SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જૈન તીર્થ સર્વસંગ્રહ ચિત્રમાં કૃત્રિમતા નથી. ચિત્રેની કિનારીઓમાં પણ ઓછું કૌશલ્ય નથી. એમાં સુશોભિત વેલબુટ્ટઓ છે. રંગમંડપના દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય ખૂણા) માં એક વેલની ડિઝાઈન ઘણી જ આકર્ષક અને સુંદર હોઈ અનુકરણીય છે. રંગની ચેજનામાં પણ ચિત્રો સફળ છે. સોનેરી રંગ એ કુશળતાથી પુરાયે છે કે આજે સૈકાઓ વીત્યા છતાં રંગ જેટલો ઝાંખો પડે જોઈએ એવો પડયો નથી. તંભે પરનું સોનેરી રંગકામ ઝાંખું પડતું જેને તેને ઉઠાવ લાવવા માટે સ્તંભે રંગવાનું કામ અહીંના વહીવટદારે આજથી વીશેક વર્ષ પહેલાં કરાવેલું પરંતુ બીજે જ વર્ષે એ થાંભલાનું રંગકામ ઝાંખુ પડવા માંડ્યું હોવાથી વધુ કામ અટકાવી દીધું. આજે પણ વર્તમાન રંગકલાના નમૂનારૂ એ સ્તંભ એની ઓસરતી અને આથમતી અવસ્થામાં પણ તેને પડકાર આપવા ઊભો છે, કળાકાર એ બંનેનું સામ્ય આજે પણ કરી શકે છે. સિયદપુરામાં શ્રી ચંદ્રપ્રભનું રમણીય મંદિર છે. સં. ૧૯૬૦ માં સાંકળચંદ શેઠ નામના શ્રાવકે આ દેરાસર બંધાવ્યું એમ કહેવાય છે. છેલ્લા ઉદ્ધાર પછીની પ્રતિષ્ઠા સં. ૧૯૬૦ ને વૈશાખ સુદ ૧૦ રોજ શેઠ ધરમચંદ ઉદયચંદના પુત્રોએ કરાવી છે. આ દેરાસરના ભોંયરામાં શ્રીઅરનાથ ભ. છે. આ મૂર્તિ અને મૂળ નાની મૂર્તિ સંપ્રતિ રાજાના સમયની કહેવાય છે. આમાં નંદીશ્વરની રચના હેવાથી આને “નંદીવરનું મંદિર” પણ કહે છે. નંદીવરની રચના સંવત્સરીના દિવસે કરવામાં આવે છે જે ઘણી મનહર હોય છે. લાકડાનું કેતરકામ હું મૂલ્યવાન અને નમૂનેદાર છે. તેના પરનું રંગકામ પણ બહુ જ સુંદર છે. એકંદર રચના ભવ્ય છે, ઉપરાંત લાકડાના પાટિયા ઉપર બીજા ચિત્રકામના સંદર નમના જોવાલાયક છે. તેની જાળવણી અને વ્યવસ્થા ઉચ્ચ પ્રકારની છે. દેરાસરમાં જ ઘંટ છે, તેના પર આ પ્રમાણે લેખ છે. “સંવત ૧૯૦ વર્ષે કારવિર્તવાદી રહ વેલમદરે દેહરે ધર્મનાથની વેહેરા બંગાલાલજી ઘટ ભરાઉસે શ્રી યહુસેનસૂરિલિઝ ૮. અઠવા લાઈન્સમાં શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર શેઠ ફૂલચંદ કલ્યાણચંદે વિ. સં. ૧૯ના વૈશાખ સુદિ ૧૦ને સોમવારે બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. આ દેરાસર ઘણું જ સુંદર છે. આમાં આરિસાભવનને દેખાવ મનહર છે. થાંભલાઓ તેમજ ગલીઓમાં અકીકનું કામ ઘણું અદભુત છે. વીસમી સદીની ઉત્તમકળાને નમૂનો છે. એટલું જ નહિ પણ ગુજરાતમાં તે આ મંદિર બીજી પંક્તિનું ગણાય છે. કતાર ગામમાં શ્રી આદીશ્વર ભગવાનનું અતિપ્રાચીન વિશાળ જિનાલય છે. અને છેલ્લે ઉદ્ધાર સં. ૧૫૫ ના વૈશાખ સુદ ૧૩ ના રોજ શ્રીસંઘે કરાવ્યું ને શ્રી. એહનલાલજી મહારાજ હસ્તક પ્રતિષ્ઠા કરાવી છે. શેઠ નગીનચંદ કપૂરચદે મૂ. ના. પ્રભુને એ જ દિવસે ગાદીનશીન કરાવ્યા છે. આ દેરાસરની સામે જ મૂડ ના શ્રી પુંડરી સ્વામીનું બીજું દેરાસર છે. દેરાસરની પાછળ આદીશ્વર ભગવાનનાં પગલાં અને રાયણવૃક્ષ છે. આ મંદિરની બાંધણી ઘણી સુંદર છે. એમાંની કારીગરી પ્રાચીનતાને કંઈક ખ્યાલ આપે છે. સુરતના જેને માટે આ દેરાસરે શત્રુંજયાવતારરૂપે તીર્થસ્થાન ગણાય છે. દેરાસરની સાથે ધર્મશાળા પણ છે ને યાત્રાળુઓને બધી સગવડ મળે છે. ૧૧. પાલનપુર (કે નબર ૧૩રર ) પરાક્રમી પરમાર ધારાવર્ષાદવ જે આબુપ્રદેશને રાજવી હતા, તેને ભાઈ પ્રહૂલાદન નામે હતે. તેણે. પિતાના નામ ઉપરથી પ્રહૂલાદનપુર–પાલનપુર વસાવી, તેને પાટનગર બનાવ્યું. ધારાવર્ષાદેવને સમય તેરમી સદીને. ધર છે એટલે તેના હાઈએ વસાવેલા આ નગરને સમય એ જ મનાય.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy