SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ખંભાત શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં સં. ૧૯૬૫ના શિલાલેખમાં જણાવ્યું છે કે, “ઉકેશવંશીય શ્રેણી જેસલે એક પૌષધશાળા સહિત શ્રી અજિતનાથ ભગવાનનું વિશાળ મંદિર બંધાવ્યું. સં. ૧૨૭૭માં મહામાત્ય વસ્તુપાલ અહીને દંડનાયક નિમાયે હતું. તેણે આ નગરને સમૃદ્ધ બનાવવા અથાક પ્રયત્ન કર્યો હતે. અહીંના મુસ્લિમ વેપારી સૈયદ જેવા કાંટાઓને તેણે દૂર કરી પ્રજાને સદા માટે નિર્ભય બનાવી હતી. તે પછી શ્રી. વસ્તુપાલને પુત્ર જત્રસિંહ અહીંને અધિકારી બન્યું હતું. તેની પ્રેરણાથી શ્રી. જયસિંહસૂરિ નામના આચાર્યો “હમીરમદમર્દન” નામના એતિહાસિક નાટક ગ્રંથની રચના કરી. અને ભીમેશ્વરના ઉત્સવ પ્રસંગે (જૈત્રસિંહ)ના પ્રમુખપણા હેઠળ એ નાટક ભજવવામાં આવ્યું હતું. આ સમયમાં અનેક ગ્રંથ તાડપત્ર પર લખાયાની પ્રશસ્તિઓ મળે છે. એ અરસામાં શ્રી. જગચંદ્રસૂરિના શિષ્ય શ્રી. દેવેન્દ્રસૂરિ અને શ્રી. વિજયચંદ્રસૂરિ વચ્ચે પડેલા મતભેદો વડીષાળ અને લઘુષાળ નામે અહીંજ ખ્યાતિ પામ્યા હતા. શ્રીગુંજ્ય તીર્થના ઉદ્ધારક શ્રેણી સમરસિંહના કુટુંબીઓએ ભરાવેલાં બિંબ અને પટ્ટો અહીંનાં મંદિરમાં હયાત છે. સમરાશાહના પુત્રરત્ન સાજણસિંહ ખંભાતના નિવાસી બન્યા હતા. રાજદરબારમાં એમને “ઓસવાલભૂપાલ તરીકેનું માનવંતું સ્થાન હતું. તેમણે કાચર નામના વેપારીને સંખપુરનો અધિકારી બનાવી બહુચરાજીમાં અપાતાં પશુબલિદાને બંધ કરાવ્યાં હતાં. સં. ૧૪૬૮માં ભયંકર દુકાળ પડ્યો ત્યારે અહીંના રહેવાસી હજ્ઞાતીય શેઠ રામ અને પર્વત નામના બે બંધુઓએ ત્રણ મોટાં સત્રાગારે (દાનશાળાઓ) પ્રવર્તાવ્યાં હતાં અને તીર્થોમાં અનેક સુકૃત કાર્યો કર્યા હતાં. આ બંને ભાઈઓમાંથી પર્વત ગૃહસ્થ હોવા છતાં ધર્મક્રિયામાં શ્રમણગી જેવો તત્પર રહેતે તેણે શ્રી. સેમસુંદરસૂરિના -ઉપદેશથી સં. ૧૪૭૨માં અહીં અગિયાર અંગે લખાવ્યાં હતાં, જેમાંની “જ્ઞાતાસૂત્ર વગેરે પિોથીઓ પાટણમાં મે. મેદીના જેન ભંડારમાં વિદ્યમાન છે. તેની અંતિમ ૨૨ શ્લેકવાળી પ્રશસ્તિથી આ હકીક્ત જાણવા મળે છે. સં. ૧૫રાડની એક પ્રશસ્તિમાં શેાધા નામના શ્રેષ્ઠીએ અહીં વિશાળ મંદિર બંધાવ્યાની નોંધ મળે છે. જગદગુરુ શ્રી. હીરવિજયસૂરિના જમાનામાં તો કેટકેટલાયે દાનવીરોએ જૈન મંદિર બંધાવી પોતાના ધર્મપ્રેમ અને કળાભક્તિનો પરિચય આપે છે. સં. ૧૯૩૮માં સંઘવી ઉદયકરણે ભ. ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા શ્રી. હીરવિજયસૂરિજી હસ્તક કરાવી હતી. ધનાઢય શ્રેષ્ઠી શેની તેજપાળે સં. ૧૬૪૬માં એ જ સૂરિજી પાસે શ્રી અનંતનાથ ભ. ની પ્રતિષ્ઠા કરાવી લગભગ પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચ કર્યો હતો. વળી, માણેકચોકમાં શ્રીવિજયચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન નામનો દેવપ્રાસાદ પણ એમણે જ બંધાવ્યો હતો. તેને પરિચય શ્રી. ઋષભદાસ કવિ આપણને આ રીતે કરાવે છે. ૧૦ “ભવન જિસ્ય હજું કરાવ્યું, ચિત્તલલિત અભિરામ; વીશમે તીર્થકર થાયે,વિજય ચિંતામણિ નામ હે. ભણી તેણે મૂરતિ ભરાવી, અત્યંત મેટી લેય; ભુંઈરામાં જઈને જુહારે, સમકિત નિરમલ છે. અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાંરૂપક કનક મણિ કેરાં વંશજેણે ઉજ્જવલ કરીએ, કરણી તાસ ભમરા છે.” આ હકીક્તને પુરવે એ મંદિરની ભીંતમાં લાગેલા સં. ૧૮૬૧ ના શિલાલેખથી મળી રહે છે. . આ સિવાય શ્રેણી રામજી, જશુ ઠક્કર, ગાંધી કુંઅરજીને મૂળા શેઠે તૈયાર કરાવેલાં જૈનમંદિરોને શ્રીહીરવિજયસૂરિજીએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. શ્રેષ્ઠી શ્રીમલ, કાકા અને વાઘજીએ ખંભાતના શક્કરપરામાં જિનાલય અને પૌષધશાળાઓ બંધાવી હતી. ઠેક્કર લહિયાએ ખંભાતના અકબરપુરમાં એક દેરાસર અને ઉપાશ્રય બંધાવ્યો હતો. ૬. એજન; પૃ. ૩૧૫-૧૬ છે. જેના પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ’ ૮. “ઐતિહાસિક રાસમાળા સંગ્રહ' ભા. ૧ માં “કેચર વ્યવહારી રાસ. ૯. “એક ઐતિહાસિક પ્રશસ્તિ' શીર્વક લેખ “પુરાતત્ત્વ” ૧૦. “શ્રી. હીરવિજયસૂરિરાસ”
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy