SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણ ૫૭ એ જ કારણ છે કે, જેનાચાર્યોથી પ્રતિબધ પામી વનરાજ, મૂળરાજ, સિદ્ધરાજ અને કુમારપાલ જેવા સંસ્કારપ્રિય નૃપતિઓએ પાટણમાં વનરાજવિહાર, મૂળરાજવસહિકા, રાયવિહાર, ત્રિભુવનવિહાર, કુમારવિહાર જેવાં રાજનામાંક્તિ વિશાળ અને ભવ્ય જૈન પ્રસાદ બંધાવ્યા હતા. એ સિવાય બીજું ચે તે તે સમયમાં મોજુદ હતાં, જેમાં રચાયેલા અનેક ગ્રંથની પ્રશસ્તિઓમાં નોંધ છેઃ સં. ૧૯૭૩માં શ્રી પાર્શ્વનાથ ચૈત્ય, સં. ૧૧૩૯ (૧૧૪૧)માં દેહટ્ટી શેઠની વસતિ, સં. ૧૧૪૬માં મહામાત્ય મુંજાલની વસતિ, સં. ૧૧૬૫માં શ્રી વીર જિનમંદિર, સં. ૧૧૬૮માં સોલાકવસતિ, સં. ૧૨૮૮ શ્રીનેમિચંદ્ર પૌષધશાળા, સં. ૧૨૧૫માં શ્રી શાંતિનાથ મંદિર, સં. ૧૨૪૧માં સિદ્ધપલવસતિ વગેરે ચૈત્યમાં થે રચાયા કે લખાયાની નોંધ મળે છે તે સુંદર, ભવ્ય મંદિરને આજે પત્તો નથી. “વનરાજવિહાર” સં. ૧૩૦૧ સુધી વિદ્યમાન હતું. એ વાતની સાક્ષી પૂરતે લેખ પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં ઊભેલી વનરાજની મૂર્તિ પાસે ઠ૦ આસામની મૂર્તિ પર આ પ્રકારે છે : " संवत् १३०१ वर्षे वैशाख सुदि ९ शुक्रे पूर्वमंडलिवास्तव्यमोढज्ञातीयनागेंद्रा........सुत श्रे० जाह्मणपुत्रेण श्रे० राजकुक्षिसमुद्भवेन ठ० आसाकेन संसारासार........योपार्जितवित्तेन अस्मिन् महाराजश्रीवनराजविहारे निजकीर्तिवल्ली विस्ता........। विस्तारितः । तथा च ठ० आसाकस्य मूर्तिरियं सुतठ० अरिसिंहेन कारिता प्रतिष्टिता............संबंधे गच्छे पंचासराति(ती) શ્રીરjળતાને શિષ્યથી.............ચંદ્રસૂરિમિઃ | મારું | મહાગ્રીઃ | ગુમ મા " –આ લેખને આપણી હકીકતને ઉપયોગી સાર એ છે કે, ઠ૦ આસાકે વનરાજવિહારમાં કરાવેલાં ઉદ્ધાર કાર્યોની મૃતિમાં તેના પુત્ર ઠ૦ અરિસિંહે પિતાની મૂર્તિ સં. ૧૩૦૧માં પંચાસરા પાર્શ્વનાથતીર્થમાં સ્થાપન કરી. વનરાજના મંત્રી નિન (નીનાએ) પાટણમાં ઋષભદેવપ્રાસાદ બંધાવ્યું હતું. આ મંત્રીના વંશજો ઉત્તરોત્તર કીપરનો વારસો કેક મારપાલ સધી ભોગવતા હતા. નિનયના વંશમાં થયેલા લહર, વીર. ઢ. વિમળ, ધવલ, આનંદ, પૃથ્વીપાલ વગેરે મંત્રીઓ હતા. એ સિવાય બીજા નામાંકિત મંત્રીઓમાં જાબ, ચંપક, મુંજાલ, સાંતુ, સજન, ઉદયન, બાયડ, આંબડ, આશુક, આલિગ, લાક, કપર્દિ, કુમારસિંહ, વાયન વગેરે અનેક જૈન મંત્રીઓએ અને શ્રીમંત જૈન શ્રેષ્ઠીઓએ ગુજરાતના મહારાજ્યને સમૃદ્ધ કરવામાં પાછી પાની કરી નહતી. એમણે પાટણની ભૂમિને જેનપ્રાસાદથી શણગારવામાં મણું રાખી નહોતી. એ જ કારણ છે કે, એની કીર્તિસુવાસ ભારતના પ્રત્યેક રાજ્ય સુધી એવી પમરી કે પાટણ ભારતનાં પ્રાચીન નગરોમાં બધી રીતે સર્વશ્રેષ્ઠ નગર તરીકે પંકાઈ ચૂકયું. સં. ૧૧૭પમાં શ્રીમાલમાં દુકાળ પડશે ત્યારે અને તે પછીથી સં. ૧૨૦૦ લગભગ સુધીમાં શ્રીમાલનગરની ઘણ વસ્તી અહીં અને ગુજરાતના ગામમાં આવી વસી ગઈ હતી. આજના શ્રીમાલે અને પોરવાડ એ જ નગરનાં સંતાનો છે. બીજી રીતે પાટણમાં જૈનધર્મની પ્રબળતા ઓછી નહોતી. જેમાં માન્ય લગભગ બધા ગચ્છના આચાર્યો અને પ્રકાંડ વિદ્વાને અહીં રહેતા હતા. તેમના ત્યાગ અને તપસ્વી જીવનની છાપ રાજાઓ અને લેકે ઉપર ધારી અસર નિયજાવતી. રાજાઓ અને લેકેને કુળધર્મ ગમે તે હોય છતાં તેમને તેઓ ગુરુ તરીકે માનતા હતા. વનરાજ અને મૂળરાજની માફક ચામુંડરાજે વીરગણિને આચાર્યપદ મહેત્સવ ઊજવ્યું હતું. તેમજ વરુણશર્મા (વડસમા)ના એક ક્ષેત્રનું દાન જેન મંદિરને કરેલું તેને પુરા એક તામ્રપત્ર આપી રહ્યો છે. દુર્લભરાજના સમય સુધી પાટણ ચૈત્યવાસીએના ગઢ સમું હતું, ત્યારે શ્રીજિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ નામના સુવિહિત આચાર્યોની વિદ્વત્તાથી પ્રસન્ન થયેલા દુર્લભરાજે સુવિહિત માટે પણ પાટણનાં દ્વાર ખુલ્લાં મુકાવ્યાં. ભીમદેવના સમયમાં તેમના દંડનાયક વિમલ મંત્રીશ્વર છે. આ કુમારવિહારની અદ્ભુત રચના સંબંધે શ્રી હેમચંદ્રાચાર્યના મુખ્ય શિષ્ય શ્રી રામચંદ્રસૂરિએ “કુમારવિહારશતક” નામનું સુંદર કાવ્ય રચ્યું છે. વળી, આ વિહારમાં શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિએ “ ચંદ્રલેખાપ્રકરણ” નામનું પંચાંકી નાટક મૂળનાયક શ્રી પાર્શ્વનાથની બાજુએ રહેલા શ્રી અજિતનાથદેવની સમક્ષ વસંતોત્સવ પર કુમારપાલની પરિષના ચિત્તસંષ માટે રચ્યું હતું અને ત્યાં ભજવાયું પણ હશે, એવી માહિતી તેમાંથી સાંપડે છે. ૩. જુઓઃ પીટર્સનના રીપે. પત્તનસ્થ જૈન ભાંડાગારીયગ્રંથસૂચી વગેરેની પ્રશસ્તિઓ. ४. जे विणयमइणाह अणहिलपुरे वणरायनिवइनीएण । विज्जाहरगच्छे रिसहजिणहरं तेण कारवियं ॥॥ –શ્રીહરિભદ્રરિરચિતમલ્લિનાથચરિત્ર-પ્રશસ્તિ શ્લોક: ૮ ૫. “ભારતીય વિદ્યા ” વર્ષ: ૧, અંક ૧.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy