SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ દેવકૃત પ્રથમ અતિશય ધર્મચક खे धर्मचक्रम् । રહે=આકાશમાં. ઘર્મર=ધર્મચક્ર, ધર્મપ્રકાશક ચક હોય છે. ભગવંતની આગળ આકાશમાં ધર્મચક હોય છે. અહીંથી દેવોએ ભક્તિ નિમિત્તે કરેલા અતિશયોને પ્રારંભ થાય છે. તેમાં આ ધર્મચક પ્રથમ અતિશય છે. આ બધા જ અતિશયો કરે છે, દેવતાઓ પણ થાય છે ભગવંતનના પ્રભાવથી–અતિશયથી. ભગવંતની હાજરી વિના બધા જ દેવતાઓ મળીને ધર્મચક્ર જેવું ધર્મચક બનાવે, તો પણ તે ભગવતની હાજરીમાં બનાવેલ, ધર્મચક જેવું ન બને ભગવંતના ધમચકે કરતાં તે અનંતગુણ હીન પ્રભાવ, શોભા, તેજ વગેરેવાળું હાય. ભગવતનું ધમચક્ર તેના કરતાં અનંતગુણ અધિક ઉત્તમ હોય. બધા જ અતિશને વિશે આટલું જરૂર લક્ષમાં રાખવું. તેથી અતિશયે બબર સમજાશે. ભગવંતના મહાન પુણ્યદયથી તે ધર્મચક બને છે. ભગવંતની હાજરી વિના બધા જ દેવતાઓ ભેગા થાય અને ધર્મચક બનાવે, પણ ભગવંતને પૃદય તેઓ ક્યાંથી લાવે? ભગવંતની હાજરીમાં તે એક જ દેવતા ભગવંતના પ્રભાવથી સર્વોત્તમ ધર્મચક બનાવી શકે. આ બધા જ અતિશયમાં ભગવંતનું ઉદય પ્રાપ્ત તીર્થકર નામકર્મ મુખ્ય છે. તેને જ આ બધે દેવકૃત મહિમા છે. દેવતાઓ ઊંચામાં ઊંચી ભક્તિ કરે છે, છતાં એમ માને છે કે “અમે કશું જ કરી શક્તા નથી. આ ભગવત તો એવા મહાન છે કે તેઓ માટે અમે જેટલું કરીએ તેટલું ઓછું જ છે.' લેકેરમ પ્રભાવવાળા ભગવાનને સાક્ષાત્ જોઈ રહેલા કરોડ દેવતાઓનાં મનમાં જે ભક્તિભાવ જાગે છે, તે ભકિતભાનું ૧ અ. ચિ. કા. ૧ સ્લો ૬૧
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy