SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ૬૨. વલભીપુર (કઠા નંબર: ૧૯૫૫) ધોળા જંકશનથી ૧૦ માઈલ દૂર વળા અથવા વલ્લભીપુર નામે ગામ છે. સારાષ્ટ્રના ગિરિનગર, દ્વારકા અને પ્રભાસ જેટલું જ એ પ્રાચીન છે. પ્રાચીન કાળમાં એ મિલપુર નામે ઓળખાતું હતું. એ પછી એનું નામ વલભીપુર પડ્યું. એતિહાસિક યુગમાં ગિરિનગર પછી વલભી પણ સૌરાષ્ટ્રનું પાટનગર હતું અને વેપારી બંદર તરીકે પણ તેની ખ્યાતિ હતી. ખાનદેશના વાઘલી ગામમાંથી મર્થ રાજા ગોવિંદરાજને શકસંવત ૯૧ ને શિલાલેખ મળે છે, તેમાં એ રાજાના લગભગ વિશ પૂર્વજોની વંશાવલી આપેલી છે. એ વંશ સૈારાષ્ટ્રના વલભીપુરમાં હતું. એ સમયે વલભી રાજધાનીનું નગર હતું અને દેવમંદિરેથી શોભાયમાન લાગતું હતું. એ લેખના બીજા ગ્લૅકમાં આ પ્રકારે વર્ણન કરેલું છે :– “સ્મન રેડત્તિ ચા વિવુધરવળવાર્થી, મૌન રાનપાની વયિરિ... મëાના! यस्मानिःशेषविद्यासुनिशितमतयो ब्राह्मणा ब्रह्मतुल्याः, पोरा धर्मार्थकामत्रितयफलभुजः सन्ति मौर्यप्रसादात् ॥" એવી આ સુંદર નગરીને સં. ૩૭૫ માં ભંગ થયે એ પહેલા વલભીપુરને ઈતિહાસ અંધકારમાં છે. વલભીવંશના રાજાઓના સમયમાં આ નગરી ઉન્નત અવસ્થામાં હોય એમ જણાય છે. જૈન ગ્રંથોથી જણાય છે કે, એ વંશના ધર્માદિત્યના પુત્ર શિલાદિત્યના સમયમાં દ્વાદશારાયચકવાલ” (રચના સં. ૪૧૪ લગભગ) કર્તા પ્રકાંડ તાર્કિક વિદ્વાન મલ્લવાદીપ જૈનાચાર્ય અને પરંપરાથી માન્ય “શંત્રુજયમાહાસ્ય” (રચના સં. ૪૭૭) ના કર્તા શ્રીધનેશ્વરસૂરિના શિલાદિત્ય રાજાએ પિતાની રાજસભામાં સત્કાર કર્યો હતો. બંને આચાર્યોએ આ રાજવીને ઉપદેશ આપી જેનધમી બનાવ્યા હતા અને શત્રુંજય તીર્થને ઉદ્ધાર તેની પાસે કરાવ્યો હતો. એ સમયે અહીં ૮૪ જિનમંદિરે પિતાને વિજયધ્વજ ફરકાવી રહ્યાં હતાં.૬ વીર નિ. સં.૯૮૦ (વિ. સં. ૨૧૦) લગભગમાં શ્રીદેવગિણિ ક્ષમાશ્રમણે આ નગરમાં શ્રમણસંઘ એકઠો કરી જૈન આગમેને પુસ્તકરૂઢ કર્યા હતાં, તેથી આ નગર જેનવિદ્યાના કેંદ્રસમું બની ગયું હતું એ વંશમાં થયેલા પ્રવસેન મહારાજ (વલભી સં. ૨૦૦ થી ર૩૦, વિ. સં. ૫૭૬ થી ૬૦૬ માં) વલભીમાં રાજા હતા ત્યારે વલભી સં. ૨૦૮ માં તેના યુવરાજનું આણંદપુરમાં મૃત્યુ થયું. આણંદપુર કુમારભુકિતનું નગર હતું. એ સમયે ચેથા કાલકાચાર્ય વલભીમાં ચતુર્માસ માટે સ્થિત હતા. તેમણે રાજાને ઉપદેશ આપી પુત્રશોક મુકાવ્યો અને ઘણાં જિનમંદિરને ઉદ્ધાર કરાવી પૂજા વગેરે કરાવ્યાં.’ . "The Geographical Dictionary of Ancient and mediaeval ndia."--By Nundolal Dey. ૨. ‘દશકુમારચરિત' ઉચ્છવાસઃ ૬. 2. “ Indian Antiquary” Book II. Page 221-218 ૪. “વગર વાળં તિઝિયા સફળ વિદાઝ કસ્ટ્રમિંનો કુવો ”— તિગાલીપથન્નો. ૫. વીર નિર્વાણ સં. ૮૮૪ (વિ. સં. ૪૧૪)માં મલવાિિરએ બૌદ્ધોને જીત્યા એ સંબંધે “પ્રભાવરિત 'ના વિજયસિંહ: સુપ્રિબંધ'માં આ પ્રકારે ઉલ્લેખ છે – "श्रीवीरवत्सरादय शताटके चतुरशीतिसंयुक्त । जिग्ये स मल्लवादी बौद्धास्तव्यन्तरांश्चापि ॥ ८॥" $." Journal of the Royal Asiatic society." XIII, P. 159. ७. "पलहिम्मि नयरे देवढिपमुहमयलसंघहि । पुन्चे आगम लिहिट नवस्य असीआणु वीराओ॥" ૮. “જૈન પરંપરાને ઇતિહાસ”—છે. મુનિ શ્રીદર્શનવિજયજી ( ત્રિપુટી) પૃષ્ઠઃ ૩૮૪.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy