SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ તેમાં આઠ મહાપ્રાતિહાર્યોના વર્ણનમાં શ્રી પ્રવચનસારોદ્ધાર પોતાની આગવી વિશેષતા ધરાવે છે. એ આકરગ્રંથમાં અનેક પદાર્થોને વિષયવાર નિરૂપવા માટે સ્વતંત્ર દ્વારે છે. તેમાંથી ૩મા દ્વારમાં આઠ મહાપ્રાતિહાર્યોનું વર્ણન છે. તેમાં એક જ ગાથામાં આઠેઆઠ પ્રાતિહાર્યોને આગમિક પ્રાકૃત શૈલીમાં આ રીતે રજૂ કરવામાં આવ્યા છે: ककिल्लि कुसुसवृट्ठी, देवझुणि चामराऽऽमणाइ च । भावलय भेरि छत्त, जयति जिणवाडिहेगइ१ ॥ આ વિષયમાં શાસ્ત્રોમાં સંસ્કૃત ગાથા આ રીતે મળે છે ? अशोकवृक्षः सुरपुप्पवृष्टिः दिव्यध्वनिश्चामर मामन च । भ मण्डल दुन्दुमिरातपत्र सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।। પ્રાતિહાર્ય શબ્દની વ્યાખ્યા કરતાં પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે : प्रतिहारा इव प्रतिहाराः सुरपातिनियुक्ता देवास्तेषा कर्माणि-कृत्यानि प्रातिहार्याणि । 1 ગાથા ૪૪૦ અર્થ અશોકવૃક્ષ, કુસુમવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામડલ, દુદુભિ અને છત્રત્રય એ જિન પ્રાતિહાર્યો સદા જય પામે છે. ૨ આ ગાથાને અર્થ સરલ છે. આતપત્ર એટલે છત્ર લોકપ્રકાશમાં શ્લોક આ રીતે મળે છે ? अशोकद्रु पुष्पराशिः सद्ध्वनिश्चामरासने । छत्र भामण्डल भेरी प्रातिहार्याष्टक ह्ययः ।। – સ. ૩૦ પૃ ૩૧૧
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy