SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવઉપકારની વ્યાખ્યા કરતાં શાસ્ત્રોમાં કહ્યું છે કે – भावुवयारो सम्मत्तनाणचरणेसु जमिह सठवण । ભાવઉપકાર=સમ્યક્ત્વ જ્ઞાન અને ચારિત્રમાં બીજા જીવને જે સ્થાપવા, તે તેમના ઉપરને ભાવઉપકાર છે. આ ભાવઉપકારને કરનારી હોવાથી ભગવન્તની પ્રાતિહાર્યાદિ સંપત્તિ એ શ્રી ભગવન્તનું એક લકત્તર અિધર્યા છે. આ પ્રાતિહાર્યાદિ-સંપત્તિના કારણે લોકોને ભગવન્તની સંપૂર્ણ પ્રભુતાના દર્શન થાય છે. એથી જ કલ્યાણ મદિર સ્તોત્રમાં દુદુભિ મહાપ્રાતિહાર્યનું વર્ણન કરતાં કહ્યું છે કે भो भोः प्रमादमवधूय भजध्वमेन___मागत्य निर्वृतिपुरी प्रति सार्थवाहम । एतनिवेदयति देव ! जगत्त्रयाय, मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते ॥ હું (સ્તોત્રકાર) માનું છું કે આકાશમાં નાદને કરતી આપની દેવદુંદુભિ ત્રણે જગતને કહે છે કે – | હે લેકે ! નિવૃતિપુરી (મોક્ષપુરી) પ્રત્યેના આ સાર્થવાહ (જિનપતિ) ની પાસે આવીને પ્રમાદને સર્વથા ત્યાગ કરીને તેમની સેવા કરે. - આટલા વર્ણનથી સમજાશે કે–ભગવંતનું પ્રાતિહાર્યાદિ એશ્વર્ય અને ભગવંતની સમીપમાં લાવનારું અને ભગવંતને ઓળખાવનારું પરમ સાધન છે. શુકલ ધ્યાનમાં પ્રથમ બે પાયાનું ધ્યાન સંપૂર્ણ થતાં જ ભગવંતને ઘાતિકર્મને ક્ષય થાય છે અને લોક તથા એલેકના સર્વભાને સંપૂર્ણ રીતે પ્રતિક્ષણ જાણનારું કેવલજ્ઞાન ઉત્પન થાય છે. ત્યારથી જ ભગવન્ત વાસ્તવિક અર્થમાં જગતના પૂજ્ય અહંત કહેવાય છે. તે જ સમયે પૂર્વે ત્રીજા ભવમાં બાંધેલું ૧ વિશેષ માટે જુઓ લે. પ્ર. સ. ૩૦ પૃ. ૨૫૩/૪
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy