SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ના એટલું નિશ્ચિત સમજજો કે બીજા ધર્મશાસ્ત્રકારની જેમ જેનોના ઈશ્વર મતિકલ્પિત નથી. જેનોના ઈશ્વર ભગવાન તીર્થકર તે જગતનું સૈકાલિક અબાધિત શાશ્વત પરમાર્થ સત્ય છે. જેમ ભગવાન પરમાર્થ સત્ય છે, તેમ આ અતિશયો અને પ્રાતિહાર્યો પણ પરમાર્થ સત્ય છે, કારણ કે આ અતિશય ગુણોનો ભગવાન તીર્થંકરની સાથે અવિનાભાવ સંબધ છે, એટલે કે ભગવાન પ્રાતિહાર્યા વિનાના પણ કદાપિ હોતા નથી અને પ્રાતિહાર્યો ભગવાન વિનાના કદાપિ હેતા નથી. આ ત્રણ ગઢરૂપ અતિશયના વર્ણનમાં અભિધાન-ચિતામણિની સ્વોપણ ટીકામાં કહ્યું છે કે તથા રમવાને રહનraહામય प्राकारस्रय मनोज्ञ भवतीति सप्तमः । સમવસરણમાં રત્નસુવર્ણ–રજતમય ત્રણ મનોહર ગઢ હેય છે. એ સાતમે દેવકૃત અતિશય છે. આમાં સમવસરણનો ઉલ્લેખ હોવાથી અને ત્રણ પ્રકારને સમજવા માટે સમવસરણનું જ્ઞાન જરૂરી હોવાથી અહીં સક્ષેપમાં સમવસરણનું વર્ણન આપીએ છીએ, તે આ રીતે – ૨જે સમયે ભગવંતને કેવલજ્ઞાન ઉત્યન્ન થાય છે, તે જ સમયે પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલું તીર્થ કર નામકર્મ ઉદયમાં આવે છે. એ જ ક્ષણે ચેસઠ ઈrદ્રનાં આસન કે પાયમાન થાય છે. ઉપગ મૂકીને જતાં તેમને જણાય છે કે ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી આન દિત મનવાળા તે ઈન્દ્રો પોતાના પરિવાર સાથે કેવલજ્ઞાનના સ્થળે આવે છે અને તે દેવતાઓ સમવસરણની રચના આ રીતે કરે છે – વાયુકુમાર દેવતાઓ જન પ્રમાણે ભૂમિમાંથી કચરે વગેરે દૂર કરીને ભૂમિને શુદ્ધ કરે છે. ૧ અ. ચિ. કા. ૧ લૈ. ૬૨ ટી ૨ લે. પ્ર. સ. ૩૦ પૃ. ૨૫૩/૨૬૭ને સારાશ. દે ભ મ. ૧૧
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy