SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જૈન તીર્થ સર્વસંગ્રહ દામાને, અને ત્રીજો સમુદ્રગુપ્તના સમયને; એમ ત્રણ મહાન લેખે ઈ. સ. પૂર્વેને ત્રીજા શતકથી લઈને ઈ. સ. ના પાંચમા શતક સુધીના આ એક જ શિલા ઉપર કોતરાયેલા છે. પ્રિયદર્શી સંપ્રતિરાજે આ ઉન્નત તીર્થભૂમિની છાયામાં આવેલા સુરેન્દ્રના ગિરિનગરમાંથી પ્રજાના કલ્યાણ માટે જે સંદેશ પાઠવ્યું તે આજ સુધીચે પ્રજાજીવનના હાડમાં પ્રસરેલો જેવાય છે, એની વિગતમાં ઉતરવાને અહીં અવકાશ નથી. તળેટીમાં સુરતવાળા શેઠ પ્રેમચંદ રાયચંદે અને સં. ફૂલચંદભાઈએ બંધાવેલી બે ધર્મશાળાઓ છે. અહીં એક શ્વેતાંબર જિનાલય પણ છે. તેમાં ત્રિગડાથી સુશોભિત મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન વિરાજમાન છે. ધર્મશાળાની પાછળ શ્રીચિદાનંદજી મહારાજના સહયોગી શ્રી પ્રેમચંદજી ચગીનાં પગલાં અને બીજી પાદુકાઓ પણ છે. થોડે દૂર ગિરનાર ગિરિ ઉપર ચડવાને દરવાજો આવે છે. દરવાજાની જમણી બાજુએ શ્રીમનાથ ભગવાનની દેરી છે અને તેમાં પાદુકાઓ પધરાવેલી છે. આ દેરી તાંબરીય શ્રાવક શ્રી લક્ષ્મીચંદ પ્રાગજીએ બંધાવી છે. દરવાજાથી પર્વતની પાજો આરંભ થાય છે. પાકના ડાબા હાથ તરફના એક પથ્થરમાં આ લેખ જેવાય છે – "संवत् १२२२ श्रीश्रीमालज्ञाति(ती)य मह० श्रीराणिगलुत महं० श्रीवाकेन पद्या कारिता ॥" –સં૦ ૧૨૨૨માં રાણિગના પુત્ર શ્રીમાલજ્ઞાતીય મંત્રી શ્રી આંબડે પદ્યા પાજ-કરાવી. સં. ૧૨૪૧માં શ્રીસેમપ્રભાચાર્યે રચેલા “કુમારપાલ પ્રતિબંધ માં એ વિશે આ પ્રમાણે વર્ણન કરેલું છે?— " यां सोपानपरम्परापरिगतां विश्रामभूमियुतां, स्रष्टुं विष्टपसृष्टिपुष्टमहिमा ब्रह्मापि जिलायितः । मन्दस्त्रीस्थविरामकादिसुगमां निर्वाणमाोपमा पद्यामाम्रवचस्पतिर्मतिनिधिनिर्मापयामास ताम् ॥" એ જ સમયમાં શ્રેષ્ઠી ધવલે અહીં માર્ગ વચ્ચે એક વાવ કરાવી હતી, એવી વિગત શ્રીવિજયસેનસૂરિએ રચેલા “રેવંતગિરિરાસુ”માં આ પ્રકારે સેંધી છે, અને તેમાં જ ઉપર્યુક્ત પાજ સંબંધે પણ ઉલ્લેખ કર્યો છે : “હુવિહિ ગુસ્ટસે ઉિરાયવિહંડ, કુમરપાલુ ભુપાલ જિણસાસણમંડણ; તેણ સંવિઓ સુરઠદડાહિ, અબ સિરે સિરિમાલકુલસંભવે. પાજ સુવિશાલ તિણિ નઢિય, અંતરે ધવલ પણ પરવ ભાવિય: ધનુ સ ધવલ ભાઉ જિણિ પાગ પયાસિય, બારવિસેત્તર વરસે જસુ જસિદિસિ વારિય.” વળી, ગિરનાર પર ચડવા માટે મંત્રી બાહેડે૨૩ “શંખલા પદ્યા–સાંકલિઆ પદ્યા” કરાવ્યાનાં પ્રમાણે સાંપડે છે. વસ્તુતઃ સાંકળી ગામથી ચડવાને એક માર્ગ હતો તેથી એ નામે એ પાજ ઓળખાતી, ત્યાં થઈને કુમારપાલ નરેશ ગિરનાર પર ગયા હતા. આંબડે કરાવેલી પાજને સમયે સમયે ઉદ્ધાર થતો રહ્યો છે, એ સંબંધે બીજો લેખ “હાથી પહાણુ” આગળ છે. તેમાં આ પ્રમાણે વંચાય છે – ___ " स्वस्ति श्रीसंवत् १६८३ वर्षे कार्तिक वदी ६ सोमे श्रीगिरनारनी पूर्वनी पाजनो उद्धार श्रीदीवना संघे पुरुषानिमित्त श्रीश्रीमालज्ञातीय मानसिंघजी मेघजीने उद्धार कराव्यो ।" એ પછી છેવટના ઉદ્ધારમાં ડે. રિલેવનદાસ રેતીચંદના સુપ્રયત્નથી સુંદર પગથિયાં બંધાઈ ચૂક્યાં છે. ૧૨. મહું યાદવેન જ્ઞા૪િમાજિયાં પડ્યાં હોષિતઃ 1...પતુ નૂતનપામુ યુવાનેfોષિતઃ 1 ના ૪ તીર્થનાન – “ચતુરશીતિ પ્રબંધસંગ્રહ” (હસ્તલિખિત). ૧૩. જેતલસરથી સાંકળી, ત્યાંથી ચેકી, ત્યાંથી વડાલ થઈને ૩-૪ માઈલ ચાલ્યા પછી સહસાવનને માર્ગે ગિરનાર પર ચડવાને અસલ રસ્તો મુખ્ય હતા.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy