SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ne જૈન તીથૅ સ સંગ્રહુ ૨૩. કે ખાઈ (કાઠા નંબર : ૯૧૦ ) મેસાણાથી હારીજ જતી રેલ્વે લાઈનમાં કમાઇ સ્ટેશન છે. સ્ટેશનથી ના માઈલ દૂર ક એઈ ગામ વસેલું છે. તેમાં શ્રીમનમેાહન પાર્શ્વનાથ ભગવાનનું નાજીક મંદિર જીર્ણોદ્ધાર પામી નવા સ્વરૂપે દેખા દે છે. કખાઈ ગામ તા અગિયારમા સૈકા પહેલાંનું હાય એમ એક દાનપત્રના આધારે સાખિત થઈ ચૂક્યુ છે. તેમાં જૈનનું આ તીર્થ કયારે હસ્તિમાં આવ્યું એને નિÖય કરવાનું કંઈ જ સમાધાન નથી. સત્તરમા સૈકાની પાટણ ચૈત્યપરિપાટી માં કૅ ખાઈ તીર્થનું સૂચન છે અને સ. ૧૬૩૮ ની એક ધાતુમૂર્તિમાં કે એઈ ગામના ઉલ્લેખ મળે છે. આ ઉપરથી આ તીર્થ સત્તરમા સૈકા કરતાંયે પ્રાચીન હાય એમ મનાય છે. આ મંદિરમાં મૂળ ના॰ ભગવાનની લાવણ્યમયી મૂર્તિ છે. તેના ઉપર લેખ જોવાતા નથી પણ એ મૂર્તિ નીચે ટેકા હેાવાથી અને ગાદીમાં કડારેલા વેલબુટાયુક્ત કમલપત્રની કારણી વગેરે લક્ષણેાથી આ મૂર્તિ સંપ્રતિના સમયની હાવાનું કહેવાય છે. મંદિરમાંની બીજી મૂર્તિએ ઉપર સ. ૧૫૦૪, ૧૫૦૫, ૧૫૧૮, ૧૯૫૯ વગેરેના લેખા સાંપડે છે. આ મંદિર મૂળગભારા, સભામંડપ, અંદર ચાર દેરીઓ અને ઉપરના ભાગમાં ચાર ઘૂમટ અને શિખરયુક્ત મનેલું છે. મંદિરમાં સફેદ આરસ ખિછાવવામાં આવ્યો છે. મૂળગભારામાં અને ખહાર રંગબેર ંગી કાચનું મનેહર જડાવ કામ રોનકભર્યું દેખાય છે. તેમાં શ્રીપાર્શ્વનાથ ભ.ના દશ ભવે, રાજગૃહી, પાવાપુરી, ચંપાપુરી વગેરે તીર્થાં, સિદ્ધચક્રનો પટ્ટ તેમજ ગજસુકુમાલ મુનિનાં ભાવવાહી સ્થેા આલેખ્યાં છે. ચારે ખૂણે ચાર દેરીઓ ઊભી છે. આ તીર્થના કેટલાયે જીર્ણોદ્ધારા થયા હશે પણ છેલ્લા બે ઉદ્ધારાનાં પ્રમાણેા મળે છે તે મુજબ સ. ૧૯૬૮માં મૂ॰ નાની મૂર્તિ ખહારના પ્રદક્ષિણાપથના જમણા ભાગના ખૂણામાં એક નાની દેરીમાં વિરાજમાન હતી. ત્યાંથી તેમને મૂળમદિરમાં પધરાવવામાં આવી, અને તે પછી આખા મદિરમાં રંગરોગાન લગાડી ઉદ્ધાર કરી સ. ૨૦૦૩ ના મહા સુદિ પૂનમના દિવસે મૂ॰ નાની ગાદી ઉપર ભગવાનને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. ક'એઈમાં વિશાળ જૈન ધર્માંશાળા છે. તેમાં બધી સગવડ મળે છે. ગામ નાનું છે. છતાં આ ભવ્ય મંદિરથી એપી ઊઠે છે. અહીં ફાગણ સુદિ ૨ ના દિવસે માટે મેળા ભરાય છે. દર પૂર્ણિમાએ યાત્રાળુઓની અવરજવર વિશેષ રહે છે. ગામમાં એક મહાદેવનું મંદિર છે. તેના ભોંયરામાં એક પ્રાચીન કાઉસગ્ગિયા મૂર્તિ રાખેલી છે. ગામ બહાર એક ઝાડ નીચે એક ખંડિત જિનમૂર્તિ છે. એક ટેકરા ઉપર કેટલીક જિનમૂર્તિ એની ભાળ લાગી હતી. અહી આવેલા એક દેવીના મંદિરના શિખરમાં જિનમંદિરના શિખરભાગમાં રખાતાં પૂતળાં જેવાં પૂતળાં છે, એક રજપૂતના ઘર પાસે ટીંમા નીચે જૈન મૂર્તિ દટાયેલી હાવાનું કહેવાય છે. શેષાળુ કરવામાં આવે તે કેટલીયે પ્રાચીન વસ્તુઓ હાથ લાગે એવું આ સ્થળ પ્રાચીન જણાય છે. ઉપર્યુ ક્ત મંદિરમાં થરાદ પાસેના જામપરાના ધ્વસ્ત મંદિરમાંથી કેટલીક મૂર્તિ એ અને ઉપકરણ-સામગ્રી લાવવામાં આવી છે. જામપરા : બનાસ નદીના કાંઠા પર જામપરા ગામ આવેલું છે. તેને લૂંટારુઓએ ભાંગ્યું ત્યારથી વસ્તી તેમાં આવેલું મદિર ખંડિયેર જેવું ઊભું હતું. તેમાંથી આરસની ૬ અને ધાતુની ૯ મૂર્તિઓ, લાકડાની સુંદર કાતરણીભર્યાં નમૂના, સિક્કાએ અને ભંડારના રૂપિયા મધું જેમ ને તેમ હાથ લાગ્યું છે. સ. ૧૫૨૭ થી સ. ૧૮૫૪ સુધીના મૂર્તિ લેખા જોવાય છે. વિનાનું થઈ ગયું. યક્ષની મૂતિ ૧, આ મૂર્તિ એમાં 1. દાનપત્રમાંની હકીકતના આધારે એવું માલમ પડે છે કે—“ સ૦ ૧૦૪૩માં મૂળરાજે વઢિયાર પ્રદેશમાં આવેલા મંડલીના મૂળનાય ( મહાદેવ )ને મેઢેરા પાસેનું કખેાઇ ગામ- દાનમાં આપ્યું હેતું. ”
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy