SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન કાર્ય છે. કઈ પણ શાસ્ત્રીય બાબતોમાં પર્વાચાર્યોએ સ્વમતિ ચલાવી નથી, એ જ તેઓએ કરેલ આપણા ઉપરને સૌથી મહાન ઉપકાર છે. દરેક પિોતપોતાની મતિ ચલાવ્યે જ ગયા હતા તો આજે આપણી સામે શુદ્ધમાગ કેવી રીતે રહેત ? ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ મહાપુરુષ પણ જ્યારે ભગવંતનું સંક્ષિપ્ત ચરિત્ર યોગશાસ્ત્રની પણ ટીકાના પ્રારંભમાં લખે છે, ત્યારે પ્રતિજ્ઞા પૂર્વક કહે છે કે-પરંપરાગત અર્થને જ હું રજૂ કરીશ. તેઓ સમર્થ અને પ્રતિભાસંપન્ન મહાન આચાર્યું હોવા છતા ભગવંતના જન્માભિષેક વગેરે પ્રસ ગેમા પિતાની કઈ પણ કલ્પના ચલાવતા નથી. જેવા પ્રસંગે હતા તેવા જ રજૂ કરે છે, જ્યારે આજના કહેવાતા વિદ્વાન જન્માભિષેક સમયના મોટા મોટા કળશાઓ વગેરેને “કલ્પના” માનીને ભગવાનના ચરિત્રમા લખતા જ નથી. આ બધુ જ્ઞાનાવરણીયકર્મને તેવા પ્રકારને ઉદય કરાવે છે. પરંતુ તેવા પ્રકારના કર્મોની ક્ષીણતા થયા પછી જ આત્મામાં સત્ય સમજાય છે. જેને બીજાઓ કેવળ કલ્પના કહે છે, તે જ પ્રસંગોમા (જન્માભિષેક આદિ પ્રસ ગમ) શ્રી તીર્થકર ભગવંતનું પરમ દિવ્ય રહસ્ય રહેલું છે, જે ભતિ વિના કદાપિ આત્મામાં પ્રકાશિત થતું નથી. ભગવતની એક એક બાબત, ભાગવતનું એક એક વર્ણન, ભગવતના વિષયમાં કવિઓએ કરેલી એક એક ઉમ્બેલા કે ઉપમા વગેરે બધું જ અત્ય ત સાર્થક છે, પણ ત્યાસુધી પહોંચવા માટે જિનભકિતથી પરિકમિત બુદ્ધિની જરૂર છે. જિનભકિતના અતર ગ અને બહિરગ સ્પર્શ વિના દેવતત્ત્વને જાણવાને પ્રયત્ન તે કેવળ નિરર્થક પરિશ્રમ છે. શ્રી જિનેશ્વર ભગવતે વીતરાગ અને સર્વ હોવાથી અને પૂર્વાચાર્યો ભગવત પ્રત્યે સર્વથા સમર્પિત હોવાથી અસત્ય વચનને કેઈપણ પ્રસ ગ જ ઉપસ્થિત થતો નથી. સંપૂર્ણ સત્ય વાણીવડે જીવમાત્રનું હિત કરનારા ભગવાન, જે અતિશય નથી તેને શા માટે વર્ણવે ભગવંતનું પ્રત્યેક નિરૂપણ સંપૂર્ણ યથાર્થ છે, વાસ્તવિક છે અને પરમતિપરમ સત્ય છે. તેમાં શ્રદ્ધા મૂકવી તે જ સ્વર કલ્યાણને સાચે માર્ગ છે. જો કે આ વિષયમાં ઘણું ઘણુ કહેવાની અંત પ્રેરણા થઈ રહી છે, પણ આ વિષયનો વિસ્તાર કર અહીં ઉચિત નથી. XVI
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy