SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ દાવા-ઈડર ૮૩ ૪૮. દાવડ (કોઠા નંબર : ૧૩૦૪). જાદર સ્ટેશનથી ૪ ગાઉ દૂર દાવડ નામનું ગામ દાલ નદીના ઉત્તર નિારે વસેલું છે. પ્રાચીન કાળમાં આ ગામ દેવપત્તન અથવા દ્રાવપુરના નામે પ્રસિદ્ધ હતું એમ કહે છે. અહીંની આસપાસની ભૂમિ ઉપરથી દેવાલયના ઘડેલા પથ્થરે, જિનમૂર્તિઓ વગેરે નીકળી આવે છે. સં. ૧૯૪પમાં મેવાડા બ્રાહ્મણ દુર્ગાશંકરના મકાનને પાયે ખેદતાં ૨૦૦ ખંડિત જિનપ્રતિમાઓ નીકળી આવી હતી, જે એક કૂવામાં ભંડારી દેવામાં આવી. અહીંના કેટલાંક મકાનમાં પ્રાચીન મંદિરના ઘડેલા પથ્થરે લાગેલા જોવાય છે. વળી, ગામની બહાર તૂટી ગયેલી સાત વાવડીઓ છે, જેનું બહુમૂલ્ય શિલ્પકામ આજે પણ જોવા મળે છે. ગામથી ઉત્તર દિશામાં માઈલ દર સિદ્ધરાજ જયસિંહની રાણી હાંસલદેવીએ બંધાવેલું “હાંસલેશ્વર નામે ૨૦ એકરના ઘેરાવાવાળું સમરસ તળાવ છે. આ બધાં અવશે ઉપરથી આ ગામ પુરાણું હોય એવું અનુમાન થાય છે. આજે અહીં ૪૦ જેનેની વસ્તી છે. ૧ ધર્મશાળા અને ૧ જૈનમંદિર છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર પ્રાચીન છે. લગભગ સં. ૧૩૦૦ આસપાસમાં બંધાયેલું લાગે છે. મક નાવ ની તવી પ્રતિમા ૨૪ ઇંચ ઊંચી છે. આ સ્મૃતિ સંપ્રતિરાજે ભરાવેલી કહેવાય છે. મૃ૦ ના૦ ની બંને બાજુએ નાની મોટી છ પ્રતિમાઓ બિરાજમાન છે. ડાબી બાજુએ શ્રી નેમિનાથ ભગવાનની ૩ હાથપ્રમાણ પ્રતિમા છે. આ પ્રદેશમાં આ સ્થળ તીર્થરૂપ મનાય છે. ૪૯. ઈડર (કોક નંબર : ૧૩૧૦-૧૩૧૫) દકિક આઠ પ્રાચીન નગર છે. એના ગઢ ઉપર ચડવાની હળવી સ્મૃતિઓ લોકવાણીમાં ગૂંથાયેલી આજે પણ કગોચર થાય છે. આડાવલાની એક શાખારૂપે પિતાનું અલગ વ્યક્તિત્વ દાખવતે આ ઘઉં ડુંગરા દરથીયે નજરે પડે છે. આનું શાસ્ત્રીય નામ ઈલાપદ્ર, ઇલાદુગ, ઇયર વગેરે મળે છે. ગઢને ઈતિહાસ જાણીએ તે પહેલાં ઈડર નગરની હકીકત જોઈ લઈએ: આજનું ઇડરનગર એના પ્રાચીન સ્થળ ઉપર નથી. પ્રાચીન ઈડરના દેવં સાવશે આજના ઈડરની ઉત્તર દિશામાં પહાડની તળેટીમાં પડેલા છે. દિગંબરીય જૈન મંદિરની દિવાલ પાસે થઈને એ તરફ જવાને બાંધેલા માર્ગ છે. એ ધ્વસ્ત ઈરમાં પથ્થરની બાંધેલી પળો છે, જેમાંની એક તે સાંગોપાંગ ઊભી છે ને બીજી પડી ગઈ છે. પહાડની તળેટીમાં પૂર્વ બાજુએ પથ્થરની બાંધેલી પુષ્કરિણું છે. તેમાં સદા ભરેલું પાણી રહે છે. એથી ડું આગળ ચાલતાં સાત માળની અને સુંદર વાવ છે. સેળમાં સકાના શ્રીસુધાનંદસૂરિના કઈ શિષ્ય રચેલી “ઈડરગઢ-ચૈત્યપરિપાટીમાં આ શહેરનું સુંદર વર્ણન કરતાં ગઢની તળેટીમાં આવેલાં જિનમંદિરને પણ ઉલ્લેખ કરે છે – તલટાઈ શ્રીપાસનાહ, પ્રાસાદ નિહાલઉં, પૂજીએ પણમીએ પાસસામિ, પાતગ વિ ટાલઉ. ૮ અમાવસહી ચેપિ હરખિ, ગિરિ સિરિવરિ વડી; આગલિ આદિ નિણંદ, ભવણ દીસ પાવડીઆ » ૯ આ મંદિર ઈડરના પ્રાચીન વંચાવશેમાં ઢંકાઈ ગયાં છે ને આ ઈતિહાસગાથાએ એનું મૂંગું સ્મરણ માત્ર - કરાવી રહી છે. પ્રાચીન ગ્રંથની નેંધ ઉપરથી પણ આ નગરને સુવર્ણકાળનાં પ્રમાણ મળી આવે છે: આ નગરમાં શ્રીઆણંદવિમલસૂરિને જન્મ સં. ૧૫૪૭માં અને શ્રીવિજયદેવસૂરિને જન્મ સં. ૧૯૫૬માં થયું હતું. કેટલાયે આચાર્યોએ અહીં સ્થિરતા કરીને ગ્રંથની રચના કર્યાની અને અનેક ગ્રંથની પ્રતિલિપિ કરાયાની
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy