્ગગમન મહત્સવ ઊજ.૧ ધર્મઘોષ મુનિ જ્યાં ધ્યાન ધરીને ઊભા હતા ત્યાં અવંતિષેણે મેટે સૂપ બનાવ્યું હતું. વિલ્લિકા નદી, જેને વેસ અથવા વૈશાલી કહે છે તે સાંચીની પાસે આજે પણ વિદ્યમાન છે. સંભવ છે કે, અવંતિણે બંધાવેલા સ્તૂપને નાશ કરીને સાંચીને બોદ્ધ સ્તૂપ નિર્માણ કરવામાં આવ્યું હોય. - આ હકીકત માલવા-ઉજ્જૈનમાં જૈન રાજવીઓની પરંપરા અને તેમણે નિર્માણ કરેલાં ધર્મસ્થાને દ્વારા જેધર્મના પ્રચારને નિર્દેશ કરે છે. માલવાના દક્ષિણ ભાગની રાજધાનીનું નગર માહિષ્મતી (મહેશ્વર) હતું. પ્રાચીન દશાર્ણને પ્રદેશ પણ આ ભાગમાં આવેલ હતું. દશાર્ણને ઉલ્લેખ આર્યદેશમાં કરેલ છે. તેની રાજધાનીનું નગર મૃત્તિકાવતી હતું. ક્યાંક વિદિશાને પણ ઉલ્લેખ કરે છે. એ વિદિશાની પાસે કંજરાવત અને રથાવત નામે બે પર્વતે એક બીજાની જોડાજોડ હતા. “મહાભારતમાં રાવર્તગિરિને અને “રામાયણમાં કુંજરાવર્તગિરિને ઉલ્લેખ કરેલ છે. જેના તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામેલા રાવર્તગિરિ ઉપર આર્ય વજીસ્વામી ૫૦૦ શિષ્યના પરિવાર સાથે પધાર્યા હતા અને કુંજરાવર્ત પર્વત ઉપર આર્ય વજસ્વામીનું વિ. સં. ૧૧૪ માં નિર્વાણ થતાં એ પર્વત પણ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્ય. દશાણપુરની ઉત્તર-પૂર્વમાં દશાર્ણકૂટ નામે પર્વત હતું. તેને ગજાગ્રપદ અથવા ઇંદ્રપદ પણ કહેતા. તેની ચારે તરફ ગામ વસેલાં હતાં. ભગવાન મહાવીરે દશાર્ણભદ્રને આ ગિરિ ઉપર દીક્ષા આપી હતી. આર્ય મહાગિરિએ (વીર નિ, સં. ર૧૫ થી ૨૪૫) આ પર્વત ઉપર તપસ્યા કરી હતી. “આવશ્યક ચૂણિમાં દશાર્ણફૂટને તીર્થ તરીકે ઉલ્લેખ કરેલો છે. આર્ય સુહસ્તિસૂરિ (વીર નિ. સં. ૨૪૫ થી ૨૯૧) જ્યારે ઉજજૈનમાં ચતુમસ રહ્યા હતા ત્યારે તેમણે ભદ્રા શેઠાણીના પુત્ર અવંતિસુકમાલને પ્રતિબધી દીક્ષા આપી હતી. અવંતિસુકુમાલે દીક્ષા લીધી તે જ દિવસે સ્મશાનમાં જઈને અનશન કર્યું અને એ જ રીતે શિયાલીએ તેમને પિતાનું ભક્ષ્ય બનાવ્યા. તેમની ૩૨ ૧ ગર્ભવતી પત્નીને છોડી બાકીનીએ દીક્ષા લીધી. ગર્ભવતી પત્નીથી મહાકાલ નામે પુત્ર થયે. તેણે પિતાના મૃત્યુ સ્થાને એક દેવકુલ (મંદિર) વીર નિ. સં. ૨૫૦ માં બનાવ્યું, જે મંદિર “મહાકાલ” નામે ખ્યાતિ પામ્યું. તે મંદિરમાં અવંતિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિર જેનેમાં તીર્થ તરીકે ખ્યાતિ પામ્યું હતું. પાછળથી શોએ એ મંદિર ઉપર અધિકાર કરી લીધું અને મહારાજા વિક્રમાદિત્યના સમયે શ્રીસિદ્ધસેનસૂરિએ રાજાની સમક્ષ એ મંદિરમાં પધરાવેલા લિંગને ફેટ કરી જિનપ્રતિમા બતાવી આપી ત્યારે રાજાએ વિ.સં ૧ માં એક શાસનપત્ર લખી આપી એ મંદિર જૈનોને અપર્ણ કર્યું; આ હકીક્તને ઉલ્લેખ જૈન સાહિત્યમાં કરેલ છે. માલવા અને ગુજરાતમાં જૈનધર્મને વ્યાપક પ્રચાર કરનાર સમ્રાટ સંપ્રતિ હતા. સમ્રાટ સંપ્રતિના સંબંધમાં જૈન સાહિત્ય એ નિર્દેશ કરે છે કે – એક વેળા સંપ્રતિ દિગવિજય કરીને પિતાના મહેલના ઝરૂખામાં બેઠે હતો. ત્યાં જીવંતસ્વામી ભગવાનની રથયાત્રાને વર નીકળે. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ : બંને આચાર્યો રથયાત્રાની મેખરે ચાલતા હતા. સંપ્રતિ એ રત્સવ જોઈ વિચારમાં ઊંડા ઊતરી ગયે. પરિણામે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે એકદમ મહેલની નીચે આવ્યું અને ગુરુદેવને પ્રદક્ષિણા દઈ બે હાથ જોડી પૂછવા લાગ્યો : આપ મને ઓળખે છે ?” રિમહારાજે જ્ઞાનને ઉપગ દઈ જણાવ્યું: ‘ગત ભવને માટે શિષ્ય આજને સંપ્રતિ. તેને આ હકીકતથી ગુરુ ઉપર ભારે શ્રદ્ધા બેસી ગઈ અને તે જ વખતે તેણે જેનધર્મ અંગીકાર કર્યો અને તે પછી તેણે જેનધર્મનાં વ્રત ઉચ્ચાર્યા, તીર્થયાત્રાઓ કરી કલિંગ આદિ દેશો પણ જીત્યા. સંપ્રતિ જે ધર્મપરાયણ હતો તે યુદ્ધકળામાં કુશળ હતું. તેણે ભારતના ઘણા રાજાઓને પિતાના ખંડિયા બનાવ્યા હતા. એ સિંધુ નદી ઓળંગી અફગાનિસ્તાન, અરબસ્તાન અને ઈરાન સુધી પહોંચ્યું હતું અને પિતાની સત્તા ૧. “આ નિયુક્તિ 'ગાથાં ૧૨૯૭ની ટીકા. ૨. લોટ ઉઝ ન સાદિ ર મહાકાલ મંદિર” કીર્વક લેખ “વિકમ સ્મૃતિ ગ્રંથ.”
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy