SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જૈન તીર્થ સર્વસંગ્રહ. મતલબ કે, મધ્યકાળમાં આ નગર ખૂળ આબાદ હતું અને જેનેની વસ્તી તેમજ મંદિરની બહલતાથી આ નગર ઝગઝગી રહ્યું હશે એમાં શંકા નથી. અહીંના ઉજ્જડ પ્રદેશમાંથી લગભગ ૧૫૦ જેટલી પ્રાચીન જૈન મૂર્તિઓ મળી આવી છે. એ સિવાય આજે પણ શાસનદેવ-દેવીઓની અને તીર્થકરોની અનેક મૂતિઓ ખંડિત–અખંડિત દશામાં મળતી રહે જ છે. ચારા નીચે પ્રાચીન મૂર્તિઓ દટાયેલી હોવી જોઈએ કેમકે થોડા સમય પહેલાં દેવીની મૂતિ નીકળેલી જે આજે પણ એક ભાગમાં ઊભી છે. અહીંથી મળી આવેલી મૂર્તિઓમાંથી એક મૂતિ ભાવનગરના દાદાસાહેબના મંદિરમાં આજે પણ પ્રતિષ્ઠિત છે અને બીજી શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ મુંબઈમાં છે. ગામની બહાર અજયપાલ રાજાનું સ્મરણ કરાવતાં દાડમનાં વૃક્ષે જેવાં અજયપાલ નામનાં વૃક્ષ ઊભાં છે. એનાં પાંદડાં કદી કરમાતાં નથી. તે અનેક રોગોના ઉપદ્રવને મટાડે છે એમ કહે છે. વળી, અહીં દોઢસો જેટલી પ્રાચીન વાવે છે–આ ઉપરથી આ ગામની પ્રાચીનતા અને જાહોજલાલીની ઝાંખી સ્પષ્ટ થઈ આવે છે. ચૌદમા સૈકાના ચાત્રી શ્રીવિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળામાં અહીંના પાર્શ્વનાથ મંદિરની નેધ કરેલી છે. દુર્ભાગ્યે અહીં શ્રાવકનું એકે ઘર આજે વિદ્યમાન નથી. ૧. અહીં એક માત્ર ભવ્ય શિખરબંધી જૈન મંદિર મૌજુદ છે. એને મૂળગભારે, રંગમંડપ અને શિખરની રચના મનહર છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ વેળુની બનેલી છે. તેના ઉપર લાલ લેપ કરેલે હેવાથી મૂર્તિ રમણીય લાગે છે. બંને હાથ તદ્દન સાંકડા દેખાય છે. માથે ભામંડળ આગળ નાગોએ ફણા વિકુવીર છત્ર બનાવેલું છે. મૂર્તિની ઊંચાઈ લગભગ ૩ ફીટથી વધુ નથી. મૂળગભારામાં બંને પડખે બે કાઉસગિયા મૂર્તિઓ છે, તે અહીંના અજયપાલ નામના ચારાની જમીન ખેદતાં મળી આવી હતી. તેના ઉપર સં. ૧૩ર૩ના જેઠ સુદિ ૮ ને ગુરૂવારે શ્રીઉદયપ્રભસૂરિના પટ્ટાલંકાર શ્રી મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કર્યાને લેખ કેલે છે. વળી, અહીંની ભૂમિમાંથી એકીસાથે રર મૂર્તિઓ પ્રથમ મળી આવી હતી, તેમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ હતી. તેમના પરિકરની નીચે નવગ્રહ અને બાજુમાં ચક્ષચક્ષિણીની મૂર્તિઓ કોતરેલી છે. તેના નીચે સં. ૧૩૪૩ના મહા વદિ ૨ ને શનિવારે પ્રતિષ્ઠા કર્યાને લેખ મોજુદ છે. અહીંથી એક ૩૫ રતલના વજનવાળો ઘંટ મળી આવ્યો છે, જેમાં“છીમારા પાર્શ્વનાથ સં. ૨૦૩૪ રૂા. રાયત્તર વં” એવા અક્ષરે કતરેલા કહે છે. વળી, બીજા ઘંટ ઉપર સં. ૧૬૬ર નો લેખ છે. આ બધી પ્રાચીન મૂર્તિઓ અને ઘંટ વગેરે આ મંદિરમાં પધરાવેલા છે. આ મંદિરની જમણી બાજુએ એક છત્રાકાર ગભારે છે ને તેની પાસે રાયણવૃક્ષની રચના કરેલી છે. આ બંનેની વચ્ચેના સ્તૂપ ઉપર સં. ૧૬૭૮ના ફાગણ સુદિ ૯ ને શનિવારને લેખ ઉત્કીર્ણ . મંદિરના ચારે દિશા અને ખૂણાઓમાં પણ શ્રીઆનંદવિમલસૂરિ, શ્રીવિજયદાનસૂરિ, શ્રીહીરવિજયસૂરિ, શ્રીવિજયસેનસૂરિ, શ્રીમહામુનિ, શ્રીતત્ત્વકુશલ મુનિ અને ઉપાધ્યાય શ્રીવિદ્યાસાગર મહારાજની પાદુકાઓ પ્રતિષિત છે. અજારાની પંચતથીમાં આ સ્થળ મુખ્ય તીર્થધામ છે. ૭૦. ભદ્રેશ્વર (કચ્છ) (કઠા નંબર: ૧૮૫૬). કચ્છમાં અંજારથી ૧૦ માઈલ દૂર વસઈ ગામ છે, ત્યાં ભદ્રેશ્વર નામે પ્રાચીન સ્થળ છે. એનું પ્રાચીન નામ ભદ્રાવતી હતું. આ નગરી કયારે વસી હશે એ જાણવામાં આવ્યું નથી પરંતુ એને ઈતિહાસ બહુ જૂને બતાવવામાં આવે છે. મહાભારતમાં વર્ણવેલી ચાવના રાજાની નગરી તે આ જ ભદ્રાવતી હોવાનું કહેવાય છે. આ પોરાણિક વાતને જતી કરીએ તેયે એતિહાસિક કાળમાં પણ આ ભદ્રાવતી એક પ્રાચીન નગરી હતી. ભદ્રાવતીના ઈતિહાસ અત્યારના ભદ્રેશ્વરના જૈન મંદિર સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવે છે. આજથી ૨૪૫૫ વર્ષ પહેલાં ૧. જૈન સત્યપ્રકાશ” વર્ષ: ૧, અંક: ૧ પૂ.૨૦-૨૨,
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy