SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ધોળકા રચા અને પ્રતિલિપિ કરી તેની પ્રશસ્તિ મળે છે. મંત્રી વસ્તુપાલે પિતે જ ધોળકામાં શ્રી આદિનાથનું મંદિર, બે ઉપાશ્રય, વાવ અને પાણીની પરબ વગેરે સુકૃત્ય કર્યા હતાં. એ મંત્રીના સમયમાં જ “વેણીકૃયાણ અમર”ના નામે પ્રખ્યાતિ પામેલા શ્રીઅમરચંદ્રસૂરિએ ધોળકામાં પ્રવેશ કર્યો અને રાજદરબારમાં પ્રતિભાસંપન્ન કવિ તરીકેની કીર્તિ સંપાદન કરી હતી. ચૌદમા સિકામાં માંડવગઢના મંત્રી પેથડે અહીં એક જિનમંદિર બંધાવ્યું હતું. એ જ સૈકાના વિનયપ્રભ– ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળામાં અહીંનાં મંદિરને આ રીતે ઉલ્લેખ કર્યો છે – ધવલકઈ એ પાસુ કલિકંઠ, જિહાવસહાય પાસવર આ હકીક્ત ઉપરથી બારમા સિકાથી લઈને ચૌદમા સૈકા સુધીમાં અહીં કેટલાયે જિનમંદિર બંધાયેલાં હતાં તેને ખ્યાલ આવી શકે એમ છે. અગાઉ નિદિઇ અછુપ્તની વસતિ, અશ્વાવ-શકુનિકાવિહાર, શ્રીવાસ્તુપાલનું આદિનાથ મંદિર અને પેથડના મંદિરને ઉલ્લેખ “તીર્થમાળા”માં ન હોવાથી એ મંદિરોનું શું થયું એ જાણવા મળતું નથી, જ્યારે કલિકુંડ પાર્શ્વનાથ અને જિલુહાવસહી પાર્શ્વનાથને માત્ર ઉલેખ કરેલ જેવાય છે. આજે તે પથ્થરના ઢગલા જેવું આ ગામ દેખાય છે. અહીં હવે અગાઉની જાહોજલાલી વર્તાતી નથી. પણ અસલનાં પ્રાચીન સ્થાનો છે ખરાં. પાંડવની નિશાળ નામે ઓળખાતી મસ્જિદ પોતાની શિ૯૫શૈલી અને લોકોની સ્મરણપરંપરા પ્રમાણે એક હિંદુ મંદિર હતું. વળી, ટાંકાની મસ્જિદ નામે ઓળખાતું મોટું વંડાબંધી મકાન એક જૈનમંદિર હતું, જેને મસ્જિદ બનાવી દેવામાં આવ્યું છે. આ મસ્જિદની નીચેના ભોંયરામાંથી કેટલીયે જિનમતિઓ નીકળી આવી હતી. એ ભેંય આજે તે બંધ કરી દેવામાં આવ્યું છે પણ તેમાં ઊતરવાની નિસરણીની સ્પષ્ટ નિશાનીઓ આજે પણ જોવાય છે. બાવન જિનાલય જેની આસપાસ હતાં એવું મધ્યનું સ્થાન ઘૂમટવાળું છે. મંદિરના સ્તંભે ટૂંકા છતાં કીર્તિસુખ અને ઘટપલવના અલંકરણથી શોભિત છે. એક તરફના ખૂણામાં બે-ત્રણ શ્રીધરસ્તંભે પણ દશ્યમાન છે. મુખ્ય દરવાજનું એકઠું મનહર કેરણભર્યું છે. એની બારશાખમાં વાદ્યસામગ્રી સાથે નાચતા દેવતાઓ અને પલ્લવની આકૃતિઓ છે. તેના ઉપર તીર્થકર દેવની મંગળમૂર્તિ આજે પણ જોઈ શકાય છે. આખાયે મકાનની અંદર કેરણી કઈરાદાપૂર્વક ઘસી નાખવામાં આવી છે પણ એની અંદરનું મૂળ સ્વરૂપ અછતું રહી શકતું નથી. તે આજે તે ખંડિયોવાળી વિશાળ ભૂમિમાં જૈનોનાં માત્ર ૭-૮ ઘરો વિદ્યમાન છે અને ત્રણ જિનાલયે પણ મોજુદ છે, જે પ્રાચીનકાળના ગૌરવનું સ્મરણ કરાવી રહ્યાં છે. ૧. અહીં અંબાજીની પિળમાં શ્રીસુમતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર વિશાળ સજાવટભર્યું છે. આ મંદિર મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલે બંધાવ્યું હતું. તેમાં એ સમયે શ્રી આદીશ્વર ભગવાન મૂળનાયક હતા પરંતુ જીર્ણોદ્ધાર સમયે શ્રીસુમતિનાથ પધરાવ્યા હશે. મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાનની બદામી વર્ણની ૧ ફૂટ ઊંચી સપરિકર પ્ર બિરાજમાન છે. બંને તરફની તવણી પ્રતિમાઓમાં એક શ્રી પાર્શ્વનાથપ્રભુ અને બીજા શ્રી આદિનાથ ભગવાન છે. જે સં. ૧૯૫૯માં પ્રતિષ્ઠિત કરેલા છે, રંગમંડપમાં ડાબા હાથે શ્રી નેમિનાથ ભગવાનની વેત આરસની કાઉસગિયા મતિ ; હાથ ઊંચી છે અને જમણી બાજુએ સં. ૧૨૦૧ના લેખવાળા ચતુર્વિશતિપટ્ટ વિરાજમાન છે. આ મંદિરની સામે ત્રણ ખુણિયાળી નાની ધર્મશાળા છે જેમાં પુરાણુ સમયનું જલભર્યું ટાંકુ બાંધેલું છે. ૨. બીજું મંદિર પંચભાઈની પિળમાં ઘૂમટબંધી શ્રી શાંતિનાથ ભગવાનનું છે. તે પિતાની બાંધણીમાં નિરાઈ છે. મૂળનાયકની રા ફીટ ઊંચી પ્રતિમા બદામી રંગની છે અને તેની આસપાસ બે બે હાથની આરસ પ્રતિમાઓ પ્રાચીન સમયની ગણાય છે. આ મંદિરના પ્રવેશદ્વારમાં ડાબી બાજુએ ખાધેલું મજબૂત ભય છે આ મંદિરની પાસે બે માળને એક ઉપાશ્રય અને એક નાની ધર્મશાળા ૫ણ છે. ૩. અહીંથી બે માઈલ દૂર ળકાના જૂના મહેલા નામે ઓળખાતી ભાલાળમાં ત્રીજું શ્રી આદીશ્વર ભગવાનનું ઘર દેરાસર પણ પ્રાચીન છે. આ મંદિરમાં શ્રીવાસ્તુપાલ અને રૂપાદેવીની આરસની મનોહરં મૂર્તિઓ છે. અહીંના પ્રાચીન સ્થળની શેધ કરવામાં આવે તે ઈતિહાસને ઉપયોગી ઘણું સામગ્રી મળી આવવાનો સંભવ છે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy