SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ 'अहो अहो अहो अज्ज अदिदुपुव्व दिटुमम्हेहि, इणमो सविसेसाउलमहताचिंतपरमच्छेरयमदोह ममकालमेवेगट्ठ समुइय दिटुं। અહો! આહા!! અહો!!! આજે અમે પૂર્વે કદી પણ ન જોયું હોય એવું જોયું ! આ – તો અત્યંત વિશિષ્ટ પ્રકારનાં, અતુલ્ય, મહાન અને અચિત્ય એવા પરમ આ ને સમૂહ એક જ કાળે એક જ જગ્યાએ એકત્ર થયેલ અમે જે !” આ વિચારની સાથે જ તે દેવદેવીઓને તે જ ક્ષણે ઘન (ગાઢ), નિરન્તર, વિપુલ પ્રમોદ થાય છે. એ વખતે તેઓને હર્ષ, પ્રીતિ, અનુરાગ વગેરેથી પવિત્ર એવાં નવી નવી આત્મવિશુદ્ધિના વિશેષ પરિણામો જાગે છે. તે પરિણામોના આવેગમાં તેઓ એકબીજાને આ અતિશય અને પ્રાતિહાર્યો વિશે કહે છે કે –ખરેખર આ મહાન મહોત્સવ છે. મહાન ! મહાન !! મહાન !!!” આ રીતે પ્રાતિહાર્યોના સાક્ષાત દર્શનથી જાગેલા ભાવો વિશે પણ અનેક ગ્રંથોમાં અનેક વર્ણન મળે છે. તે બધાં સ્થળસંકોચના કારણે અહીં આપ્યાં નથી. ભગવન્તના વિરહમાં પ્રાતિહાર્યોનું ધ્યાન પરમ ઉપયોગી છે. તેથી સાચા ભગવન્ત સમજાય છે, ભક્તિભાવમાં વૃદ્ધિ થાય છે અને આત્મવિશુદ્ધિના ઉત્તરોત્તર ચઢિયાતા ભા જાગે છે. પૂર્વાચાર્યોએ ઘણું સ્તોત્રોમાં પ્રાતિહા સ્તવ્યા છે. તે સ્ત પણ પ્રાતિહાર્યોના ધ્યાનનું સુંદર સાધન છે, ખાસ કરીને કલ્યાણમન્દિર સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર અને વીતરાગસ્તવમાં પ્રાતિહાર્યોનું વર્ણન બહુ જ ભાવવાહી છે. ૧ વિશેષ માટે જુઓ ન. સ્વા પ્રા. વિ સિરિમનિરીકુતસરમો પૃ. ૪૫/૬ આ સંપૂર્ણ સદર્ભ વિશેષ જિજ્ઞાસુઓ માટે અવશ્ય વાચવા જેવો છે. ૨ અહીં શ્રી મહાનિશીથસૂત્રનું અવતરણ પૂરું થાય છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy