SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનાર ૧૨૭ –રેવતાચલના શિખર ઉપર શ્રીનેમિજિનના મંદિરની આગળ શ્રી પાર્શ્વનાથ ભગવાનને ઊંચે પ્રાસાદ તેણે (સામંતસિંહ અને લક્ષણસિંહ) બંધાવ્યું. (વ્યાકરણની દૃષ્ટિએ શ્લેક અશુદ્ધ, જણાય છે.) ' શ્રીવાસ્તુપાલે સં. ૧૨૮૮ માં બંધાવેલાં મંદિરને જીર્ણોદ્ધાર સં. ૧૩૦૫ જેટલા ટૂંકા ગાળામાં થાય એ બનવું સંભવિત નથી. વળી, શ્રીવાસ્તુપાલનું મરણ સં. ૧૨૯૬ માં અને તેજપાલનું મરણ સં. ૧૩૦૪ માં થયેલું છે તેથી જીર્ણોદ્ધારને ચગ્ય જે કામ હોય તે તે પિતે જ કરાવી શકે એમ હતા, આથી વચ્ચેનું આ મુખ્ય મંદિર વસ્તુપાલે નહિ પણ મંત્રી સામંતસિંહ અને સલક્ષસિંહે બંધાવ્યું એમ ઠરે, જ્યારે શ્રીવાસ્તુપાલે બંધાવેલું શ્રી શત્રુંજયાવતાર ક્યાં હતું અને તેનું શું થયું એ નિર્ણય કરવાનું રહે. અલબત્ત, આ મંદિર શ્રીવાસ્તુપાલે કે સામંતસિહે બંધાવ્યું એને નિર્ણય કરવા માટે ઝીણવટભર્યા દાર્શનિક પુરાવાઓ અપેક્ષિત છે જ; એટલે એના બંધાવનારને ચેકસ નિર્ણય કર બાકી જ રહે છે. એટલું નકકી છે કે, વચ્ચેના મંદિરની બંને બાજુનાં મંદિરે શ્રીવાસ્તુપાલે બંધાવેલાં છે એમાં સંદેહ નથી. સં. ૧૨૮૮ ના જે છ વિકતૃત શિલાલેખો મળ્યા છે તે એ બે મંદિરમાંથી જ પ્રાપ્ત થયા છે; વચ્ચેના મંદિરમાંથી નહિ. આ રીતે જોઈએ તે આજે શ્રીવાસ્તુપાલે બંધાવેલા મંદિરે પૈકી બે મંદિર તે વિદ્યમાન છે જ જ્યારે બીજાં મંદિરો કાળકાવલિત થયાં કે જીર્ણોદ્ધાર થવાથી તેને સદંતર ફેરફાર થઈ જતાં આજે નિર્ણય કરવાનું કામ અઘરું બન્યું છે. આ માં પરસ્પર જોડાયેલાં ત્રણ મંદિર છે. શ્રીશામળા પાર્શ્વનાથ ભગવાનના મુખ્ય મંદિર મૂળગભારો ૧૩ ફીટ સમરસ છે અને રંગમંડપ પ૩૪૨૯ ફીટ લાંબા-પહોળે છે. મંદિર એક ઘૂમટવાળું છે છતાં વિવિધ શંગ અને ઉરુ ગવાળાં શિખરેથી શોભાયમાન લાગે છે. ડાબી અને જમel બાજુએ શ્રીવાસ્તુપાલે બંધાવેલાં દેરાસરે અત્યંત રમણીય છે. બંને બાજુના સમવસરણમાં સખદ પધરાવેલા છે. ડાબી બાજુના દેરાસરમાં ચોમુખની ત્રણ પ્રતિમાઓ શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે. તેમાં સં. ઉપપદ ના લેખો છે કે જેથી શ્રીચંદ્રપ્રભુની મૂર્તિ ઉપર સં ૧૪૮૫ ને લેખ છે. જમણી બાજુના દેરાસરમાં પશ્ચિમસખી પ્રતિમા શ્રીસપાર્શ્વનાથની છે, જ્યારે ઉત્તર અને પૂર્વ દિશામાં શ્રી નેમિનાથ ભગવાન છે. એ ત્રણે મૂર્તિઓ ઉપર સં. ૧૫૪૬ ના લેખે છે. દક્ષિણ દિશામાં શ્રીચંદ્રપ્રભુ વિરાજમાન છે. આ બંને મંદિરોના રંગમંડપ ૩૮૭ ફીટ સમચોરસ છે. અને મંડપમાં લગભગ છ સુધી ચડતી અને લગભગ ભીંત સુધી પ્રસરેલી સમવસરણ અને મેરશિખરની રચના પીળા પથ્થરમાં કરેલી છે. આ મંદિરની અંદર અને બહારના ભાગની ત્રણ બાજુની દીવાલમાં ખૂબ ઊંચા અને વિશાળ ત્રણ ગવાક્ષે છે ને ત્યાં જવા માટે ત્રણે સ્થળે એકસરખી નિસરણી મૂકેલી છે. આ મંદિરની કોરાણી, સપ્રમાણુતા, કમાનરહિત અનેક થાંભલાઓ જે બે શિખરવાળા છે અને તેમાં આલેખેલી નિમતિઓ, વિવિધ ઘટનાગ્યે, કુંભ વગેરેની આકૃતિઓ ખરેખર, આર્યશૈલીનાં ઉત્તમ પ્રતીક છે. ઉપર્યુક્ત ત્રણે અડદની શૈલી અત્યંત કળામય અને ગંભીર લાગે છે. જાણે સાક્ષાત્ કળાદેવીએ અહીં જ અવતાર લીધે હોય એ આભાસ થઈ આવે. ખરું જોતાં આ મંદિરે આખાયે ગિરિશંગનાં વિભૂતિમાન આભૂષણે છે. આ મંદિરની પાછળ વસ્તુપાલ-તેજપાલની માતાનું નાનું ઘૂમટબંધી મંદિર છે, જેવાં શ્રીસંભવનાથ ભગવાન પધરાવેલા છે. આ મંદિરને લેકે “ગુમાતાનું મંદિર ” કહે છે. આ મંદિર કચ્છ-માંડવીના ગુલાબશાહે બંધાવેલું હોવાથી ગલાખ શાહના મંદિર' નામે પણ ઓળખાય છે. વસ્તુતઃ ગુલાબ શાહે જીર્ણોદ્ધાર કરાવ્યે હશે પરંતુ મૂળ મંદિર તો શ્રીવાસ્તુપાલે જ તેમની માતાના નામે બંધાવ્યું હશે. આ મંદિરને જીર્ણોદ્ધાર થતાં પુરાણું કે -નાખવામાં આવ્યું છે ને ચારે બાજુએ આધુનિક રંગીન જડાવકામ નજરે પડે છે. પાસે આવેલા શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં ૨ મૂર્તિઓ છે. - ૮. શ્રીસંપ્રતિ મહારાજની ટૂંક વસ્તપાલની ટૂંકમાંથી બહાર નીકળીને મુખ્ય માર્ગે આગળ જતાં ડાબી બાજુએ શ્રીસંપ્રતિ મહારાજની ટૂંક આવે છે. આ મંદિર પ્રાચીન અને વિશાળ છે. મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાન છે. આ મંદિરમાંથી સં. ૧૨૧૪-૧૫ ના
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy