SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ગુર્જરભૂમિની મંદિવલી સૂર્યવંશી પ્રથમ શિલાદિત્ય રાજવીના સમયે વલભી જૈનધર્મનું કેન્દ્ર હતું. એ સમયે ૮૪ જિનમંદિરે પિતાની વિજ્યપતાકા અહીં ફરકાવી રહ્યાં હતાં. મહાકૃતધર શ્રી. દેવગિણિ ક્ષમાશમણે આ ભૂમિમાં જ વીર નિસં. ૯૮૦માં શમણુસંઘને એકઠા કરી જૈન આગમ સાહિત્યને પુસ્તકાર્ય કર્યું હતું. એ દષ્ટિએ વિદ્યાતીર્થ તરીકે વલભીનું સ્થાન નેંધપાત્ર ગણાય. પ્રસિદ્ધ તાર્કિક મલવાદી આચાયે° અને પ્રકાંડ આગમરહસ્યવેત્તા શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પિતાની પ્રવચનપ્રતિભાને અક્ષરદેહ આપ્યું તે આ જ પુણ્યભૂમિ હતી. વલભી ભાંગ્યું ને ભિનમાળે એ સંસ્કાર ઝીલ્યા. ભિન્નમાલ (શ્રીમાલ) એ સમયે ગૂર્જરભૂમિનું મુખ્ય નગર હતું. પ્રભાવશાળ કૃતધર આચાર્યોએ એ પ્રદેશમાં ભગવાન મહાવીરની વાણુને સંદેશધ્વજ રેગ્યે ને એ ભૂમિને દેવગૃહેથી રમ્ય બનાવી દીધી. શ્રી. વટેશ્વર નામના મહાન આચાર્યે આકાશવપ્ર નગરમાં રમ્ય જિનમંદિર બંધાવ્યાની નેંધ એક પ્રશસ્તિમાંથી મળે છે. એ પછી લગભગ આઠમા-નવમા સૈકામાં તાકિશિરોમણિ શ્રી. હરિભદ્રસૂરિ અને દાક્ષિણ્યચિહ્ન શ્રી. ઉદ્યોતનસૂરિ જેવા વિદ્યાસ્વામીઓએ જૈન સંસ્કારથી આ ભૂમિને મઘમઘતી પુણ્યમયી બનાવી દીધી. ભિન્નમાલ પણ ભાંગ્યું ને પંચાસરની ભૂમિ ઉપર વનરાજ ચાવડાએ ગુજરાતના રાજ્યનું શિલારોપણ કર્યું. શ્રી શીલગુણસૂરિએ તેને આશ્રય આપ્યું હતું. શ્રીદેવી નામની શ્રાવિકાએ તેને રાજતિલક કર્યું હતું ને ચાપા નામના જૈન વણિકે તેનું મંત્રીપદ શોભાવ્યું હતું. જેને સંસ્કૃતિના વૃદ્ધિગત મહાવૃક્ષનું આ બીજાપણું કે સુવર્ણ ઘડીનું ભાન કરાવે છે. વનરાજે જૈનધર્મના ઉત્કર્ષમાં સાથ આપ્યો હતો એટલું જ નહિ; એણે પંચાસરાનું જિનમંદિર બંધાવી જૈનધર્મ તરફ પિતાની અભિરૂચિનું ને જેન સંતાનના ઉપકારનું ઋણ એ રીતે અદા કર્યાનું પ્રમાણ પૂરું પાડયું છે. એ સમયથી જેનમંત્રીઓએ રાજ્યના અધિકારપદે રહી જૈન સંસ્કૃતિને સંપન્ન બનાવવા બધી રીતે ભગીરથ પ્રયાસ કર્યાને ઇતિહાસ સુવર્ણાક્ષરેમાં અંક્તિ છે. ૧૩ ચૌલુક્યકાળનો ઈતિહાસ બહુ સ્પષ્ટ અને સર્વવિદિત છે. એ કાળમાં કે તે પછીના સમયની નગરીઓમાં અને ગામડામાં પણ જેને પ્રતાપ ગાજતો હતો. વિસ્તાર એની લાંબી વિગતેમાં અમારે ઊતરવું નથી; ટૂંકમાં એ સમયે રાજવીઓએ જેનાચાર્યો, જેન મંત્રીઓ અને શ્રેણીઓના પ્રભાવ તળે આવી જઈ જૈનધર્મના ઉત્કર્ષમાં ઉદાર આશ્રય આપે એટલું જ નહિ; પિતાની હૃદયગત ભક્તિ અને ઔદાર્યને મૂર્તિમંત બનાવતી ઠેર ઠેર મંદિરાવલીઓ ઊભી કરી કે સાથ પુરાવ્યું. એ સમયે ભાગ્યે જ એવું કે ગામડું હશે જેમાં જૈનમંદિર એના અલંકારસમું શોભી ન રહ્યું હોય! નવા નગરની સ્થાપનામાં જૈન વણિકોને પ્રથમ સ્થાન મળતું એનું કારણ પણ એ જ હતું. આ રીતે જેના સામર્થ્ય, ભક્તિ અને ઉદારતાથી ઊભાં થયેલાં અસંખ્ય જિનમંદિરોથી ગુજરાતની ભૂમિ નંદનવન સમી શાભા ધરાવે એમાં નવાઈ નથી. પરંતુ રાજકાંતિ અને ધાર્મિક હુમલાઓથી ગુજરાતની વાડી વેરાન બની સુકાવા લાગી. એ અસંખ્ય મંદિરને બહુ મોટે ભાગે આજે નાશ પામ્યો છે, છતાં જૈનાચાર્યોના તપસ્તેજ અને વાણીપ્રભાવથી તેમજ વણિકે એ પોતાના વાણિજ્ય કુનેહથી મેળવેલી મહાજન તરીકેની ખ્યાતિ સામે ગમે તે સત્તાને થી જ મુસલમાન, મરાઠા અને અંગ્રેજ અમલ દરમિયાન જાણે એ વિનાશની પ્રતિક્રિયા થઈ આવી હોય એમ બમણા વેગથી જેનેએ મંદિરની રચના કયે જ રાખી જેથી આજે પણ સેંકડો મંદિરે આ ભૂમિ ઉપર જોઈ શકાય છે. કેટલાક પર્વ અને નગરે તે જૈન મંદિરના નગરની ખ્યાતિને વરી ચૂક્યાં છે એ સર્વવિદિત છે. આપના પ્રદેશ આજે ગુજરાતની સીમામાં આવેલ છે. પરમારાના સમયે તે પ્રદેશ ગુજરાતના રાજાઓને આધીન હતા १. दलहिपुरम्मि नयरे, देवढिपमुहसयलसंहिं । पुव्वे आगम लिहिट, नवसय असीआणु वीराओ ॥ ૧૦. “પ્રભાવચરિત”માં “શ્રી અલ્લાદિચરિત' પૃ. ૭૭. પ્રકા સિં. ગ્રં. ૧૧. “વિશેષાવશ્યક ભાષ્ય ” ની જેસલમેરીય તાડપ્રતિ. જેમાં નીચે મુજબને ઉલ્લેખ છે "पंच सता दगतीसा, सगणिवकालस्स वड्माणस्स । तो चेत्तपुण्णिमाए, बुधदिणसातिम्मि णक्खत्ते ॥ જી પાવરે, લાડુચા નામિ . મીનળરીંg , મ.િ....નિજમવળે .” ૧૨. “કુવલયમાલા” ની પ્રશસ્તિ १३. गौ रात्रमिदं राज्यं, वनराजप्रमृत्यभूत् । स्थापितं जैनमन्त्रीस्तदद्वेषी नव निन्दति ॥
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy