SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ આવા ગુણોવાળું વચન મહાનુભાવોએ (મહાન ભાગ્યવાળા પુરુષોએ) કહેવું જોઈએ. જ જગતમાં જેટલા પણ મહાનુભાવ પુરુષે છે, તેઓના સ્વામી ભગવાન તીર્થકર છે. મહાનુભાવ મહાત્માઓમાં અગ્રણી ગણધર ભગવે તે હોય છે. તેમનું વચન ઉપર કહેલ ૩૫ ગુણોથી સહિત હેય છે. પરંતુ તે જ ૩૫ ગુણે ભગવાન તીર્થકરમાં અતિશય કહેવાય છે, કારણ કે બીજા બધા કરતાં ભગવતમાં તે ગુણો અનંતગુણઅધિક હોય છે. તેનું કારણ એ જ છે કે ભગવન્તનું પુણ્ય બીજા છ કરતાં અનંતગુણઅધિક હોય છે. તૃતીય કર્મક્ષયજ અતિશય ભામંડલ भामण्डल चारु च मौलिपृष्ठे विडम्विताहर्पतिमण्डलश्रि२ । ભા=પ્રભા. મંડલ=વર્તુળ. ચારુ=મનોહર. મૌલિપૃથ્ય મરતકના પાછળના ભાગમાં. વિડ=સૂર્યમંડલની શોભા કરતાં અત્યંત અધિક શેભાવાળું, ભગવન્તના મસ્તકના પાછળના ભાગમાં અત્યંત મનહર અને સૂર્યમંડલની શેભા કરતાં અત્યંત અધિક શોભાવાળું ભામંડલ હોય છે. ભામંડલના વર્ણનમાં શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે – इसि पिढओ मउडठाणमि तेयमडल अभिसजायइ, अधकारे वि य ण दसदिसाओ पभासेड । ૧ અહીં સુધી વિષે શ્રી સમવાયાંગસૂત્રની ટીકાનો છે ૨ અ ચિ. કા ૧, . ૫૯ ૩ સૂત્ર ૩૪, અતિશય ૧૨, પ્રત પૃ ૧૯૬૦
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy