SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ જૈન તીર્થ સર્વિસ રહે. ૬૬. ઉના (કઠા નંબરઃ ૧૮૧૭-૧૮૨૨) આજે જેને “ઉના નામે ઓળખીએ છીએ તેનું પ્રાચીન નામ “ઉન્નતપુર” હતું. ચૌદમા સિકાના ચાત્રી શ્રીવિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળામાં અહીં વીરપ્રભુનું મંદિર હોવાનું ધ્યું છે. એ પછી શ્રીહીરવિજયસૂરિના સં. ૧૬૫રના ભાદરવા સુદિ ૧૧ના દિવસે કાળધર્મ પામ્યાથી ઉના ગામ ગુરુ તીર્થરૂપ બનેલું છે. એ સમયે અહીં જેની વસ્તી ખૂબ હતી. ગામથી બે માઈલ દૂર દાદાવાડી નામે સ્થળ છે તે ૧૦૦ વીઘાની જમીન સમ્રાટ અકબરે જૈન સંઘને ભેટ આપી હતી, જેમાં અત્યારે ૭૬ વીઘા જમીન જેનોના કબજામાં રહી શકી છે. તેને “શાહીબાગ” નામે પણ લેકે ઓળખે છે. સૂરીશ્વરને અગ્નિસંસ્કાર આ જમીન ઉપર કરવામાં આવ્યું હતું. આ સ્થળે એક વિશાળ છત્રીમાં સૂરીશ્વરની પાદુકાઓ પ્રતિષ્ઠિત છે. દેરીમાં સં. ૧૬૫રના કાર્તિક સુદિ પને બુધવારનો લેખ ૩ ફીટ લાંબી અને ૧ ફટ પહેળી શિલા ઉપર કેતરે છે. એ સિવાય શ્રીવિજયસેનસૂરિ, શ્રીવિજયદેવસૂરિ તથા બીજા સૂરિવરેની કુલ બાર છત્રીઓ ઊભી છે. આજે અહીં જેનેની ૨૦૦ જેટલી વસ્તી છે. જેન ઉપાશ્રય અને એક જૈન ધર્મશાળા છે. અહીં ૬ મંદિરે છે તે બધાં ઘૂમટબંધી રચનાવાળાં છે, અને બધાં મંદિર કેળીવાડાના નાકે આવેલાં છે. ૧. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં ૨૫ નાની દેવકુલિકાઓ અને પ્રાચીન સમયનું એક મોટું ભય વિદ્યમાન છે. આમાનું વિશાળકાય બિંબ દર્શનીય છે. ૨–૩. મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાનનાં મંદિર છે. મૂળનાયકની સપરિકર પ્રતિમાઓ શ્રીવિજ્યસેનસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી છે. આમાં પ્રતિમાઓને પરિવાર ઠીક પ્રમાણમાં છે અને કેટલીક મૂતિઓ ભવ્ય અને પ્રાચીન જેવાય છે. ૪. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાન છે. ગૌતમસ્વામીની બે મૂર્તિઓ પણ વિદ્યમાન છે. ૫. મૂળનાયક શ્રીમનાથ ભગવાનનું મંદિર છે. ૬. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં ભમતીની ૧૮મી દેરીમાં એક પ્રાચીન પ્રતિમા જોવાય છે. આ ગામ અજારાની પંચતીર્થમાંનું એક તીર્થસ્થળ ગણાય છે અને અવારા તેમજ દેલવાડા તીર્થોની સંભાળ અહીને સંઘ રાખે છે. ૬૭. દીવ (ઠા નંબરઃ ૧૮૨૩-૧૮૨૫) ઉનાથી ૮ માઈલ. અજારાથી ૬ માઈલ અને દેલવાડાથી ૫ માઈલ દૂર રીવ નામે ગામ દરિયા કિનારે વસેલું છે. ઘોઘલા થઈને નાવમાં બેસીને સામે કિનારેથી પણ જવાય છે. અહીં પાર્ટુગીઝોનું રાજ્ય છે. આ ગામ પ્રાચીન છે. બહાકલ્પસૂત્રમાં દીવો ઉલ્લેખ કરે છે. ઉત્તરાપથના એક રૂપિયાના અહીં “સાભરક” નામના બે રૂપિયા મળતા. એમ તેના ટીકાકાર નેધે છે. ચૌદમા સૈકાના યાત્રી શ્રીવિનયપ્રભ ઉપાધ્યાય નેધે છે કે-- દવિહીં એ કયરિવિહાર, રિજિણ અદબુદ આદિજિણ, પાસ એ પાય નવિ." ૧. “જૈન સત્યપ્રકાશ” વર્ષઃ ૧૭, અંક: ૧, પૃ. ૨૦–૨૨.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy