SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ કરેલા ઉત્સવમાં શીસેમસુંદસૂરિએ શ્રી મુનિસુંદર વાચકને સૂરિપદ આપ્યું હતું. પછી દેવરાજે સંઘપતિ બની અહીંથી મુનિસુંદરસૂરિ સાથે શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી હતી. ઊંચા ટેકરા ઉપર વસેલું આ નગર આજે પણ એના ભૂતકાલીન ગૌરવનું ભાન કરાવે છે. તેમાં અહીંનાં એન. મંદિરનું સ્થાન અગ્રપદે છે. આજે અહીં પ જિનમંદિર ઊભાં છે. ૧. વાષભદેવ ભગવાનનું પ્રાચીન મંદિર વિશાળ અને ભવ્ય છે. ભમતીમાં ત્રણ શિખરબંધી દેરીઓ છે અને મૂળ ગભારા. નીચે ભેંયરામાં શેષફણાવાળા શ્રી પાર્શ્વનાથની પ્રાચીન રમણીય મૂર્તિ બિરાજે છે. કહે છે કે, આ ભેંય ઠેઠ તારંગા સુધી જતું હતું. ૨. હાથીવાળા દેરાસરમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે. તેમાં શિખરબંધી બાવન દેવકુલિકાઓ છે. જુદા જુદા નાગરવણિક શ્રાવકે એ દરેક દેરીમાં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાઓ ભરાવેલી છે. રંગમંડપમાં આ મંદિરના બંધાવનાર શ્રેણીની મૂર્તિ બારેક ફીટ ઊંચાઈવાળા પથ્થરના એક હાથી ઉપર શોભી રહી છે. વડનગરા નાગરની ઉત્પત્તિનું સ્થાન આ નગર મનાય છે. નાગરે અસલ જૈનધર્મ પાળતા હતા એવું પ્રમાણ પ્રાચીન મૂર્તિલેખમાંથી મળી આવે છે. એમણે બંધાવેલાં મંદિરે અને સ્થાપના કરેલી મૂર્તિઓ આજે પણ અહીં મોજુદ છે. શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી પિતાના વણવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસમાં કહે છે કે-“સં. ૧૫૪ની આસપાસ પુષ્ટિમાર્ગ શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રરૂપક શ્રીવલ્લભાચાર્ય ગુજરાતમાં આવ્યા અને જૈનધર્માનુયાયી મેઢ, ખડાયતા, નાગર વાણિયાઓ હતા તે સર્વ અત્યારે આ સંપ્રદાયને જ જણાય છે.” અર્થાત્ આ નાગરે જૈનમાંથી કોઈ કાળે શિવાનુયાયી થયા અને તે પછી ઉક્ત સંવતમાં કેટલાક પુષ્ટિમાગી બન્યા હશે. શ્રીઉદ્યોતનસૂરિએ રચેલા “ક્વલયમાલા” ગ્રંથની પ્રશસ્તિમાં વટેશ્વરસૂરિએ જે આકાશવપ્રનગરમાં એક રમ્ય જિનાલય કરાવ્યું એવી નેંધ છે તે પર શ્રીજિનવિજ્યજી પિતાના “કુવલયમાલા” નામના લેખમાં આ આકાશવપ્રનગરને વડનગર તરીકે ઓળખાવે છે પરંતુ શ્રી કલ્યાણવિજયજી એ આકાશવપ્રનગરને સિંધની સરહદમાં આવેલા અમરકેટના પર્યાય નામ તરીકે ઓળખાવે છે. ૩૧, પાનસર (કઠા નંબર : ૧૦૮૩-૮૪) પાનસર સ્ટેશનથી લગભગ ૧ ફર્લોગ દૂર પૂર્વ તરફ જંગલમાં આ તીર્થધામ આવેલું છે. ગામમાં જવાના માર્ગની જમણી બાજુએ વિશાળ કંપાઉંડમાં વચ્ચે સાત ગભારા અને ત્રણ શિખરવાળું મૂ, ના. શ્રી મહાવીર ભગવાનનું વિશાળ અને ભવ્ય મંદિર શોભે છે. મૂ. ના.ની પ્રતિમા ૩ ફીટ ઊંચી છે. આના સાતે ગભારામાં મૂ. ના. તરીકે આરસની સાત મૂર્તિઓ પધાવેલી છે. બાકીની મૂતિઓ ધાતુની પંચતીર્થી વગેરેની છે. મંદિરની તરફ આવેલી વિશાળ ધર્મશાળામાં ૧૨૦ ઓરડાઓ છે. મંદિરની સન્મુખ કંપાઉંડ વચ્ચે જ સુરત વાળા શેઠ ભુરિયાભાઈ જીવણચંદે બાવીશ હજાર રૂપિયા ખર્ચીને ત્રણ માળનું ભવ્ય ટાવર બાંધેલું છે. આ મંદિર બંધાવવાને ઈતિહાસ એ છે કે, મૂ. ના. મહાવીર ભગવાનની મૂર્તિ રાવલ જલા તેજાના ઘરના કરામાંથી સં. ૧૯૬૬ના શ્રાવણ સુદિ ૯ને રવિવારે પ્રગટ થઈ હતી. એને પાનસર ગામના દેરાસરમાં પધરાવ્યા પછી ઘણા ૨. નાગરેએ ભરાવેલી જેન તિઓના લેખે માટે જુઓઃ શ્રીબુદ્ધિસાગરસૂરિસંપાદિતઃ “ધાતુપ્રતિમા લેખસંગ્રહ” ભા. ૧૨, અને શ્રીવિજયધર્મસૂરિસંગ્રહિત “પ્રાચીન લેખ સંગ્રહ' ભા. ૧. ૩. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ. ૧૩૩ની ટિપ્પણી.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy