SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ પગ ભૂમિ પર હોતા નથી, સુવર્ણ કમળ પર હોય છે, તેમ ભગવત સાથે ચાલતા ગણધરે વગેરે સૌના પગ ભૂમિ ઉપર હોતા નથી, પુષ્પપ્રકરપર હોય છે. ભગવંતના પ્રભાવથી સાથે રહેલા જનોના પગને પણ કઠિન ભૂમિ સ્પશી શકતી નથી. વળી પુષ્પોનાં બિટ નીચે હોવાથી પુષ્પના બિટ જેવી સહેજ કઠણ વસ્તુ પણ ભગવંત સાથે ચાલનારાઓના પગને સ્પર્શી શકતી નથી. ગમે તેટલા લોકે તે પુષ્પ પરથી ચાલે તો પણ તે પુષ્પ નીચે દબાઈ જાય નહીં, તેથી પુષ્પની સપાટી કાયમ એકસરખી જ રહે અને તેથી સ્વસ્તિક વગેરે રચનાઓ પણ તેવી જ રહે છે. - આ પુપના વર્ણન (રંગને ઉપમા વડે દર્શાવતા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રમાં ૮ વ્યંતર દેવતાઓએ ઈન્દ્રધનુષના ખંડના જેવી પચવણ જાનુંપ્રમાણ પુષ્પવૃષ્ટિ કરી.” આ પુષ્પવૃષ્ટિ મહાપ્રાતિહાર્ય દ્વારા શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવંતની સ્તવના કરતાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા કલ્યાણ મંદિરતેત્રમાં કહે છે કે – चित्र विभो ! कथ मवाड्मखवृन्तमेव, विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः । त्वद्गोचरे सुमनसा यदि वा मुनीश ! गच्छन्ति नूनमध एव हि बन्धानानि ॥ છે વિભો! આપ જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં અને સમય સરણમાં ચારે તરફ દેવતાઓ સુગંધીદાર પંચવણું પુપોની વૃષ્ટિ ૧ ૫. ૧, સ. ૬, પૃ. ૨૦૬ ૨ ગા. ૨૦ આ ગાથાની વિધિમાં એક માત્ર કહ્યો છે, તે માત્રથી સફેદ ફુલને ૧૦૮ વાર મત્રીને રાજા વગેરેને સૂઘવા આપવાથી તે વશ થાય છે અને ગુને માફ કરે છે –મહા. નવ. ૪૭૩
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy