SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ મારે અહીં એટલું સ્પષ્ટ કરવું જોઈએ કે, વર્ણન કરેલાં બધાં સ્થળેના પ્રત્યક્ષ પરિચયમાં હું આવેલ નથી. કેટલાંક સ્થળે જોયેલાં અને જાણીતાં અવશ્ય છે પણ પરિચય આપવાની દષ્ટિએ મેં એ સ્થળોને જોયાં નથી. આ આખેયે સંગ્રહ માટે ભાગે સાહિત્યિક કે પુરાતાત્વિક આધાર પરથી સંકલિત કરવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથના , આધારે તે તે તે સ્થળે નેધ્યા જ છે ને આની સાથે જોડવામાં આવેલી “સંદર્ભની સૂચીમાં એને નિર્દેશ કર્યો છે. ગુજરાત, મારવાડ-મેવાડ, માલવા, સિંધ-પંજાબ, દક્ષિણ-મહારાષ્ટ્ર, મધ્યપ્રાંત, ઉત્તરપ્રદેશ--બિહાર-બંગાળઆસામ ઓરિસા વિષેનાં પ્રાસ્તાવિકેમાં જેનેના વિકાસ-વિસ્તાર કે વાતાવરણ અને હાસની આછી ઝાંખી કરાવવાને પ્રયત્ન સેવ્યું છે. મતલબ કે ભોગોલિક માહિતી, જેને પ્રભાવ, મંદિરની સ્થિતિ અને તેમાંના શિલ્પની વિગત, બની શક્યું ત્યાં સુધી ક્રમસર વિકાસરૂપે નેંધવાની તકેદારી રાખી છે. આથી એ હકીકતેને અહીં બેવડાવવાની જરૂર નથી. આ ગ્રંથમાં ગામ અને મંદિરને લગતા પ્રાચીનતાદર્શક શિલાલેખીય આધારને મુખ્ય સ્થાન આપ્યું છે. કેટલાક પ્રસિદ્ધ શિલાલેખો ઉપરાંત મારા સંગ્રહના અપ્રસિદ્ધ શિલાલેખેને પણ આમાં પહેલવહેલા પ્રગટ કર્યા છે. તે તે સ્થળની તત્કાલીન ઘટનાઓ માટે પ્રાચીન એવા આગમગ્રંથ, ભાગ્યે, નિર્યુક્તિઓ, ચૂર્ણિ, ટીકાઓ, કાવ્યસાહિત્ય, વિવિધતીર્થક૫. પ્રભાવકચરિત જેવા પ્રબંધગ્રંથ, ગંધપ્રશસ્તિઓ, તીર્થમાળાઓ. ચેત્ય પરિપાટીઓ વગેરેના યાવતશકય ઉલ્લેખે નેંધવાને પણ પ્રયત્ન કર્યો છે. બની શક્યું ત્યાં ચીની પ્રવાસી ફાહિયાન અને હુએનત્સાંગ તેમજ બીજા દેશી-વિદેશી યાત્રીઓને રિપેર્ટોની નૈધને પણ મેં સાધાર બનાવ્યાં છે. એ પછી શિલ્પ સ્થાપત્યની રચના વિશે અને કૃતિવિશેષનું વર્ણન જેટલું જાણી શકાયું તેટલું આપવા તરફ મેં મારું ધ્યાન દોરવ્યું છે. જેનેના ધાર્મિક ઈતિહાસની દૃષ્ટિએ જેનું મહત્ત્વ ઉલ્લેખનીય છે કે ગુફાઓ અને ગુફામંદિરે વિષે પણ પરિચય કરાવ્યું છે. આ રીતે મળી આવેલી જુદી જુદી સામગ્રીના આધારે આ ગ્રંથની સંજના થયેલી છે. આવા જવાબદારીવાળા અતિમહત્વના ગ્રંથની સંજના કરતી વખતે પૂરતી તકેદારી રાખી છે; પણ છદ્મસ્થ માણસથી ભૂલ થવી સ્વાભાવિક છે. આ ગ્રંથમાં રહી ગયેલી એવી ભૂલ કે ક્ષતિ તરફ પ્રેમભાવે જે કંઈ લક્ષ દેરશે, તેને આભારી થઈશ. - વસ્તુતઃ તીર્થોના જીર્ણોદ્ધાર જેટલું જ તીર્થોને ઈતિહાસ પ્રગટ કરવાનું કાર્ય મહત્વનું છે. આ પુસ્તક આ રીતે પ્રગટ થાય છે, તેને સમગ્ર યશ શેઠ શ્રી. આણંદજી કલ્યાણજીની પેઢીને ફાળે જાય છે. પેઢીના ટ્રસ્ટીઓએ આ કામ મને સેંપી, સમયે સમયે માર્ગ સૂચક ભલામણ કરી તેમજ જરૂરી સગવડ પૂરી પાડી આ કાર્ય માટે જે સરળતા કરી આપી છે તે માટે તેમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ પુસ્તકના લેખનમાં જે ગ્રંથાએ એક યા બીજી રીતે સહાય કરી છે તે વિદેહી કે હયાત ગ્રંથ લેખકેના અણુસ્વીકાર સાથે જ મારા લેખન સમયે જેમની સલાહ અને પ્રેરણા અને સતત જાગરૂક રાખી શકી છે એ મારા પરમ સ્નેહી મિત્ર શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ અને શ્રી. બાલાભાઈ વીરચંદ દેસાઈ-( જયભિખુ )ની બંધુબેલડીને આભાર માનવાનું ભૂલી શકતા નથી. વળી, સાહિત્યપ્રેમી શ્રી. અગરચંદ નાહટાએ અપ્રસિદ્ધ તીર્થમાળાઓનો સંગ્રહ મોકલી આપી અને ઉપકૃત બનાવ્યું છે તેની પણ અહીં નેંધ લઉં છું અંતે-જે તીર્થોએ લોકજીવનના સંસ્કારને સુવાસિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યું છે એવી જૈન સંસ્કૃતિના અંગભૂત તીર્થ સંસ્થાનું ઐતિહાસિક હાર્દ રજ કરવામાં મારે આ અ૫ પ્રયત્ન કંઈ પણ ફાળ નેધાવી શકશે તે માટે શ્રમ સફળ થયે માનીશ. - ) " - સં. ૨૦૦૯ ચેત્રી પૂર્ણિમા દહેગામ (એપી. રે ) અંબાલાલ પ્રેમચંદ શાહ )
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy