SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વંતીવાડા રૂપ અહીં ગામના પૂર્વ તરફના ઝાંપામાં આવેલા વિશાળ ચાવચ્ચે તીર્થંકર ભગવાનની મૂર્તિવાળા માટા પથ્થર જમીનમાં ઊભેા કરેલા હતા, તેમજ તેની પાસે એક પ્રાચીન મ ંદિર ખંડિયેર મની પડયુ` છે. લગભગ ૭૦ વર્ષ પહેલાંથી આ મંદિરમાં મૂર્તિ એ નથી. આ મંદિર પડવા લાગેલું ત્યારે મંદિરના ભોંયરામાં ધન હશે એવા લેાભથી મંદિરની દેરીઓ વગેરેને કેટલેક ભાગ જીર્ણોદ્ધાર કરાવવાના બહાને પડાવી નાખવામાં આવ્યો પણ કંઈ હાથ ન લાગતાં બધું એમ ને એમ મૂકી રાખ્યું છે. આ મંદિરના છત સુધીના ભાગ સફેદ પથ્થરોથી ખનેલા છે. મૂળગભારા અને ગૂઢમ ંડપની બહારની ત્રણે ખાજુમાં ખૂબ સુંદર કારણી કરેલી છે. મૂળગભારાના વિમાનની રચના સાલકીકાળની કળા જેવી છે. આમાં ઊભેલા સ્ત ંભાનું શિલ્પ દેલવાડાનાં મંદિરે જેવું છે. કેટલાક થાંભલાઓની કુંભી અકેાણાકાર, અને સ્ત ંભા અાંશ, ષોડષાંશ અને વૃત્તાકારની સંયુક્ત રચનાવાળા છે. કેટલાક સ્ત ંભેાની કુભીમાં પીઠની ભિટ્ટથી રાજસેનક સુધીની રચના છે અને મૂર્તિએ તેમજ ગ્રાસપટ્ટી આદિથી શણુગારેલા છે. મંડપની છતમાં આઠ થાંભલા ઉપરની અષ્ટકેાણાકાર પટ્ટશિલાએથી સાંધેલે ઘૂમટ મનાવ્યે છે. મૂળગભારાનું શિખર તે આજીનાં મ ંદિરે કરતાં ઊંચું છે. દેવકુલિકાનાં ઇંટ અને ચૂનાથી ખનાવેલાં શિખરે પણ પ્રમાણમાં વધુ મેટાં છે. મંદિરના મડાવર, થાંભલા અને પીઠના ગેામલાઓમાં તેમજ દરવાજાની માજુએ કરેલી અસંખ્ય મૂર્તિઓની શિલ્પકળા જોઈને લાગે છે કે આણુનાં મિંદરનું આમાં અનુકરણ કરાયું હશે. ખંડિત અને અવશિષ્ટ ભાગેા ઉપરથી જણાય છે કે આ મ ંદિર મૂળગભારા, ગૂઢમ’ડપ, ચાકી, સભામ’ડપ, ચારે તરફ ફરતી શિખરખ`ધી ખાવન જિનાલય દેરીએ, શૃંગારચોકી અને શિખરખ ધી રચનાવાળું હશે. અત્યારે મૂળગભારા, શિખર, સભામંડપ અને એ–ચાર દેરીઓ સિવાયની બધી દેરીએ વગેરે પડી ગયું છે; જ્યારે ગૂઢમંડપ, છચાકી, શૃંગારચાકી અને એ ચાર દેરીએ તેના ઘૂમટ સાથેના ભાગ હજી મૌજુદ છે. લેકે આમાંથી ખાદી ખેદીને અસંખ્ય પથ્થરો ઉપાડી ગયા છે. અહીંના જાગીરદ્વાર ફતેસિ ંહજીએ પાસે જ એક અરટ અધાન્યેા છે તેના ખાંધકામ માટે પથ્થરો અને ઇંટો આ મંદિરમાંથી જ લેવાયા છે. આ રીતે આવા એક બેનમૂન સાલકી કાળના ભવ્ય મંદિરના કરુણ અંત આવ્યે છે. આ મંદિરની ત્રણે દેરીઓ ઉપર સં. ૧૬૮૯ ના લેખા છે. તેમાં ભટ્ટારક શ્રી. વિજયદેવસૂરિ અને ભટ્ટારક શ્રીવિજયસિ’હસૂરિએ નમસ્કાર કર્યાના ઉલ્લેખ છે. સ. ૧૯૯૩ ની સાલના એક આઘાટલેખ પણ અહીંથી મળી આવ્યો છે. વળી, અઢારમા સૈકાના ચાત્રી ૫. મહિમા પેાતાની તીમાળા'માં અહીં એ મદિર અને તેમાં કુલ ૨૧૮ ખિંખ હાવાનું કહે છે: “ સીડાત્તરિ દેહરા બિ માતુ, બિસિં અઢાર ભિખ પ્રમાણ હે; સીડાતરિ દેહનાં ત્રિ મહી, આતમૂર્રત નયણે જોઇ હા, છં ૧૩. દાંતીવાડા ( કાઠા નંબર : ૭૩૬ ) પાલનપુરથી ૨૦ માઈલ દૂર દાંતીવાડા નામનું ગામ છે. અનાસ નદીના પશ્ચિમી તટ પર વસેલે આ કસો આબાદ છે. ગામ પ્રાચીન છે. એનું પ્રાચીન નામ ‘દાંતાપાટક’ હતું. અહીં પારવાડ અને એસવાલાનાં મળીને ૩૦ ઘર છે. એક ઉપાશ્રય અને એક જૈન ધર્મશાળા છે. અહીં શ્રીઆદીશ્વર ભગવાનનું શિખરખંધી મંદિર વિક્રમની ૧૧ મી શતાબ્દીમાં નેલું હેાય એમ જણાય છે. મૂળગભારામાં મૂળનાયકની શ્વેતવણી સર્વાંગસુંદર પ્રતિમા દોઢ હાથ પ્રમાણની ખિરાજમાન છે. તેના ઉપર સ. ૧૨૩૬ ના લેખ છે. રાઉલ ગજસિંહના રાજ્યકાળમાં તપાગચ્છીય શ્રી. વિજયસેામસૂરિએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી છે. આ ઉપરથી આ મંદિર અને ગામની પ્રાચીનતા જણાઈ આવે છે. રંગમંડપમાં જમણી તરફ શ્રીપદ્મપ્રભુ ભગવાનની એ હાથ ઊંચી અતિમનહર મૂર્તિ સ્થાપન કરેલી છે. તેના ઉપર લેખ નથી પર ંતુ વિક્રમના ૧૩મા સૈકામાં પ્રતિતિ થયાનાં ચિહ્નો પ્રતીત થાય છે. આ મૂર્તિ અહીથી ૧૫ કાશ દૂર આવેલા ખાડલ ગામના એક કણણીના કૂવામાંથી
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy