SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ગુર્જરભૂમિની મદિરાવલી ૩ શખ, દીપકો ને ન ંદ્યાવતની ચિત્રમાળા, લલિતકળાનાં આભૂષણા, વાજિંત્ર ને પશુ-પ ́ખીઓની હારમાળા આલેખી છે ને ઉર્ધ્વગામી આદર્શોનું ઉદ્બોધન કરતી શિખરાની શ્રેણિએ રચેલી જોવાય છે. આવા મંદિરો દ્વારા જૈનધમે પેાતાની ભાવપ્રધાન કળાની પરંપરા, સૌંદર્યની પ્રણાલિકા અને ધમતું આભિાત્ય વિશિષ્ટ પ્રકારે પ્રગટ કર્યુ છે. જેઓને ભૂતકાળ પવિત્ર અને ઉજ્જવળ હતા એવા વીતરાગ ભગવાનનાં મ ંદિશ દ્વારા આર્યાવર્તની પ્રજાને સાદાઈ, સદાચાર ને સંસ્કારી છાની ભવિષ્યકાળ ઉજ્જવળ બનાવવાને—તમને પરિત્યાગ, રજસનું દમન અને સત્ત્વગુણુના પ્રાકટયના આદેશ યુગેૌથી મળ્યા કર્યાં છે ને એ દ્વારા જીવનના વિશુદ્ધ આનંદની રસલહાણુ વહેતી કરી છે. આવા વિભૂતિમાન પ્રત્યેક તી, પ્રત્યેક પહાડ ને પ્રત્યેક મંદિરાવલી એ જૈનધર્મની જૈન સમાજની સભ્યતા, ધર્મ ભાવના ને વિચારપરંપરાના ઇતિહાસ રજૂ કરે છે. જૈનેનાં ઉત્થાન ને વિકાસ ત્યાંના જ પથ્થરો પર, એની આસપાસની ભૂમિ પર, ત્યાંના ખંડેરે ને ઉદ્યાના પર આલેખાયેલા પડયો છે, આંખ હાય નિહાળી શકે, શ્રુતિ હોય તે સમજી શકે, સ્મૃતિ હોય તે નાણી શકે. આજે ભારતવર્ષીની ચારે દિશામાં જૈન શ્વેતાંબર મન્દિરની લગભગ ૫૦૦૦ અનુપમ ઇમારતા ઊભી છે તે જે દેવમંદિરે ભૂગર્ભ માં ભળી ગયાં કે ખીજાના હાથ તળે પડયાં છે એની તે આમાં ગણતરીયે નથી. આ જૈન તીર્થ સસંગ્રહુ ” દ્વારા એ મહાન કાર્ય ચકિંચિત્ પણ કરવાના અભિલાષ છે. અલખત્ત, આ કાં એટલું મહાન છે અને સાધના એટલાં ટાંચાં છે કે એને સર્વાંગપૂર્ણ કહી ન શકાય. છતાં ટૂંકી મર્યાદામાં પણ એ માર્ગે એક નમ્ર પ્રયાસ છે; એટલું જ કહેવું છાસ છે. ગૂર્જરભૂમિની મદિરાવલી ભારતવર્ષમાં ગુજરાત આજે ધર્મ, સંસ્કૃતિ ને કળાની ખામતમાં પેાતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એક કાળે મગધમાં જે જૈનધમ ના પ્રચાર હશે એની ઝાંખી ગુજરાત આજે કરાવી રહ્યું છે. ગુજરાત સદાકાળ એક છત્રછાયા નીચે રહ્યું નથી. ગુજરાત નામ તે। ગુજરાને રાજ્ય પ્રાપ્ત થયા પછીજ મળ્યું છે. ચાવડા તેમજ સેાલંકીવંશના રાજત્વકાળમાં કચ્છ, કાઠિયાવાડ અને ભિન્નમાળ–આબુથી લઈને મહાનદી સુધીના પ્રદેશ સામાન્યત: એક જ નામે એળખાતા હતા, પરંતુ તે પહેલાં પ્રાચીન કાળથી આ પ્રદેશના મુખ્ય ત્રણ ભાગ હતા; સૈારાષ્ટ્ર, લાટ અને આનદેશ. આ ત્રણે પ્રદેશે આજે ગૂર્જરભૂમિનું એકમ બની રહ્યાં છે. - આ ગૂજરભૂમિ આજે જૈનધર્મનું પ્રધાન કેન્દ્રધામ છે. જૈનાએ પાતાની સમગ્ર શક્તિ એના ઉપાસનામ દિશ પાછળ રેલાવી દઈ ગૂર્જરભૂમિને ન ંદનવન સમી બનાવી મૂકી છે. કેટલાંક સ્થળેા તે ઘટાભર્યો લતામંડપા જેવાં મંદિરનાં ઝુમખાંની સૃષ્ટિથી એમનાં કળાભક્તિ અને અપૂર્વ ત્યાગનું ગૌરવ ધારી બેઠાં છે. નાનું ગામડું પણ એવા એકાદ મંદિરની રચનાથી નગરની Àાભા દાખવી રહ્યું હાય એમ જણાઈ આવે છે. અતિપ્રાચીન કાળથી આ ભૂમિમાં જૈનધર્મના પ્રસાર હતા એવી નોંધ જૈન ગ્રંથામાંથી મળી આવે છે. જે કાળના ઉલ્લેખા આપણને સાંપડે છે એ કાળના લાંબે ગાળા, રાજક્રાંતિ, ભૌગોલિક પરિવ`ના, અસલનાં લાકડાનાં મશિની રચના સામે હવા, પાણી અને ગરમીનાં ભીષણ આક્રમણા, ઝનૂની હુમલાઓ તેમજ પ્રજાનાં થતાં સ્થળાંનાના કારણે પ્રાચીન યુગનાં પ્રમાણુ આપે એવું કેાઈ અવશેષ ખચી શકે તેની આશા રાખવી વધારે પડતી ગણાય. અલબત્ત, ઇતિહાસકાળની મળી આવતી પુરાતાત્ત્વિક સામગ્રી એની પ્રાચીન પરંપરાની કઈક ઝાંખી કરાવે છે. પુરાતત્ત્વજ્ઞા જેને ઇતિહાસકાળ પહેલાંના યુગ કહે છે એ કાળમાં ભગવાન ઋષભદેવે શત્રુંજયગિરની અનેકવાર સ્પના કરી હતી. એમના પુત્ર ચક્રવર્તી ભરતરાજે પ્રથમ તીર્થકર શ્રીઋષભદેવ ભગવાનનું રત્નમય રમણીય દેવમંદિર અધાવ્યું હતું. ભગવાન ઋષભદેવ પછી બીજા તીથ કરાએ અને મહાપુરુષોએ આ ભૂમિને પુનિત અનાવી હતી. એ જ 1.. “ શત્રુંજયમાહાત્મ્ય ”
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy