SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ * જૈન તીર્થ સર્વસંગ્રહ આ ત્રણે મંદિર “લાલબાગ થી ઓળખાતી જગામાં એક જ વંડામાં ઘેરાયેલાં છે. ૫. શ્રીમનાથ ભગવાનનું જિનાલય શ્રીમહણસિંહ શેઠે બંધાવ્યું છે. આ મંદિરની સ્થાપના વિશે કહેવાય છે કે, વહા gવટ કરતા મહણસિંહ શેઠ દ્વારકાથી કપાસ ભરીને આવતાં, તેમણે જામનગરમાં જ્યારે વહાણને નાંગર્યું ત્યારે શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમા નીકળી આવી. આથી શેઠે જામનગરમાં ભવ્ય મંદિર બંધાવી સં. ૧૬૪ના મહા સુદિ પના દિવસે પ્રતિષ્ઠા કરી અને એક શ્રાવિકા ઉપાશ્રય પણ બંધાવ્યું. સં. ૧૭૨૫ માં મુસલમાનની ફેજ હાલારમાં આવતાં નવાનગરના શ્રાવકે એ બધાં મંદિરની પ્રતિમાઓ ઉત્થાપી ભેંયરામાં ભંડારી દીધી હતી, આથી સં. ૧૭૮૭ સુધી મંદિરે ઉજજડ જેવાં બની રહ્યાં. તે દરમિયાન મુસલમાએ જિનમંદિરના દ્વારે તોડી નાખી તેમાં ઘણીવાર માલ ભર્યો હતો. છેવટે શ્રીવર્ધમાન શાહના વંશજ તલકશી શાહે મંદિરને સમાવી સં. ૧૭૮૮ના શ્રાવણ સુદિ ૭ને ગુરુવારે પુનઃ પ્રતિષ્ઠા કરેલી છે. એ સમય પછી ઓશવાલ ગૃહસ્થ શેઠ આશકરણ શાહે શ્રીવાસુપૂજ્ય સ્વામીનું મંદિર બંધાવ્યું. જખૌનિવાસી શેઠ જીવરાજ રતનશીના વંડામાં શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર, શ્રી ઝવેરચંદ શેઠે બંધાવેલું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર તેમજ શેઠ પોપટલાલ ધારશી વગેરેએ બંધાવેલાં જિનાલ મળીને ૧૪ મંદિર આજે જામનગરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. ૫૮. શત્રુંજય (કઠા નંબર : ૧૫૩૨-૧૫૮-૧૯૭૬-૧૯૭૮–૧૬૮૨) સોરાષ્ટ્રની પુણ્ય ભૂમિમાં આવેલે શત્રુંજયગિરિ જેનેનું ગરવું તીર્થ છે. “જ્ઞાતાધર્મકથા” જેવા પ્રાચીન આગમ ગ્રંથમાં આને પુંડરીકગિરિ નામે ઉલ્લેખ થયે છે. શત્રુંજયનાં ૧૦૮ જેટલાં નામે જેન ગ્રંથમાં ધાયાં છે. પ્રથમ તીર્થકર શ્રીષભદેવ ભગવાનની પવિત્ર ઘટનાઓ સાથે આ ગિરિને સંબંધ જૈન ગ્રંથોમાં વર્ણવાયે છે, તેથી જ પાંચ મહાતીર્થોમાં અતિપ્રાચીન અને વધારેમાં વધારે લોકપ્રિય બનેલા આ તીર્થનો મહિમા કવિઓ, વિદ્વાને, સંતે, ભક્તા. વૃદ્ધો. નાનાં-મોટાં બાળકે અને સ્ત્રીઓ પિતપોતાની ઢબે ગાય છે ને ઓછામાં ઓછું જીવનમાં એકાદ વખત પણ એના દર્શનને લતા માણી પિતાને કૃતાર્થ બનાવે છે. આ તીર્થની ઈતિહાસયાત્રા શરૂ કરીએ તે પહેલાં પાલીતાણાની ચેત્યપરિપાટી કરી લઈએ: પાલીતાણું – શત્રુંજયગિરિની તળેટીમાં વસેલું આજનું પાલીતાણા એ તે “પાદલિપ્તપુર’નું અપભ્રંશ નામ છે. એ નામમાં જ જેનશાસનના યુગપ્રધાન એ મહાન સિદ્ધયેગીનું નામસ્મરણ અંકાયેલું છે. શ્રીપાદલિપ્તસૂરિના નામને સોદિત ઉજજવળ બનાવી રાખવા માટે તે . જ શષ્ય નાગાર્જને લગભગ બીજી શતાબ્દીના અંતે અને ત્રીજી શતાબ્દીના આરંભમાં પાદલિપ્તપુર નામે નગર વસાવ્યું હતું, જે અનેક પરિવર્તન પામી આજના સ્વરૂપમાં જોવાય છે ને શત્રુંજયગિરિનાં ચરણ પખાળતી શત્રુંજયા (શેત્રુજી) નદીનાં નિર્મળાં નીર આ નગરને નૂતન સમૃદ્ધિથી નવાજે છે. ચોદમા સૈકામાં “વિવિધતીર્થકલ્પ'ની રચના કરનાર શ્રીજિનપ્રભસૂરિ કહે છે: “પાલીતાણામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રીમહાવીરસ્વામી અને શ્રીમનાથ પ્રભુનાં મંદિરે શોભે છે.” તેરમા સૈકામાં મંત્રીશ્વર શ્રીવાસ્તુપાલે આ નગરના શ્રી પાર્શ્વનાથ ભગવાનની યાત્રા કરી હતી; એ ઉલ્લેખ મળે છે. આ ઉપરથી જણાય છે કે આ ત્રણ મોટાં મંદિરો અહીં ચૌદમી શતાબ્દીમાં વિદ્યમાન હતાં, પરંતુ આજે એની શોધ કરવી મુશ્કેલ છે. આજે જે મંદિરે અહીં વિદ્યમાન છે તે ૧૦૦-૧૫૦ વર્ષ કરતાં પ્રાચીન જણાતાં નથી. યાત્રાળુઓ માટે અહીં નાની–મોટી ૪૦ જેટલી ધર્મશાળાઓ, ભોજનશાળાઓ, દવાખાનાં, વાહને, ડાળીવાળા અને ભોમિયા વગેરે તમામ પ્રકારની સગવડ મળે છે. શહેરમાં નાનાં-મોટાં મળીને લગભગ ૧૩ જૈનમંદિરો વિદ્યમાન છે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy