SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનાર ૧૨૫ ૬. માનસિંહ ભેજરાજની ટૂંકર શ્રી નેમિનાથ ભગવાનના કેટમાં પ્રવેશ્યા પછી જમણી બાજુએ એક મંદિર છે. કચ્છ-માંડવીના વિશા ઓશવાલ માનસિંહ ભેજરાજે સં. ૧૯૦૧ લગભગમાં આ મંદિર બંધાવ્યું છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાન છે. રંગમંડપ વિશાળ છે. મંદિરના ચેકમાં એક સુંદર કુંડ બને છે. ૭. વસ્તુપાલ-તેજપાલ અને ગુમાસ્તાની ટૂંકર મુખ્ય માર્ગે આગળ જતાં જમણી તરફ આ ટૂંક આવે છે. શ્રીવાસ્તુપાલ તેજપાલે આ મંદિર બંધાવ્યાં એમ એ મંદિરમાંથી મળી આવતા સં. ૧૨૮૮ ના મેટા ૬ શિલાલેખેથી જણાય છે.૨૨ રાજુલબુલની ગુફાઓ જતાં પહાડ ઉપર સં. ૧૨૮ન્ને લેખ છે. તેમને નીચે જણાવેલ ફ્લેકગિરનારના રસ્તામાં ત્રણેક રથળે કે તરે નજરે પડે છે – ____ "वस्तुपालविहारेण हारेणेवोज्जवलश्रिया । उपकण्ठस्थितेनायं शैलराजो विराजते ॥" મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ નામે બંધુબેલડી તેરમી સદીમાં ગુજરાતના ઈતિહાસમાં નામાંક્તિ વ્યક્તિઓ હતી. તેઓ કાબેલ રાજનીતિજ્ઞ હોવા છતાં પુણ્ય કાર્યોમાં તેમણે પોતાની અઢળક લક્ષમી વાપરી છે. આબુ, શત્રુંજય, ગિરનાર વગેરે સ્થળમાં રચેલાં મંદિરે એમને કીતિકલાપ વિસ્તારી રહ્યાં છે. ગિરનાર પરનાં મંદિરે વિશે રા. ગજાનન પાઠક કહે છે: “લાનની વ્યવસ્થામાં મને આ (મંદિર) સવ કેાઈ કરતાં સારાં લાગે છે. મુખ્ય મંડપની ત્રણ બાજુ પર વિમાને ગોઠવેલાં છે અને તેને ફરતે એટલે છે. Semmetry સમાનત્વથી આ મંદિરે ઘણાં ભવ્ય લાગે છે.” ઉપર્યુક્ત છ શિલાલેખ પિકી એકને સાર આ છે – “સં. ૧૨૮૮ ના ફાગણ સુદિ ૧૦ ને બુધવારે મહામાત્ય વસ્તુપાલે પિતાના કલ્યાણ માટે, જેની પાછળ કપદી ચક્ષનું મંદિર છે એવું “શત્રુંજયાવતાર’ નામનું આદિનાથનું મંદિર, તેના અગ્રભાગમાં ડાબી બાજુએ પત્ની લલિતાદેવીના પુયાથે ૨૦ જિનેથી અલંકૃત એવું “સંમેતશિખરાવતાર' નામનું મંદિર તેમજ જમણી આક્તએ બીજી પત્ની સોખુયાના શ્રેય માટે ૨૪ જિનેવાળું એવું ‘અષ્ટાપદાવતાર’ નામનું એમ ચાર મંદિર બનાવ્યાં હતાં,” એવી હકીકત શિલાલેખમાં વર્ણવેલી છે, પંડિત જિનહર્ષગણિએ “વસ્તુપાલચરિત્રમાં વસ્તુપાલ-તેજપાલે પર્વત ઉપર શું શું બનાવ્યું તેની સવિસ્તર નેંધ આપી છે. આ નૈધ શ્રીવસ્તુપાલના સં. ૧૨૮૮ના ૨૨. “ ગુજરાતના ઐતિહાસિક લેખે ” ભા. ૭, પૃ. ૧૪ થી ૪. ૨ગિરનાર તીર્થપતિ શ્રીનેમિનાથના મંદિરના પાછલા ભાગમાં પોતાના કલ્યાણ માટે શત્રુંજયસ્વામી આદિનાથને પ્રાસાદ બનાવ્યા અને તેનું “વસ્તુપાલવિહાર ” એવું નામ આપ્યું. આના ઉપર સુવર્ણને દેદીપ્યમાન કળશ સ્થાપન કર્યો અને સુંદર સ્કટિક સમાન નિર્મળ પાષાણની ભગવાનની ભવ્ય મૂર્તિ સ્થાપના કરી. તે મૂર્તિની આસપાસ પિતાના પૂર્વજોના શ્રેય સારુ શ્રી અજિતનાથ અને શ્રીવાસપી તીર્થકરની પ્રતિમાઓ વિરાજમાન કરી. એ મંદિરના મંડપમાં ઠ. ચંડપની મોટી મૂર્તિ તથા અંબિકાદેવી અને શ્રી મહાવીર જિનનાં બિંબ સ્થાપિત કર્યા. ગર્ભાગાર (મૂળગભારા) દ્વારની દક્ષિણ અને ઉત્તરની બાજુએ ક્રમથી પોતાની અને તેમના નાનાભાઈ તેજપાલની અશ્વાર, મતિ બનાવી. એ મંદિરની ડાબી બાજુએ પિતાની પ્રથમ પત્ની લલિતાદેવીના પુણ્યાર્થે “ સમેતાવતાર” નામનું મંદિર બનાવ્યું અને તેમાં તીર્થકરોની મૂતિઓ સ્થાપિત કરી, એમાં જ પિતાના મન પૂર્વજોની પણ મૂર્તિએ વિરાજિત કરી, પિતાની બીજી પત્ની સાખકા સૌ લતા )ના શ્રેય માટે મૂળ મંદિરની જમણી બાજુએ “ અષ્ટાપદાવતાર ” નામનું મંદિર કરાવ્યું અને તેમાં વીસે તીખોનાં બિંબ સ્થાણાં તથા એમાં જ પિતાની માતા કુમારદેવી અને પોતાની ૭ બહેનાની મૂર્તાિએ સ્થાપિત કરી. આ ત્રણે મંદિરને - સુંદર અને વિલક્ષણ ત્રણ તોરણે કરાવ્યાં. “વરતુ પાલવિહાર' અર્થાત ત્રણે મંદિરોમાંના મધ્યમાંના મંદિરની પાળ, અનાર વિભાગ - જેવું પદ યસનું મંદિર બનાવ્યું. તેમાં એ યક્ષની અને આહ્નિાથ ભગવાનની માતા મરુદેવાની ગજાઢ મૂતિ વિરા તીર્થપતિ શ્રી નેમિનાથ તીર્થકરનું જે મંદિર છે તેના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર; એમ ત્રણે દિશાનાં ધારો ઉપર અંદર : - કરાવ્યાં. એ જ ચયના (મંડપમાં?) દક્ષિણ અને ઉત્તર બાજુએ પિતાના પિતા અને પિતામહની અશ્વારૂઢ મૂર્તિઓ રથાપિત કરી તેમજ પિતાના માતાપિતાના કલ્યાણ માટે એ જ ચિત્યના મંડપમાં, શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની કાયોત્સર્ગસ્થ પ્રતિમાઓ - બનાવી. એ મંદિરના મંડપમાં અ ત્સવ કરતી વેળા સંકડામણ થતી તેથી તેની આગળ બીજે “ઈન્દ્ર' નામને વિશાળ મંડપ બનાવ્યો
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy