SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ નથી, તે પછી આપના જેવા આંતરિક રોગ મહિમાથી તેઓ દરિદ્ર હાય, એમાં આશ્ચર્ય પામવા જેવું છે જ નહિ. હે સર્વાધિક પ્રભાવશાળી ભગવન ! દેવતાઓના સ્વામી-ઈદ્રો પણ આપના ચાકર બની જાય, એ જ આપને મહાન ગમહિમા છે. દેવકૃત અષ્ટમ અતિશય અ. પાંચે ઈન્દ્રિયેના વિષયોની પ્રતિકૂલતા ન થવી. હે વચનાતીત ચરિત્રવાળા સ્વામિન્ ! ત્રણે જગતના પરમગુરુ એવા આપ જ્યાં વિચરતા હો ત્યાં પાંચેય ઈન્દ્રિયેના વિષયે પ્રતિકૂળ થતા જ નથી, એટલું જ નહીં, કિન્તુ અનુકૂળ જ થાય છે. હે સર્વોત્તમ કણેન્દ્રિય અને સર્વોત્તમ શબ્દવાળા સ્વામિન્ ! આપ જે પ્રદેશમાં વિચરતા હે તે પ્રદેશમાં વેણુ, વીણ, મૃદંગ, મધુર ગીત, વગેરેના શબ્દો તથા “જય પામ, જય પામો,” “ઘણું જીવો ઘણું જીવો વગેરે પ્રશસ્ત ઉચ્ચારે જ સંભળાય, તે બધા શબ્દો કર્ણ ઈન્દ્રિયને સુખકર જ હોય છે, પરંતુ રુદન વગેરેના કરુણ શબ્દો, ગધેડું, ઊ ટ, કાગડે વગેરેના કર્કશ શબ્દો, જે કર્ણ ઈન્દ્રિયને દુઃખદાયક હોય, કદાપિ ન જ સંભળાય. હે સર્વોત્તમ ચક્ષુ ઈન્દ્રિય અને સર્વોત્તમરૂપવાળા સ્વામિન! આપ જ્યાં વિચરતા હે ત્યા સુંદર સ્ત્રીઓ, પુરુષ, રાજાઓ, દેવ- , તાઓ, દેવવિમાને, ઉત્તમફળેથી સહિત ઉદ્યાનો જલપૂર્ણ સરવરે, સુ દર કમલખડે વગેરે પ્રશસ્ત નયનેન્દ્રિયના વિષયે જ નયનપથમાં આવે, ડુિ મલિન શરીરવાળાં પ્રાણુઓ, રેગીઓ, મૃત શરીરે નેત્રપથમાં કદાપિ આવતાં નથી, હે સર્વોત્તમ જિહા ઈદ્રિય અને સર્વોત્તમ રસવાળા સ્વામિન ! આપ જે ભૂમિતલને વિહાર દ્વારા પવિત્ર કરતા હો છો તે ભૂમિકલને ૧. . ૮ ૨. કર્ણ ઈદ્રિયને વિષય શબ્દ છે, આંખ ઈદ્રિયને વિષય રૂ૫ છે, ધ્રાણ ઈન્દ્રિયને વિષય ગંધ છે તથા સ્પર્શન ઈદ્રિયને વિષય સ્પર્શ છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy