SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જૈન તીર્થ સર્વસંગ્રહ અને સં. ૧લ્ટર માં નરસી કેશવજીએ આ મંદિરના ઉદ્ધાર કરાવ્યાની વિગત જાણવા મળે છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની પંચાવન આગળની શ્યામવણી લેખ્યમયી રમણીય પ્રતિમા બેઠા ઘાટની વિરાજમાન છે. મંદિરને રંગમંડપ ૪૪૪૪૧ ફીટ લાંબે-પહોળો છે. કળામય રંગમંડપના થાંભલાઓ ઉપર જુદા જુદા લેખ જેવાય છે. દરવાજાના જુદા જુદા સ્તંભે ઉપર આ પ્રમાણે ત્રણ લેખે વિદ્યામાન છે – - (१) “संवत् १३३३ वर्षे ज्येष्ठ वदि १४ भोम श्रीजिनप्रबोधसूरि-सुगुरूपदेशात् उच्चापुरीवास्तव्येन श्रे० आसपालसुत श्रे० हरिपालेन आमनः स्वमातृहरिलायाश्वश्रेयो) श्रीउज्जयंतमहातीर्थे श्रोनेमिनाथदेवस्य नित्यपूजार्थ द्र० २०० शतद्वय प्रदत्तं । अमीषां व्याजेन पुष्पसहत २००० द्वयेन प्रतिदिनं पूजा कर्तव्या श्रीदेवकीयआरामवाटिकासत्कपुप्पानि श्रीदेवपंचकुलेन श्रीदेवाय अटापनोयानि ॥" (२) " संवत् १३३५ वर्षे वैशाख मुदि ८ गुरौ श्रीमदुज्जयंतमहातीर्थे देव....च श्रीनेमिनाथपूजार्थ धवलक्ककવાસ્તવથીમાઢવાતી સં૫. વીહા ત..." (३) " संवत् १३३९ ज्येष्ठ सुदि ८ बुधे श्रीउज्जयंतमहातीर्थे श्रयवाणावास्तव्य प्र[]वाटज्ञातीयमहं जिसवरसुतमहं पूनमसिंह भार्यागुनसिरिश्रेयाथ नेचके द्रा. ३०० त्रीणि शतानि नेचके कारितानि दिन प्रति पुष्क ३०५०॥" મંડપની અંદરની ભીંતમાં ત્રણ મૂર્તિએ એકીસાથે વિરાજમાન છે. નાની છે તે સં. ૧૨૭૫ માં બનાવેલી શ્રીકૃજરાપદ્રીય(?)ગ૭ના શાંતિસૂરિની છે. બીજી બે મોટી મૂર્તિઓ પૈકી એક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની અને બીજી શ્રી કુમારપાલ નરેશની છે. તેમાં બીજી પણ પ્રતિમાઓ છે. ભમતીમાં ૮૪ દેરીઓ છે. તેમાં ત્રણ વિભાગે ફરાય છે. દેરીઓમાં તીર્થંકર પ્રતિમાઓ, યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ, સમેતશિખર, નંદીશ્વરદ્વીપ વગેરેની રચના છે. બહારને બીજે મંડપ ૩૮૪ર૧ ફીટ લાંબો-પહેળે છે. ગોળ એટલા ઉપર સં ૧૬૯૪ ના ચિત્ર વદિ ૨ ના દિવસે ૧૪૫ર ગણધર મહારાજનાં પગલાં બે વિભાગમાં વહેંચાયેલાં સ્થાપન કરેલાં છે. ' આ મંદિરની મોટી ભમતીમાં એક ભોંયરું છે. તેમાં પિસતાં સામે જ રહનેમિ અને શ્રીમીધરની પ્રતિમાઓ છે તેને જીવિતસ્વામીની પ્રતિમાઓ કહે છે. ભેંયરામાં ડાબી બાજુએ જતાં એક દ્વાર આવે છે. તેમાં એક ઓરડામાં થઈને નીચે ઊતરવાનાં પગથિયાં છે. નીચે સન્મુખ શ્રીઅમીઝરા પાર્શ્વનાથની મૂર્તિનાં દર્શન થાય છે. આ મૂર્તિની અણીશુદ્ધ નખ વગેરેની શિક્ષકતિ જોઈને અને પાછળના ટેકાઓ વગેરે લક્ષણેથી લોકો તેને સંપ્રતિરાજે ભરાવેલી કહે છે. આ પ્રતિમાની કાંતિ, ગંભીરતા અને ઉલ્લાસભર્યું વદન જોઈને તે ઠરી જવાય છે. પથ્થરની આ મૂર્તિમાં એવું લાવણ્ય અને તાદશતા છે કે સાક્ષાત ભગવાનની સામે જ બેઠા હોઈએ એવું અનુભવાય છે. ટૂંકમાં–ખરેખર, શિલ્પીએ આમાં પિતાને આત્મા રેડી દીધું હોય એમ લાગે છે. આવી મૂર્તિઓ જવલ્લે જ જોવામાં આવે છે. આ મૂર્તિની ડાબી બાજુએ ગુફામાં શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિ છે. તેના ઉપર સં. ૧૩૫૮ ને લેખ છે, તે લેખથી માલમ પડે છે કે, આની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિએ કરી છે. શ્રી નેમિનાથ ભગવાનની મોટી ભમતીમાં તીર્થંકર પ્રતિમાઓ અને ૧૮ જોડી પગલાં છે. દક્ષિણ તરફના દ્વારની ડાબી આજાએ મોટામાં મોટાં શ્રી નેમિનાથ ભગવાનનાં પગલાં છે, એ જ દ્વારની જમણી બાજુએ શ્રીમનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી અંબિકાદેવીની મૂર્તિ વિરાજમાન છે. ૨. જગમાલનું મંદિરઃ આ મંદિરની પછવાડે પિોરવાડ જગમાલ ગોરધનવાળું દેરાસર પૂર્વકારનું છે. તેમાં મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાન છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૪૮ ના વૈશાખ સુદિ ૬ ને શુક્રવારે શ્રીજિનેન્દ્રસૂરિએ કરેલી છે. ૧૮. “ ગુજરાતના ઐતિહાસિક લેખ” ભા. ૭, પૃષ્ઠ : ૨૫૭, ૨૫૮
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy